________________
पातना ऐतिहासिक लेख ચડ પ્રતાપવાળા નિત્ય ઉદય પામતા સૂર્ય સમાન ગોવિંદરાજ પુત્ર ઉદુભા . યદુકુળ મધુરિપુ ના જન્મથી અજિત બન્યું તેમ તે ગુર્થ સ્થાનના જન્મથી શ્રી રાષ્ટ્રકૂટ કુલ ( અન્વય) દુમનેથી અજિત બન્યું. શત્રુઓને સ્પષ્ટ રીતે પોતાના અનુચરે જેવા જ કર્યા કારણ કે શત્રુઓને મારથી હાંકી કાઢીને દેશની આશા (હદ) બનાવી અને તેમને અન્ન, આભૂષણેને ત્યાગ કરાવ્યું, જ્યારે અનુચને, ઔદાર્યથી, અભિલાષની હદ બતાવીને ઉન્મત્ત બનાવ્યા અને મોતીના હારથી આભૂષિત કર્યા. [ કૃષ્ણ સમાન ત્રિભુવનને આપદ્દમાં રક્ષે તેવી શક્તિવાળું તેનું દૈવી રૂપ જઈ તેને પિતા તેને પૃથ્વી પર સંપૂર્ણ સત્તા અપતે હતો ત્યારે ] તેણે તેના પિતાને આ યકત વાણી કહીઃ “પિતા ! આ તમારે આધીન છે. ઉલ્લંઘન ન કરાય તેવી આજ્ઞા જેવો આ તમારા આપેલો કઠિક8 ( હાર) મે નથી લીધો ? ” અને જ્યારે તેના આ પિતા સ્વર્ગવાસી થયા અને અહીં ફકત તેમની કીર્તિ જ રહી ત્યારે તેણે એકલાએ, અતિ વિખ્યાત પ્રતાપથી, પૃથ્વી પ્રલય કરનાર અતિ ઉષ્ણતા પ્રસરત અગ્નિ બાર (૧૨) સૂર્યનું તેજ હરે છે તેમ પૃથ્વીને નાશ કરવા તત્પર ભેગા મળેલા બાર (૧૨) પ્રસિદ્ધ નૃપોનું તેજ સત્વર હરી લીધું. અતિદયાથી લાંબી કેદમાંથી મુક્ત કરી, તેના પિતાના દેશમાં પાછો મેલેલે ગંગ જ્યારે અતિ મદથી તેના હામે થયે ત્યારે તેની ભવ્ય ભ્રમમાંથી ક્રોધ જણાય તે કરતાં પણ ટૂંક સમયમાં, તેણે બાણના વિક્ષેપ વરસાદ)થી તેને સત્વર પરાજય કરી ફરીથી કેદ કર્યો. નયપરાયણ માલવાના નાયકે તેની સંપદ તેના ચરણને નમન કરવા ઉપર પૂર્ણ આધારી છે તેમ દૂરથી જેઈ કરની અંજલિ કરી (બે હાથ જેડી) નમન કર્યું. કયે અપશકિતવાળે પ્રજ્ઞજન, બલવાન પુરૂષ સાથે સ્પર્ધાના કિનારા પર પ્રવેશ કરે ? કારણ કે રાજનીતિ (નય) ના અધ્યયનનું ફલ, અધિકતા પોતાની કે પિતાના શત્રુની છે તે જાણવાની શકિત છે. વિંધ્યાદ્રિના ઢળાવ પર તેણે છાવણું નાંખી છે એવું તે પાસેથી સાંભળી અને પિતાના દેશમાં આવી પહોંચ્યું છે તેમ માની ભયભીત બનેલો મારાશર્વ રાજા તેની ઈચ્છાને અનુકૂળ કુલધનથી તેને સદ્ભાવ પ્રાપ્ત કરવા માટે તેમ જ તેના ચરણની નમનથી પૂજા કરવા સત્વર ગયો. ઘનઘોર વાદળથી આવૃત્ત થએલા આકાશવાળી વર્ષા ઋતુ શ્રી ભવનમાં ગાળી, તે ત્યાંથી સેના સહિત તુંગભદ્રાને તીરે ગયે. અને ત્યાં રહી તેણે કે જેને બાણેના વરસાદ વડે શત્રુઓ નમતા તેણે પોતાના કરમાં હેવા છતાં પલ્લવલેકેની સર્વ લક્ષમીનું અદભુત રીતે હરણ કર્યું. તેને નમન કરવા જોડેલી અંજલિથી શોભતા લલાટવાળા શત્રુઓએ, “ ભય રાખશે નહીં ” એ તેની વાણું, જે સત્યપણુથી તેની કીર્તિનું પાલન કરતી, તેનાથી જેટલા શેભતા તેટલા તેમણે (શત્રુઓએ) આપેલાં ઘણાં કિમતી રત્નોના ઢગથી પણ નહીં શોભતા તેના ચરણને આશ્રય લીધે.
(પંક્તિ ૩૨) પવન અથવા તિ જેવું જીવિત ચંચલ અને અસાર જાણીને તેણે એક બ્રાહ્મણને પરમપુણ્ય ભૂમિદાન આપ્યું.
(પંક્તિ ૩૩) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીધારાવર્ષદેવને પાાદાનુધ્યાત ૫. મ. ૫ શ્રી પ્રભુતવર્ષ દેવ, પૃથ્વીવલ્લભ શ્રી ગોવિંદરાજ દેવ, કુશલ હાલતમાં, રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુકતક, નિયુકતક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ પ્રમાણે જાહેર કરે છે –
૧ વિષ્ણુ અથવા કૃષ્ણ ૨ જુઓ ઉપર નોટ ૨ પ. ૧૧ મે ૩ યુવરાજની પદવીના ચિહ્નરૂપ આ “કઠિ” હતો, એ ડ: બ્યુહરની સૂચના સાચી જણાય છે. એક અપ્રસિદ્ધ પૂર્વ ચાલુક્ય દાનપત્રમાં નીચેને ફરો આવે છે કે–તકુતં બિયદિત્ય ઝિપટ્ટનમમ ૪ વિક્ષેપને અર્થ ડે, બ્યુહરની સૂચના પ્રમાણે કર્યો છે અને એ અર્થ વ્યાજબી છે કારણ કે “ વિષે ” ના અર્થે જવું' મોલવું” “છોડવું” પાથરવું, વિગેરે થાય છે. અને વિ1િ નો અર્થ “ બાણ છોડવું એવો થાય છે. પરંતુ , બુલહર દર્શાવ્યા પ્રમાણે કદાચ વિક્ષેપને કોઈ પારિભાષિક અર્થ થતો હોય છે જે પારિભાષિક અર્થ હજી સુધી નકકી થયેલો નથી; કારણ કે ગુજર દાનપમાં વિક્ષેપ અન્ય દાનપાના જ “ ” ને બદલે વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com