SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૩૬ વઢવાણુના ધરણુવરાહનું દાનપત્ર શક સં. ૮૩૬ પિષ સુદિ ૪ આ દાનપત્રની પ્રતિકૃતિ છે. બસે મને આપી હતી. આ દાનપત્ર ધૂળકા ધંધુકાના જુના માર્ગે આવેલા હડાલા ગામ પાસેના કેટલાક કેળીઓએ શોધી કાઢેલું હતું. આનું કાગળનું રાગ કર્નલ વોટસને મને કૃપા કરી આપ્યું હતું. મને લાગે છે કર્નલ ટસનને અસલ પતરાં મળ્યાં હતાં. દાનપત્રના બીજા અર્ધ ભાગની સીસા ઉપરની છાપ મેં છ વર્ષ અગાઉ હડાલાના એક સેની પાસેથી મેળવી હતી. આ દાનપત્ર બે અર્ધ ઉપસેલાં પતરાં ઉપર લખેલું છે જેનું માપ ઉંચાઈમાં ૧૨” છે. તળીએ ૧૧” પહેળાં છે. કડીઓ માટેનાં કાણું જોવામાં આવતાં નથી. લેખ ઘણી જ સારી દશામાં સાચવવામાં આવ્યો છે. કૃતિ પણ ઘણી જ સંભાળપૂર્વક અને ઉત્તમ છે. - આ લેખની લિપિ કાયરથે નાગરી છે, જે આપણને દતિદુર્ગ અને ભરૂચના ધ્રુવ ૩ ત્રીજાના રાઠેઠ લેખમાં અને જાઈકનાં વિનિકિ પતરાં ઉપર માલુમ પડે છે. માત્ર થોડા જ અક્ષરમાં ભેદ છે. - હડાલા શાસનને ઐતિહાસિક ભાગ શિવના ધનુષ્યમાંથી ઉત્પન્ન થએલે ચાપ નામને વર્ધમાનના ખંડણીઆ રાજાઓના અત્યાર સુધી અજ્ઞાત એક વંશની હૈયાતી પ્રકટ કરે છે. મૂળ પુરૂષ ચાપને બાદ કરીને વંશાવળી નીચે પ્રમાણે છેઃ ૧ વિકમાર્ક ૨ અદક ૩ પુલસિ ૪ ધ્રુવ ભટ ૫ ધરણુંવરહ ધરણુવરાહનું દાનપત્ર શક સંવત ૮૩૯ અગર ઈ. સ. ૧૭–૧૮ નું હોવાથી અને હિન્દી પેઢીને સમય આશરે ૨૬ વર્ષ હોવાથી, વિકમાર્કને આપણે આશરે ઈ. સ. ૮૦૦ માં મૂકી શકીએ. ધરણીવરાહ વર્ધમાનમાં રહેતો હતો, જે હાલનું વઢવાણ શહેર છે. આની સાબિતી ૧૨મી તેરમી સદીના જૈન અને હાલના બ્રાહ્મણ ગ્રંથકારોનાં લખાણે પરથી થાય છે. જેમાં વઢવાણુને વર્ધમાન અથવા વર્ધમાનપુર નામ આપવામાં આવ્યું છે. અદાણ એ હાલનું હવાલા છે, જ્યાંથી આ પતરાંની ઉપલબ્ધિ છે. આ દાનપત્રને આશય શિવદેવાચાર્યના પુત્ર મહેશ્વરાચાર્યને તેની વિદ્યાના સન્માન એક વિંકળ નામનું ગામ દાનમાં આપવાનું છે. આ મહેશ્વરાચાર્ય આમકસન્તાનને હતે.. આખર્દક કાળ ભૈરવનું નામ છે. તેથી એમ સાબિત થાય છે કે આ આચાર્ય શિવ પથ હતો. ગુજરાતમાં છે કે શૈવમત પ્રધાન ન હતું, તેપણ અગાઉ તે મુલકમાં શૈવમત પ્રવર્તતે હતેા. મધ્ય ગુજરાતમાં નકુલીશના મઠનાં ખંઢેર ઘણી જગ્યાએ માલુમ પડે છે. વળી, અણહિલવાડના જુના સોલંકી રાજાઓ શિવપથી હતા અને આ શૈવપંથ પાછળથી ઘણી વૈષ્ણવ રીતેથી પૂરાઈ ગયું હતું. ઈ. એ. વ. ૧૨ પા. ૧૯૦, જી. બ્યુહર લેખ ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy