________________
चढवाणना धरणीवराहनुं दानपत्र
३९ ઉપરથી કહેવાતે, અને અન્ય વિષયમાં અનુશાસન કરે છે તે શ્રી ધરણવરાહે એવી રીતે દાન કર્યું છે કે તેના વંશના કે અન્ય ભાવિનૃપે, રાષ્ટ્રપતિ, ગ્રામપતિ, ભગિક, મહત્તર, કૌબિક, પંચકુલિક, દડપાસિક, મધ્ય વર્ગના જ, આદિને નીચેનું શાસન જાહેર કરે છે –
તમને જાહેર થાઓ કે પરમ ભક્તિથી ઉત્તરાયણને દિને મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે, વિખ્યાત આમરડક નેત્રના શ્રી શિવદેવા
શ્રી મહેશ્વરાચાર્યને તેની વિદ્યાના ઉપહાર અર્થે કંથિકા સ્થલીમાં આવેલું વિંકલ ગામ તેની સીમા પર્યત દાણીભાગભગ, ઉત્પન્નમાં હિસ્સા સહિત, દશ અ૫રાધનાં કના નિર્ણય અને દડ સહિત, વૃક્ષની હાર સહિત, રાજપુરૂના હસ્તપ્રક્ષેપણુ અને પ્રતિબંધ મક્ત મારાથી પાણીના અર્થથી અપાયું છે. તેની સીમા પૂર્વે ઉત્તર કકક ગામઃ દક્ષિણે-કિકખરિ આણક ગામ: પશ્ચિમે કરલ ગામ અને ઉત્તરે શણાઈ ચાણક ગામ છે શ્રી મહેશ્વરાચાર્યના જ્યારે પુત્ર, પૌત્રી, વંશના ન્યાય અનુસાર, આ ચાર સીમાવાળું વિકલ ગામ જે સૈનિકના પ્રવેશ મુક્ત છે તે ઉદ્દભવતી વેઠના હકક સહિત, પૂર્વે દે અને બ્રાહ્મણને કરેલાં દાન વર્જ કરીને ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, ઉપભોગ કરે અથવા ઉપભોગ કરાવે ત્યારે ચંદ્ર, સૂરજ, સાગર, પૃથવી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી કેઈએ પ્રતિબંધ કરવું નહીં. કારણ કે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ
• • • • • • • • • • • ••• શક સંવત ૮૩૬ પિષ શુદિ ૪ ને ઉત્તરાયણને દિને. અને આ પ્રમાણે સર્વ છે તેને સ્વહસ્ત ગામનું દાન દેનાર આપે છે. આ મારા શ્રી ધરણુવરાહના સ્વહસ્ત છે, અને આ પાર્થેિલના પુત્ર સાંધિવિગ્રહીક માહિદથી લખાયું છે.
લેખ ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com