SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૩૭ પરમાર સીયકનાં હરસાલનાં બે દાનપત્રા( ચાર તામ્રપત્રો ) વિ. સ. ૧૦૦૫ માઘ ૧. ૩૦ બુધવાર ઇ. સ. ૯૪૯, ૩૧ નેવારી ગુજરાતમાં અમદાવાદના પ્રાંતિજ તાલુકાના હરસાલ ગામમાં રહેતા વિસનગરા નાગર બ્રાહ્મણ ભટ્ટ મગન મેાતીરામના બામાં આ દાનપત્ર છે. અમદાવાદના રા. બ. કેશવલાલ હ. ધ્રુવને તેની ખબર પડી અને મહા મુશ્કેલીથી તેને ફાટાગ્રાફ લેવા તથા જોવા માટે તે માલિક પાસેથી મેળવ્યાં. તેમણે તે ફોટોગ્રાફ તામ્રપત્રા પ્રસિદ્ધ કરવા માટે આપ્યા તેમ જ રા. ડાહ્યાભાઈ પી. દેરાસરીની મદદથી ખુદ્દ પતરાં ઘેાડા દિવસ માટે મળ્યાં અને તેના ઉપરથી છાપ લેવામાં આવી. એ દાનપત્રો “અ” અને “ખ” નાં ખખે પતરાં છે અને બધાં અંદરની બાજુએ કેાતરેલાં છે. રા. ખ. ધ્રુવને તે મળ્યાં ત્યારે બે પતરાં કડીથી બાંધેલાં હતાં, જ્યારે ખીજાં બે છૂટાં હતાં. આ ચારમાંથી એક જ ઉપર ગરૂડનું ચિત્ર છે તેથી તેમ જ આ દાન એક જ રાજાએ એક જ દિવસે બાપ તથા દીકરાને આપેલ છે. તેથી સંભવ છે કે આ ચારે પતરાં સાથે ખાંધેલાં હશે. “ એ ” દાનપત્ર એટલે કે માપને આપેલા દાનપત્રના ખીજા પતરાની ાખી ખાજુ નીચે ગરૂડનું ચિત્ર છે અને તેના ડાબા હાથમાં સર્પ છે. ગરૂડનું ચિત્ર કેટલાંક રાષ્ટ્રકૂટનાં તામ્રપત્રામાં, સીયકના અમદાવાદના વિ. સં. ૧૦૨૬ ના તામ્રપત્રમાં તેમજ સીયકના પુત્ર અને પૌત્ર વાતિ મુંજ અને લેાજનાં દાનપત્રામાં પણ જોવામાં આવે છે. “અ” ના પહેલા પતરામાં ૧૬ પંકિત છે અને ખીજામાં ૧૧ મળી કુલ ૨૭ પંકિત છે. “ બ” માં ૧૩ અને ૧૬ મળી કુલ ર૯ પંક્તિ છે. પહેલાનાં પતરાં સારી રીતે કાતરેલાં છે, ખીજામાં અટકળ ન રહેવાથી શરૂઆતમાં મેાટા અક્ષર કેાતરી છેવટમાં સંકેાચ લાગવવા પડેલ છે. ઈ. સ. દસમી સદીમાં વપરાતી એટલે કે પરતાપગઢના પ્રતિહાર મહેન્દ્રપાલ ખીજાના સં. ૧૦૦૩ ના તામ્રપત્રમાં વપરાએલ છે તેવીજ આમાં પણુ લિપિ છે. કેટલાક અક્ષરા પ્રાચીન પદ્ધતિથી લખેલા છે તેમજ કેટલાક જરા અર્વાચીન લાગે છે. ભાષા સંસ્કૃત છે અને શરૂઆતના તેમ જ અંતના લેાકેા ખાદ્ય કરીએ તા માકીના બધા ભાગ ગદ્યમાં છે. દાનપત્રા નૃસિંહાવતારની સ્તુતિથી શરૂ થાય છે. પછી અમેાઘવર્ષ અને અકાલવર્ષના ઉલ્લેખ છે અને તેનાં બિરૂદો પરમસટ્ટારક મહારાજાધિરાજ અને પરમેશ્વર આપેલાં છે. અકાલવર્ષને અમેઘવર્ષનાં ચરણનું ધ્યાન કરનાર તરીકે વર્ણવ્યેા છે, તેનાં પૃથ્વીવલૢભ અને શ્રીવલ્લભનરેન્દ્ર એમ બે ખીજાં ખો છે. આ બે રાજાએ માલખેડના રાષ્ટ્રકૂટ વંશના કાં તે અમેાઘવર્ષ ૧ લે। અને કૃષ્ણ ખીજો જેણે અન્ને મળીને ઇ. સ. ૮૧૪–થી ૯૧૧ સુધી રાજ્ય કર્યું હતું તે અથવા તેા અમેવર્ષ ૩ એ અને કૃષ્ણ ૩ ને (૯૩૪ થી ૯૬૧ ઈ. સ. સુધીના ) ૧ એ. ઈ. વેા. ૧૯ પા. ૨૭૬ કે. એન, દીક્ષિત અને ડી. બી. દિલકર ૨ કૃષ્ણ ૩ ખનાં કરહાડનાં શ. સ. ૮૮૦ ના તામ્રપત્ર( એ. ઇ. વા. ૪ પા. ૨૭૮)માં આ બધાં બિરૂદ આપેલાં છે અને તે જ રામનાં દેવલીનાં અ.સ. ૮૬૨ નાં તામ્રપત્રા( એ. ઈ. વ. ૫ પા. ૧૮૮ ) માં પરમાહેશ્વર એ એક બિરૂદ વધારે છે. આ તામ્રપત્રની સાલ કરતાડ અને દેવલીની સાલની વચમાં છે. સંભવ છે કે કૃષ્ણ ૩ ને સીયાના સર્વોપરી રાા હતા અને તેથી તેનું નામ આમાં અગ્ર સ્થાને મૂક્યું છે. મહામલિક ચૂડામણિ બિરૂદથી ઉપરની કલ્પનાને ટેકો મળે છે. પણ બીજી રીતે શ્વેતાં નરેન્દ્રપાદાનામ્ શબ્દો રાટ બીજાને ઉદ્દેશીને ઢાય, એ વધુ સંભિવત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy