________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર સંવત ૧૨૦૯ મહાવદિ ૧૪ શનિવારે આજે ... ... ... રાજાધિરાજ શ્રીમાન કુમાર પાલદેવના વિજયશી રાજ્યમાં જે સર્વ નૃપને પરાજય કર્યો છે .. ... ... પાર્વતિના સ્વામી શંકરના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પિતાના મહાન પ્રભાવથી ... જ્યારે શ્રીમહાદેવ શ્રીશ્રીકરણ આદિ કાર્યો કરતે .. શ્રી કીરાત, લાટ, હદ, પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત કરેલાં .. મહારાજશ્રી આલનદેવ શિવરાત્રિ ચતુર્દેશિના પવિત્ર દિને (શિવની મન માનીતી રાત્રિએ) ..
(તેના) યશની મહા વૃદ્ધિ અર્થે પ્રાણીઓનાં જીવિતનું અભયદાન આપ્યું . . . સર્વ કારભારીઓને તેને મહિમા સમજાવી ... ... બન્ને પક્ષની (પખવાડીઆની) અષ્ટમી, એકાદશી, ચતુર્દશીને દિને .. .. અને આ તિથિઓએ ત્રણ શહેરમાં પણ .. .. જે કઈ પશુને વધ કરી અથવા વધ કરાવી આજ્ઞાનું ઉલંઘન કરે તેને મારી નાંખો જઈએ .. » સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વકાળ સુધી કોઈ એ આ આજ્ઞાને લેપ કર નહીં ... પછી બીજા હિતાર્થે ... ... અન્ય સર્વ પ્રાણીઓના પ્રાણને માન આપવાની આ રૂઢિ અનુસરવી જોઈએ . . ફળ સમય જતાં નાશ પામે છે. (પણ) આ અભયદાન કર્દિ પણ નાશ પામશે નહીં ... ... આ સહસ્ત્ર બ્રાહાણેને પણ નહીં તેવા આ પિતાનાથી થયેલા અભય દાન .. .. કઈ મહા પાપી કેઈ પશુને વધ કરે તે તેને ૫ (પાંચ) દ્રમ્મ દંડ કર ... . કહે છે. રાજવંશને પુરુષ એક કમ આપશે. આ (ખંજરની નિશાની) મહારાજ શ્રી આલણદેવના સ્વહસ્ત છે. ... ... (તેને) પુત્ર મહારાજશ્રી કેહણદેવ પણ તે જ મતને છે. તેને પુત્ર મહારાજ .. ... મહાસાંધિવિગ્રહિક ઠકર ખેલાદિત્યથી આ લખાયું છે. શ્રીનલપુરનિવાસી, પ્રાવાટ વંશમાં જન્મેલા શ્રાવક શુભંકરના અખિલ જગમાં ધાર્મિકતા માટે વિખ્યાત અને દયાળુ પુત્ર પુતિગ અને શાલિગથી આ પ્રાણીઓનું અભયદાન જાહેર થયું છે. ગજાઈલથી આ શાસન કરાયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com