________________
गोविंद ३ जानां वणीनां ताम्रपत्रो (પં. ૩૭) તમને જાહેર થાઓ કે મયુરખડી શહેરમાં વાસ કરીને, આ લોક અને પરલકમાં મારા અને મારાં માતપિતાના પુણ્ય યશ માટે શકરાજાના સમય પછી ૭૩૦ વર્ષ પછી, વ્યય સંવત્સરમાં, વિશાખની પૂર્ણિમાને દિને ચંદ્રગ્રહણ વખતે નાયિકદેશના વટનગરવિષયમાં અમ્બકગ્રામ જેની સીમા –
પૂર્વ વડવુર ગામ, દક્ષિણે વારિખેડ ગામ, પશ્ચિમે પલ્લિતવાડ ગામ અને પુલિના નદી, અને ઉત્તરે પદ્મનાલ ગામ–
આ સીમાવાળું ગામ, ઉદ્રક સહિત, ઉપરિક સહિત, દંડ અને દશ અપરાધની સત્તા સાહત, ભૂતેપાર પ્રત્યાય સહિત, વેઠ કરાવવાના હકક સહિત, અન્ન સુર્વણની આવક સહિત, સૈનિકના પ્રવેશમુકત, રાજપુરૂષોની દખલગિરિ સિવાય ચંદ્ર, સૂરજ, સાગર, પૃથવી, નદીઓ અને પર્વતો. ના અસ્તિત્વ કાળ સુધી પુત્રો અને વંશજોના ઉપગ માટે, બ્રાહ્મણે અને દેને કરેલા પૂર્વેનાં દાન વયૅ કરી, અભ્યત્તરસિદ્ધિના નિયમાનુસાર અને ભૂમિછિદ્રન્યાય પ્રમાણે, આજે સ્નાન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે દ્વિવેદી દામોદરના પુત્ર ચતુર્વેદી દાદર ભટ્ટને અને વેંગિ શહેરના નિવાસી, ત્યાંના ચતુર્વેદી મંડલના, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય શાખાના બ્રહ્મચારી વિષ્ણુભઠ્ઠના પૌત્રોને, મેં પાણીના અર્થ સાથે આપ્યું છે.
(પં. ૩૪) આથી જ્યારે તે બ્રહાદાય પ્રમાણે આ ગામને ઉપભેગ કરે, કરાવે, ખેતી કરે, અથવા બીજાને સેપે ત્યારે કેઈએ લેશમાત્ર પણ પ્રતિબંધ કરવો નહીં. આ મારા દાનને પિતે દાન કર્યું હોય તેમ ભાવિ પવિત્ર નૃપોએ અમારા વંશના કે અન્ય હોય તેમણે, ભૂમિદાનનું ફલ દાન કરનારને અને તેની રક્ષા કરનાર સર્વેને સામાન્ય છે અને શ્રી વિદ્યુત જેવી ચંચલ અને અનિત્ય (નાશવંત) અને જીવિત તૃણના અગ્રજલાબદુ જેવું ચંચલ છે તેમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું.
અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થએલા ચિત્તથી આ દાન જપ્ત કરે અથવા તેમાં અનુમતિ આપે તે પંચમહાપાપ અને અન્ય અલ્પ પાપના દોષવાળો થશે. - (પ. ૫૪) વેદક્ત વ્યાસે કહ્યું છે કે–દાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વાસ કરે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જે વર્ષ નરકમાં વસે છે. રામભદ્ર ફરી ફરી ભાવિ નૃપને તેની યાચના આમ કરે છે– “નૃપનાં પુણ્ય કર્મને સેતુ સર્વદા તમારે રક્ષ જોઈએ” અને નિર્મલ ચિત્તવાળા અને આત્મલાભના વિચારવાળા જાએ, શ્રી અને જીવિત કમળપત્ર પરના જલબિંદુ જેવું ચંચલ માનીને શું અન્ય જનેને યશ પણ ન રક્ષ જોઈએ ?
(૫. ૬૧) દાનપત્રને લેખક વત્સરાજને પુત્ર શ્રી અરૂણાદિત્યઃ દૂતક-વિરામ.
૧ અન્ય લેખમાં આ નામ કોલહાપુર ઉ૫ર ૫નાલ નામના પર્વતને સંસ્કૃત નામ તરીકે વપરાયું છે પરંતુ આ લેખમાં તે સ્થળ ધારવામાં આવી શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com