________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
(૧) શ્રી ધનધેશ્વરના શિરપરની જટાનું વન, જે મસરિતાના વહેતા જળથી પવિત્ર બન્યું છે, ઈકિરણથી શીતલ થયું છે, જે મોક્ષના સુખ રૂપે સુવર્ણનાં કમળ અને ફળ જેવાં ઉત્તમ કુસુમ ધારે છે, જે સર્પોની શ્રેણી, કંઠના કદલી વિષ અને વ્યાઘ્રચર્મ પર્યત છે છતાં દુઃખદાયી નથી તે તમને સુખે અપે.
(૨) તે ઉંડા ધ્યાનમાં મગ્ન થયો તે પહેલાં શંભુને પૃથ્વીએ નમન કરીને ગાજત અવાજે કહ્યું –“જ્યારે તમારાં લોચનમાં ધ્યાન વર્તે છે ત્યારે હે પ્રભુ ! અસુરોથી ઉદ્દભવેલી વિપત્તિ સહેવા હું અશક્તિમાન છું.” પછી પૃથ્વીના અર્થે તેના ચાપમાંથી વિપુલ અને કદાવર હોવાથી તેનું રક્ષણ કરવા સમર્થ ચા૫ નામને પ્રતાપી નૃપ તે પરમેશ્વરે સજર્યો.
વળી –
(૩) દોષરહિત અને પક્ષમાં કંટક વિનાના અક્ષત તનુવાળ, અતિ ઉજજ્વળ ઉત્તમ અરિ ધારતાં છતાં નિત્ય સ૫ત્ર, વિપત્તિમાંથી રક્ષણ કરી અન્યને સદા સુખનું ફળ આપે છે, છતાં તેની ઉન્નતિમાં વૃદ્ધિ આપે છે, જે અન્ય ગૃપના શિર પર સ્થાન પસંદ કરે છે છતાં દેવ અને કાર પાસે નમ્ર છે તેથી વિપત્રની સ્થિતિ પ્રાપ્ત કરનાર, સવૅથી ઉત્તમ ચાપવંશ સેવા કરવા યોગ્ય છે અને તેના શત્રુઓથી અજિત છે.
(૪) તે વંશમાં સૂર્ય સમાન, રાજયશ્રી અને નૃપના છ ગુણસંપન્ન શ્રી વિક્રમાર્ક નૃપ જન્મ્યો હતો. તેનાથી અડુક નૃપે અવતર્યો તેનાથી ભૂમિપાલમાં મણિ શ્રીપુલસિ ગ્રુપ જમ્યા તેમાંથી ન્યાયની મૂર્તિ ધ્રુવ ભટ નૃપ અવતર્યો.
(૫) તેને અનુજ, જેનાં ચરણકમળને સર્વ નૃપે નમન કરે છે, જે રાજ્યશ્રીને ભેટી સુખ પ્રાપ્ત કરે છે, જે સર્વે મિત્રોને કહપતરૂ સમાન છે, જે મહાત્મા છે અને (તેના અતઃપુરમાં) સુંદરીઓનાં મુખકમળમાં રાજહંસ છે તે ધરણીવરાહ હતે.
(૬) તેનાં શૌર્ય, પ્રભુતા, નગરાને નાશ, ગાંભીર્ય, સત્યતા, મહાન ઉત્સાહ, કે અતુલ મહિમાનું વર્ણન શા માટે કરવું ? ઉદારતા અને તે ઉંચજન્મના નૃપના પુત્ર માટે અતિ માન અને પ્રભાવ વર્તે છે, જેથી ખરેખર ! કવિઓની શુદ્ધમતિ વારંવાર મુંઝાઈ જાય છે.
(૭) દાન, શૌર્ય, ને સંદર્યના મદવાળા આ નૃપે કર્ણ, પાર્થ અને કુસુમશર દેવને તેમના કરતાં અધિક વિકમથી સહેલાઈથી શરમાવ્યા.
અને તેણે અચલ શ્રી પ્રાપ્ત કર્યા છતાં વિવેક મતિથી આમ વિચાર –
“જીવિત, સુખાકારી આદિ પવન લાગતા અને આંગણામાં મૂકેલા દીપકની જયેત સમાન છે. મારા વંશના કે અન્ય પૂર્વના નૃપ અતિ શક્તિમાન હોવા છતાં તેમના યશ, ખ્યાતિ, અને નામ સિવાય ભાગ્યની અદૂભુત લીલાથી કંઈજ રહ્યું નથી. એટલા માટે પૂણ્ય કર્મની પ્રાપ્તિમાંજ (દરેક જને) હદય લગાવું વધારે શ્રેય છે, અને જ્યારે દાન, સદાચાર, ત૫ અને ધ્યાનથી પૂણ્ય પ્રાપ્ત કરાય ત્યારે એ નિત્ય દાન કર્યા છે અને ધ્યાન ધર્યા છે.”
આથી ભૂમિદાન સ્વર્ગની સીડી સમાન છે, એમ માનીને મહાસામંતના અધિપતિ, અમાપ ગુણનિધિ, સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, વર્ધમાનમાં નિવાસ કરતા. “રાજાધિરાજ' અને “પરમેશ્વર” શ્રીમહીપાલદેવના ચરણના પ્રસાદથી, અફણક વિષય, જે તેના પિતામહના નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com