________________
નં. ૧૨૩ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનું દાનપત્ર
શક સં. ૭૩૪ ( ઇ. સ. ૮૧૨-૧૩) વૈશાખ સુદ ૧૫ : આ લેખ મૂળ મી. એચ. ટી. પ્રિન્સેપે જ. બ. . . ૮ પા. ૨૯૨ માં પ્રસિદ્ધ કર્યો હતે. બ્રિટિશ મ્યુઝીયમના અસલ પતરા ઉપરથી હું એ ફરીથી પ્રસિદ્ધ કરું . મી. પ્રિન્સેપને તે પતરાં મી. ડબ્લયુ. પી. ગ્રાંટે આપ્યાં હતાં, અને તેમને વડોદરાના બેનીરામ” પાસેથી મળ્યાં હતાં. • બેનીરામ” તે પતરાંઓની શેધ વિષે એવી હકીકત આપે છે કે, વડેદરા શહેરમાં એક ઘરને પાયે ખેદાને હતો તેમાંથી તે મળ્યાં હતાં.
આ ત્રણ પતરાં છે, તે દરેક લગભગ ૧૧” લાંબું અને છેડે ૮ પહોળું છે, તથા મધ્યમાં ૭” પિહેલું છે. લેખના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા હતા. લેખ એકંદરે સુરક્ષિત અને સુવાચ્ય છે. આ દાનપત્રને બે કડીઓ છે. ડાબી બાજુની કડી સાદી અને આશરે ” જાડી અને ૩ વ્યાસની છે. જમણી બાજુની કડી રૂ” જાડી અને ગોળાકાર નહીં, પણ વાંકીચૂંકી છે. આ કડી ઉપરની મુદ્રા ગેળ અને ૧” વ્યાસની છે. તેની મધ્યમાં ” વ્યાસની નાની ઉપસાવેલી જગ્યા છે, તેના ઉપર શિવની મૂર્તિ-રિવાજ મુજબ) તથા તે નીચે અપષ્ટ અક્ષરે છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે.
આ લેખમાં વંશાવલી ગોવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પુત્ર કર્કને ચેષ્ટ પુત્ર ઇન્દ્ર ૨ જે આયે નથી. તેના નાના પુત્ર કૃષ્ણ ૧ લા એ તેના સંબંધીઓને કાઢી મૂકયાનું કહ્યું છે. તેણે ચૌલુક સાથે લઢાઈ કરી હતી. તેણે એલાપુરના ડુંગર અથવા ડુંગરી કિલ્લામાં પોતાનું થાણું નાંખ્યું હતું. આ સ્થળ ઓળખાયું નથી. પણ હું ધારું છું કે તે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કાનારા ડિસ્ટ્રિકટનું એલાપુર હોવું જોઈએ. ડે. બર્જેસે આ સ્થળને ઔરંપાબાદ ડિસ્ટ્રિકટમાં દૌલતાબાદ પાસે આવેલા હાલના એલૂશ, જ્યાં આવાં પ્રખ્યાત શિલ્પકળાનાં ખંડેરો છે તે ગામ તરીકે ઓળખાવે છે.
ગેવિંદ ૨ જે અને તેને પુત્ર કૃષ્ણ ૧ લો અને વિષે કઈ પણ કહ્યા સિવાય લેખમાં તેના બીજા પુત્ર ધ્રુવ અને એના બેમાંથી મોટા પુત્ર ગોવિંદ ૩ જાની હકીકત આવે છે. તેમાં કહ્યું છે કે શેવિંદ ૩ જાએ દૂરના દેશો તથા ગંગા અને યમુનાના પ્રદેશે જિત્યા હતા.
અહિં સુધી લેખમાં ગોવિંદ ૩ જા સુધી મુખ્ય વંશો આપ્યા છે. ત્યાર પછી ગોવિંદ ૩ જાના નાના બંધુ ઈંદ્ર ૩ જાના નામથી તે વંશનો ગુજરાતને વિભાગ શરૂ થાય છે. તે ગેવટે આપેલા લાટના રાજાના પ્રાંત અધિકાર ધારણ કરે છે. બુલ્હરે જણાવ્યું છે કે “લાટ એ મહી અને કાંકણુ વચ્ચેનો પ્રદેશ, જેને હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત કહેવાય છે તે છે. ” તેણે એ પણ બતાવ્યું છે કે ગેવિંદ ૩ જાએ લાટ થોડા સમય પહેલાં જ જિત્યો હતે. ગોવિંદ ૩ જાએ ગુર્જર રાજાને જિત્યાની હકીકત વાણિનાં શક ૭ર૮ ના વ્યાસ સંવત્સર ના વૈશાખની પૂર્ણિમાના દાનપત્રમાં આપી નથી, જ્યારે તે રાધનપુરના શક ૭૨૯ ના સર્વજિત સંવત્સરના શ્રાવણની પૂર્ણિમાના લેખમાં આપી છે. આથી અનુમાન થઈ શકે છે કે ગોવિંદ ૩ જાએ ગુજેરે, જેનો અર્થ ડે. બુલ્ડર અણહિલવાડના ચાપોત્કટે અથવા ચાવડાઓ કરે છે, તેને આ બે તારી વચ્ચેના સમયમાં જિત્યા હતા, અને તેઓને બહાર લાટ પ્રદેશ જોડી દીધું હતું એટેલે કે આ લેખની તારીખ પહેલાં પાંચ વર્ષે આમ બન્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com