SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાંતર ગજાનનના જય હૈા ! સરસ્વતીના સાગર સાથે સંગમસ્થાનની અધિષ્ઠાત્રીઓને પશુ નમ કાર હશે ! (૧) સામેશના લિંગમાં સ્પષ્ટ પ્રકટતી બુદ્ધિની અવર્ણનીય પ્રભા, જેને આંખનું તેજ જોઈ શકતું નથી, જેને માટે વાણી મૌન રહે છે, જેના વિચારથી મન મેહં પામે છે અને જે તર્કના પંથમાં પણ આવતી નથી પણ જે નિરંતર ભક્તિ અને યોગથી સુલભ છે તેની અમે સ્તુતિ કરીએ છીએ. on (૨) જેની મૂર્તિ માણસ અને હાથી જેવી છે તે અતુલ ધ્રુવ, જે સિદ્ધિના વિલાસ ગિરિ છે, જે તંતુશળનાં કિરણેામાંથી નીકળતી વેલી જે સૂંઠથી આષિત છે, જે સિન્દૂરથી - ખાને આનન્દ આપે છે, અને જે મદ ઝરે છે, તે તમને આશિષ અર્પી. (૩) જેના તીર પર પરમ ક્ષમાવાળા સન્તા નિત્ય અક્ષમાલા વડે મંત્ર જપે છે તે સર" સ્વતીના સાગર સાથે સંગમનાં પક્ષિઓને આનન્દ આપતાં જળ તમારૂં પાપ હોા. (૪) શિવ, વિષ્ણુ અને બ્રહ્માની સ્તુતિથી સંતુષ્ટ થઈ, સર્વે નદીના પ્રતાપ જેવા ઔર્વને વાક્ષાશબંધનમાં સમુદ્ર મધ્યે કંપતા અઁધીવાન કરનાર સરસ્વતી તમને સર્વ ઉન્નતિ અપે. (૫) જે ઘન જેવી શ્યામ પ્રભાને લીધે પૂજનીય છે અને જે અંકમાં સુવર્ણ જેવી ચળ તી કાન્તિવાળી વિદ્યુત સમાન દેવી લક્ષ્મીને ધારણ કરે છે, એ ( વિષ્ણુ )Àા ત્રિવિધ તાપ દૂર કરવા માટે અમે આશ્રય લઇએ છીએ. ( ૬ ) નય અને વિક્રમનું એક જ સ્થાન, માલવાના નૃપ પાસે ત્યાગ કરાવી અને તેની પાસેથી પ્રાપ્ત કરેલી કીર્તિ વડે ખેતીની માલા પેઠે પેાતાની પ્રિયતમા પૃથ્વીને આભૂષિત કરનાર આ વીસલ નૃપનું રૂપ સરસ્વતીની આ પવિત્ર ભૂમિને આભૂષણ થાઓ. (૭) ત્રણુ યજ્ઞાના ધુમથી પવિત્ર બનેલા આકાશવાળું, સદા વેદેાચારના ધ્વનિથી ગાજતું આ મનાહર તીર્થસ્થાન જે ‘ નગર ’ કહેવાય છે એ ખરેખર અનશ્વર છે; વળી, તે સ્થાન સજ્જ નાનાં સંમેલનથી, ધર્મના પ્રેમથી, અને જેિન્દ્ર એટલે નાગર બ્રાહ્મણેાની સમૃદ્ધિને લીધે, અંબિકાથી સેવાયેલા, નન્તિમાં પ્રેમવાળા, અને લલાટપર ચંદ્રની કાન્તિથી શાલતા, ફણીન્દ્રના ભૂષણવાળા શ્રી શિવનું નિવાસસ્થાન છે, એમ સ્પષ્ટ ભાસ કરાવે છે. ( ૮ ) તેની પાસે, મંત્રીશ્વરના કાર્યથી પ્રસન્ન થઈ, ચૌલુકય નૃપે તેમને દીધેલું શુજા નામનું ગામ વૈજવાપ કુલના માણસેાની માલિકીનું છે. (૯) તે સ્થળમાં ઉજ્જવળ કાપિલ ગેાત્રમાં દ્વિજોના મુઢ મણિ સામેન્ધર જન્મ્યા હતા. તેની ચરણપૂજા કરીને વેદવાણીમાં કેટલા ભાગ્યવન્ત માણસેાએ નિપુણતા નથી પ્રાપ્ત કરી ? (૧૦) સૂર્યની સ્રી પ્રભા જેવી અને ચંદ્રની જ્યેાના સમાન અજ્ઞાન અને ક્રોધથી મુક્ત એવી તેને સીતા નામની પત્ની હતી. યજ્ઞના શાસ્ત્રમાં નિપુણુ, વિષ્ણુ સરખા, અને પ્રબળ ( ૧૨ ) ગુણાના સાગર રૂપ તેને અનેક ગુણાથી અલંકૃત થન્મેલી ‘સજ્જની’ નામની ગૃહિણી હતી, જે સર્વકાલ પોતાના પતિના પાદનખરૂપી દર્પણમાં સુખ જોયા કરતી હતી, ( ૧૧ ) તેનાથી આમઢ નામના કલિની અસર વિનાના પુત્ર ઉત્પન્ન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy