SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ राजकवि नानाकनी प्रशस्ति (૧૩) ચંદ્ર જેવા નિર્મલ ચારિત્ર્યથી બ્રહ્મા સમાન અને સર્વિકલામાં નિપુણ હોવાથી સર્વઝતા બતાવતે દેવત્રયીમય કમલમાં જાણેકે અવતરતે ન હોય તેમ તેનાથી ગેવિંદ નામે પુત્ર જન્મ્યો. (૧૪) તેને વિમલ સૂહવા નામની તેના ગૃહના ભૂષણ રૂપ પત્ની હતી. (?) (૧૫) જડ માણસ સૂહવાની એક જીભથી સ્તુતિ શી રીતે કરી શકે? કારણ કે મારી પિતાની જે પ્રશસ્તિનો કર્તા છું તેની રસનાકોટિ પણ મૂક (શાંત) છે. (૧૬) તેણીના સાથમાં રહી ધર્મકાર્યો કરનાર, ત્રણ ઋણમાંથી મુક્ત થઈ સુખી, દેહશુદ્ધિ માટે નર્મદાના જળમાં સ્નાન કરનાર એવા તેને ડબ્બતની પુન રૂક્તિ પ્રાપ્ત થઈ. (૧૭) ઈન્દ્રિયો ઉપર નિગ્રહ રાખનારાઓમાં શ્રેષ્ઠ તેણે દ૭ (સન્યાસીને પવિત્ર દશ૩) પર અવલંબન કરી વિષય મોક્ષમાર્ગ પર પ્રયાણ કરતાં ચોથા આશ્રમમાં પ્રવેશ કર્યો. (૧૮) ત્રણ પવિત્ર અગ્નિની પ્રભા વાળા, શિવ, વિષ્ણુ અને બ્રહ્માના મહિમાવાળા અને ગંગા નદીના પ્રવાહ જેટલા શુદ્ધ તેના ત્રણ પુત્ર વિજય પામો. (૧૯) તેને એક પુત્ર ભગવાન અને પુરૂષોત્તમ, નામથી, શ્રી વડે, દ્વિજ પતિની ખ્યાતિથી સમાન હતા. ભિન્નતા ફક્ત એટલી જ હતી કે ભગવાનના મુખારવિંદમાં બ્રાહ્મીની સ્થિતિ હતી, જ્યારે પુરૂષોત્તમના નાભિ કમળમાં બ્રાહ્મીની સ્થિતિ હતી. (૨૦) સુમતિવાળા જનોન ક્રીડાગાર, ગંગાસ્નાનથી પાપને નાશ કરનાર અને સાંગ વેદ મોઢે જાણનાર તેને કનિષ્ઠ પુત્ર મલહાણુ હતું, જેણે ભાગ્યની સીડીથી મહિમાની એટલે હેટાઈની ટચે ચઢતા હોય એમ રાજાની સભામાં પોતાના યોગના જ્ઞાનથી ખ્યાતિ મેળવી અને જે છ પ્રકારના ન્યાસમાં પ્રવીણ હતે. (૨૧) તેને વચલે પુત્ર નાનાકભૂતિ નામે હતો, જે લક્ષ્મીના લાડકવાયો છતાં સંદર ગુણવાળો અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતા, અને પ્રાચીન સંસ્કવિઓથી કરાએલા વ્યયને અંગે ઉદભવેલા તાપની શાન્તિ માટે વાદેવતા જેના મુખરૂપી ચંદ્રમા પર અવલખન કરીને રહી હતી. (૨૨) તેને, પોતાના બીજા અંગ જેવી, દેહમાંથી બહાર નીકળીને ફરતા પિતાના પ્રાણુ, સમાન પિતા અને પતિનાં વિમળ ઉભય કુળના અલંકાર રૂ૫, અને વિકસતા ઉષાના પદ્મ જેવી મધુર વદનવાળી લક્ષ્મી નામે પત્ની હતી. (૨૩) નયમાં નિપુણ, પ્રખ્યાત ગુણવાળે, જિતેન્દ્રિય, અને ઊજજવળ આચરણવાળે, નાગર જ્ઞાતિના અલંકારરૂપ નાનાક કાને મિત્ર નથી ? (૨૪) શ્રુતિ અને સમૃતિમાં નિપુણ જનમંડલના ભૂષણરુપ કાતંત્ર( વ્યાકરણ)માં મતિને સ્નાન કરાવનાર, છમાં અસ્પર્ધિત, નાટકમાં નિપુણ અલંકારશાસ્ત્રમાં પ્રવીણુ, અને શ્રી રામાયણ અને મહાભારતની કથાના અમૃતસાગરની પાર પહોંચે કવિત્વકેલિમાં રસિક, ત્રણે વર્ણને અગ્રણી એ તેની સ્તુતી કેણુ નહીં કરે ? (૨૫) આ ત્રિપુરારિ(શિવના )પુરમાં પોતે બંધાવેલી મોટાં શોભતાં ગ્રહેવાળી બ્રાપુરીમાં વિમલ ગુણેને જાણનારા વિશ્વલ (વીસલ) રાજાએ આ સાધુપુરૂષને (નાનાકને ખુશી થઈને એક હવેલી (મહેલ) આપી. (૨૬) જે (નાના) સોમેશને નિત્ય અક્ષતની પૂજાથી પ્રસન્ન કરતે, અને વીસલ નૃપે તેને આપેલા બગસરા ગામને સફલતાથી ઉપભોગ કરતે હતે. { લાપી તેની પત્નિનું નામ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy