________________
गुजरातना ऐतिहासिक लेख નથી એ શોચનીય છે. હું માનું છું કે, તે ગાયકવાડી પ્રદેશમાં આવ્યાં હતાં. દાનપત્રના લેખક અધિકારી માધવ ભટ્ટનું નામ કંઈક ઉપયોગી છે. કારણ કે, ઈલાઓનાં દાનપત્રને લેખક માધવને પુત્ર રેવ હતા. આપણું પતરાંમાં માધવનું નામ આવે છે એ તેનાં ખરાપણાની મજબૂત સાબીતી છે.
છેવટે જયભટનાં કાવીનાં પતરાં ઉપરના લેખ ઉપરની નેધમાં મેં જે કહ્યું છે તે ફરીથી અહિ કહીશ, કે- ઉમેટાનું શાસન બહુ ઉપયોગી છે, કારણ કે, ધરસેન ૨ જાનું કહેવાતું વલભીનું બનાવી કાઢેલું એક દાનપત્ર આ મૂળ ઉપરથી કર્યું છે. આ બનાવટી દાનપત્ર બૅબે ખેંચ રયલ એશિયાટિક સોસાયટીની માલિકીનું છે, અને તેની પહેલી નોંધ ડે. ભાઉ દાજીએ લીધી હતી. હું ફક્ત એક વાર થોડી મિનિટ માટે તે મેળવી શકો છું. પરંતુ પહેલી જ નજરે મને ખાત્રી થઈ કે તે ઉમેટાના દાનપત્રની ખરેખર નકલ હતી અને રાજાઓનાં નામે સિવાય તેમાં કંઈ પણ ફેરફાર કર્યો જણાતે નડે. લિપિ પણ વલભી નહીં, પણ ગુર્જર છે. આ બનાવટી દાનપત્ર કદાચ પ્રાચીન હશે, એટલે વલભીનાં પતરાંઓનાં સનની શરૂવાતની તારીખ નકકી કરવામાં તે ઉપયોગી થાય. કારણ કે, બનાવી કાઢનારે એવા રાજાનું નામ પસંદ કર્યું હતું કે જેને સમય ખરા દાતાના સમયથી બહુ દૂર ન હોય, એવું માની શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com