________________
નં. ૧૧૦ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્ર*
૨. સં. ૩૮૫ કા. સુ. ૧૫ દ૬ ૨ જાનાં ખેડાનાં દાનપત્રોની છે. ડેસનની પ્રતિકૃતિઓમાંની બીજી પ્રતિકૃતિમાં બે પતરાં છે. તે દરેક ૧૦” લાંબું અને ૭ પહેલું છે. પતરાંના કાંઠા લખાણના રક્ષણ માટે જાડા અગર વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે, અને એકંદરે લખાણું સુવાચ્ય છે. લખાણની શુદ્ધિ સંબંધમાં નં- ૧૦૯ ના લેખ ઉપર આપેલી ટીકા લાગુ પડે છે. પતરાંઓ ઉપર બે કડી માટે કાણું છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી દેખાય છે. તે લગભગ ફ” જાડી છે, અને વલભીનાં દાનપત્રોની કડી જેવી બેડોળ છે. કડી ઉપરની મુદ્રા લગભગ ગોળ છે. તેને વ્યાસ ૧૪” છે. અને તેના ઉપર નં૦ ૧૦૯ ની મુદ્રા જેવી જ ઉપસેલી આકૃતિ છે. તેની નીચે એ જ “ સામન્ત– ” લેખ છે. છેવટ સુધી ભાષા સંરકૃત છે. અને છેક ૩૧ મી પંક્તિ સુધી લેખ નં. ૧૦૯ ના લેખને અક્ષરશઃ મળતા આવે છે.
લેખ પ્રશાંતરાગના ઉપનામવાળા દર ૨ જાના સમયને છે. તેના ઉપર તિથિ શબ્દ અને અંકમાં લખી છે, તે અવ્યક્ત સંવત ૩૮૫ ના કાર્તિક માસની પૂર્ણિમા છે. ૧૦૦ નં૦ ની માફક આ દાનપત્ર પણ નાંદીપુરિમાંથી આપ્યું છે, અને અક્રૂરેશ્વર પ્રાંત અથવા વિષયમાંના તે જ શિરીષપદ્રક ગામ આપ્યાનું લખ્યું છે. પ્રથમના દાનપત્ર પછી ફક્ત પાંચ વર્ષે આપેલા આ બીજા દાનપત્રનો હેતુ જાણી શકાતા નથી.
પહેલું દાનપત્ર ૪૦ બ્રાહ્મણોને આપ્યું હતું. તેમાંથી ૩૨ નાં નામ આ દાનપત્રમાં ફરીથી આપ્યાં છે. આ દાનપત્રમાં નહિ આપેલાં નામે આ છે - કૌન્ડિન્ય ગોત્રના વાટશર્મા અને મહાદેવ (નં. ૧૦૯ પક્તિ ૩૮-૯) ભારદ્વાજ ગોત્રનો ઈન્દ્રશમ (તેમાં જ પંક્તિ ૪૦ ), ચૌલી ગોત્રના ભદ્ર, વાયુશમાં, દ્રાણવામિ, રૂદ્રાદિત્ય, અને પુર્ણસ્વામિ (તેમાં જ પંક્તિ ૪૧). અને બે નવાં નામ આપ્યાં છે, તે વત્સગોત્રને વાડ (પંક્તિ ૩૭) અને ધૂમ્રાયણ અથવા ધૌમ્રાયણ ગેત્રને ઈદ્રસૂર (, ૪૦ ), આ રીતે પક્તિ ૪૦ માં લખ્યા મુજબ દાન મેળવનારની સંખ્યા ૭૪ થાય છે. નામે નં૧૦૯ની પેઠે ચરણે પ્રમાણે નહીં પણ ગાત્ર પ્રમાણે ગોઠવ્યાં છે, ત્રણ પુરુષેધર, ધાધર, અને બીજે ઈશ્વર–જે નં- ૧૦૯ ની પંક્તિ ૪૦ પ્રમાણે ભરદ્વાજ ગોત્રના લખાયા હતા, તે અહિં (પંકિત ૩૮–૯) લાક્ષમણ્ય ગોત્રના હોવાનું જણાવ્યું છે, અને માfluવિજ્યના પૂર્વ' એ શબ્દ નં૦ ૧૦૯માં પંકિત ૪ર માં આવે છે તે આ દાનપત્રમાં આપ્યા નથી. બીજી બાબતમાં, આ દાનપત્ર નં૦ ૧૦૯માં લખેલાં દાનપત્રના જ માણસને, તેમાં બતાવેલા હેતુ માટે, અને તેમાં બતાવેલી પરિસ્થિતિમાં જ અપાયું હતું.
* ઈ. એ. . ૧૩ પા. ૮૮ જે, એક. કલીટ ૧ ઈ. એ
. ૧૩ પા. ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com