________________
સવણે
गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં કહ્યું છે કે ઇંદ્ર ૩ જા એ એકલાએ ગુર્જર રાજાને હરાવ્યું હતું, તે કદાચ તેઓને એ પ્રાંત મેળવવાનો બીજો પ્રયત્ન હશે. ત્યાર બાદ કર્ક અથવા કકક ૨ જા જેને સુ વર્ષ ૧ લે પણ કહ્યો છે તે અને ઇંદ્ર ૩ જુને પુત્ર લાગેશ્વર આવે છે. ડે, બુલ્ડરે બતાવ્યું છે તેમ કર્ક ૨ જે તથા ગોવિંદ ૪ , તેને ન્હાને ભાઈ, મહારાજાઓ નહીં પણ રાષ્ટ્રકટ રાજાના સામંત હતા. આ મતને આગળનાં શ્લોક ઉપરથી પણ પુષ્ટિ મળે છે. ગોવિંદ ૩ જાને માલવાનો રાજા નયાની હકીક્ત વાણિ અને રાધનપુરનાં પતરાંઓમાં પણ આપી છે. ડે. બુલ્ડર કહે છે કે, આ ઢોખમાં આપેલા ઉંદ ૩ જાના વર્ણન ઉપરથી જણાય છે કે તે લખાયે તે વખતે એટલે શક છ૩૪ માં તે મૃત્યુ પામ્યા હતા. પરંતુ કયી હકીકત ઉપરથી આ અનુમાન તેઓ કરે છે તે હું જાણી શકતું નથી. અને વાસ્તવિક રીતે આમ નહોતું. કારણ કે મી. રાઈસે પ્રસિદ્ધ કરેલાં દંબનાં દાનપત્રો ઉપરથી જણાય છે કે શક ૭૩પ ના જયેષ્ઠ શુકલપક્ષ ૧૦ ને દિવસે તે જીવતે હતું અને હવે પછી પ્રસિદ્ધ કરવાને છું, તે બીજે લેખ બતાવી આપશે કે તેને પુત્ર અને ઉત્તરાધિકારી અમેઘવર્ષ ૧ લો શક ૭૩૬–૭ માં તેના પછી ગાદીએ આવ્યું હતું, એટલે તે પિતે એ તારીખ સુધી જીવતે હતો.
આ દાનપત્ર કર્ક ર જાના સમયનું છે, અને સિદ્ધશામીમાંથી અપાયું છે. તેમાં તારીખ, શક ૭૩૪ (ઈ. સ. ૮૧૨-૩) ના વૈશાખની પૂર્ણિમા છે. ભાનુ અથવા ભાનુભટ્ટ નામના બ્રાહ્મણને અકેક ૮૪ ગામમાં વડપદ્રક ગ્રામનું દાન આપ્યાનું લખ્યું છે. ડો. બુહર અંકેટ્ટક અને જમ્મુવાવિકા જે વટપદ્રકની સીમામાં આપ્યાં છે એ વડોદરાની દક્ષિણે પાંચ છ માઈલ ઉપર આવેલાં હાલનાં અંકૂટ અને જામ્બવા હેવાનું કહે છે. બીજા સ્થળે ઓળખવાં બાકી છે.
પંક્તિ ૭૦-૭૪ માં તાજા કલમ છે. તેમાં કહ્યું છે કે, આજ ગામ પહેલાંના રાજાએ અકેદકના ચતુર્વેદીઓના મંડળને આપ્યું હતું–તેમાં કઈ દુષ્ટ રાજા અગર રાજાઓએ દખલગિરિ કરી હતી અને કર્ક ૨ જાએ વિદ્વાન બ્રાહ્મણ તરીકે ભાનુભટ્ટને પસંદ કરી તેને ફરીથી તે આપ્યું હતું.
૧ ઇ. એ. જે. ૧૨ પા. ૧૬ ડે. કલીટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com