________________
गुजरातना ऐतिहासिक लेख (ર૭) જે નાના પિતાના ઉત્તમ અમૃતના પાક જેવા પ્રિય લાગે તેવા પુરાણના મધુર પાઠથી વિશ્વલ નૃપતિને તેની હયાતીમાં અધિકને અધિક તૃપ્તિ આપતું હતું, અને હાલ જ્યારે તે રાજા દેવલોકમાં વાસ કરે છે ત્યારે આ ક્ષત્રિયોને મુગટમણું પ્રતિપર્વ પિંડદાનથી તેની તૃપ્તિ કરી રહ્યો છે.
(૨૮) તીર્થનાં (પવિત્ર) જલ, કમલની માલાઓ, શાલિનૈવેદ્ય અને વંદન વગેરેથી નિત્ય શિવને જે નાનાક પ્રસન્ન કરી રહ્યો છે.
(૨૯) તેની ભક્તિથી સંતુષ્ટ થઈ શંકર ભગવાને પિતાની કલાથી ગ૭ શ્રી વીર ભદ્રના દેહમાં પ્રવેશ કરીને તેની દ્વારા મંગલ નામના ગામના, શ્રેષ્ઠ સાતમા ભાગને ભાગી તેને બનાવ્યું.
(૩૦) સ્વપર્યંત વિકાસ પામેલી કીતિવાળે, સોમેશ્વરની ચરણભક્તિમાં મગ્ન, સરસવતીમાં અતિ આદરથી નિત્ય વિધિ કરનાર, મહા યોથી વિશુદ્ધ અને અતિથીઓને સદા સત્કાર કરનાર આ નાનાક વૈભવમાં દીર્ધાયુષી થાઓ.
(૩૧) વિદ્વાને માં શ્રેષ્ઠ, જે પાપરહિત છે, જેણે યશ પ્રાપ્ત કર્યો છે, જેને વિશ્વલ નૃપે મહેલ આપે છે, જેનામાં તલ માત્ર પણ દોષ નથી, જેના ઉદય માટે સર્વની મહા અભિલાષા છે, અને જે સર્વગુણસંપન્ન છે તે ભલે નાનાક, સુકૃત્ય કરનારનો મિત્ર થાઓ
(૩૨) મનુષ્યમાં દ્વિજતા પ્રાપ્ત કરવી કઠિન છે, અને તેમાં પણ ખ્યાતિવાળી આ નાગર જાતિ, તેમાં વળી વેદનો પરિચય અને તેમાં વળી નય વડે પ્રાપ્ત કરેલી લક્ષમી અને પછી આ બધું સદ્ભાગ્યથી પ્રાપ્તિ કરીને જેવાં કે–યૌવન, શ્રી, રત્ન અને અંગનાઓ વિગેરે અને ચિત્ત ચંચલ છે એમ માનીને નાનાક ફક્ત સુકૃત જ મેળવે છે.
(૩૩) નાગરે જપી કમલસમૂહના સૂર્ય જેવા અને જેની ચરણપૂજા વિખ્યાત ભૂમિપતિ વિસલ કરે છે તે નાનાક કવિએ અહી સરસ્વતીના પવિત્ર તીર સાથે સંગમ કરતા સાગરના કિનારા પર આ સારસ્વત કીડાસ્થાન બાંધ્યું.
(૩૪) આ સારસ્વત મહેલ ત્રણ ભુવનમાં તેમનાથને મહિમા, સજજનેનાં દુઃખ હણનાર શિવ ભગવાન, અને ગર્જના કરતે સાગર, એ ત્રણેના અસ્તિત્વકાળ સુધી અખંડ રહે.
(૩૫) આ નાના વિજયી બને, તેની પત્ની લક્ષ્મી નિત્ય રક્ત વસ્ત્ર ધારી વૃદ્ધાવસ્થા પામે અને તેમને નયને સંગી ગંગાધર પુત્ર કુળને સુચરિતેથી મહિમાવાળું કરે!
(૩૬) જેની અષ્ટાવધાનની શક્તિથી સંતુષ્ટ પામીને પ્રજાજનેએ જગતમાં જેને બાલ સરસ્વતી એવું ઉપનામ આપ્યું છે તે રનના પુત્ર કુવલયાકવ ચરિતના કર્તા, કૃષ્ણ આ પ્રશસ્તિ લખી તે પ્રશસ્તિ પાહલણથી લખાયેલી અને કુતરાએલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com