________________
४८
गुजरातना ऐतिहासिक लेख પાસે પૂર્વમાં એક જૂને કુ તથા જમીનમાં ખાડે, જે એક હાના તળાવને અવશેષ જે જણાય છે તે છે. ગામની પશ્ચિમે સીગાળ અથવા શીગામ, દાનપત્રનું સીહુગ્રામ છે; નૈરૂત્ય દિશામાં જામડિ ગામ જે સામડી પણ કહેવાય છે તે જમાને મળતું આવે છે, અને ઉત્તરે ગાલેલનાં ખંડેરો (ટોમેટિકલ નકશામાં ભૂલમાં ગલેલ કહ્યું છે ) છે–તે આપણું દાનપત્રમાં ગેલિઆવલિ કહ્યું છે. છીરકતું મળી શકતું નથી. તેને માટે કહેલી જગ્યામાં સેલેપુર સગરી છે. દાનપત્રમાં કહેલા જૂના રસ્તાઓ, અગર તેને બદલે કરેલા બીજા (કારણ દરેક ચેમાસામાં તે તદન ધોવાઈ જાય છે ) હજી મોજુદ છે, અને શાસનમાં મંદિરને દાનમાં આપેલાં ક્ષેત્રની સીમા શાધવી મુશ્કેલ નથી. ગેલેલ જે છેડી લેકે દેગામ વસ્યા છે તેમાં અને કાવી, ઉણાદ અને બીજાં ચાર ગામોમાં ખાસ વિશેષ પ્રકારની બાંઘણીની ઇંટની વાવના અવ. શેષ છે. આ ઈમારતે જેની વિશેષ નિશાનીઓ આગળની બેવડી ભીતે અને તેના ઉપર લડતા સિહા, હાથીએ, મયૂરે વિગેરેની ચૂનાની આકૃતિએ છે, તે ગામડાંઓની પૂર્વની મહત્તા સાબીત કરે છે. લોકો કહે છે કે તે રાજા મૂજ અથવા મુંજે બંધાવી છે. આ પ્રદેશ પ્રાચીન મંદિર, લિડે, અને મૂર્તિઓથી ભરેલું છે, અને હું ધારું છે કે આપણું આર્કિઓલેજીકલ સર્વેયરને તે પ્રદેશમાં મુલાકાતને બદલે જરૂર મળશે.
જયભટનાં દાનપત્ર ઉપરથી એ પણ જણાય છે કે, મહી સુધી આખો કાંઠાને પ્રદેશ ગુર્જર રાજાઓના તાબામાં હતું, અને જેવી રીતે દક્ષિણ અંકલેશ્વર અગર અકુરેશ્વર વિષયમાં અંકલેશ્વર તાલુકા અને પિટા મહાલ હોટ ( હંસપક ) આવી જતા હતા, તેવી રીતે ભરૂકચ્છ વિષયમાં ભરૂચ, વાગ્રા, આમેદ, અને જંબુસર તાલુકાના બનેલા ભરૂચ જીલાને ઉત્તરતરફને ભાગ આવી જતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com