________________
गुजरातना ऐतिहासिक लेख અને પૂર્ણ સ્વામી, આ ચાર ચરણના બ્રાહ્મણને ચતુર્વેદિ વર્ગનું પહેલાં પાલન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે, અને મારાં માતાપિતાના અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અમે આપ્યું છે.
(પંક્તિ ૪૩) આથી અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ, પ્રબળ પવનથી પ્રેરિત ઉદધિના જલતરંગ જે ચંચલ જીવલોક છે, વૈભવ અનિત્ય અને અસાર છે અને ગુણે દીર્ય કાળ સુધી ટકી રહે છે એમ મનમાં રાખીને, ભાગ અને ભૂમિદાનના સામાન્ય ફળની અભિલાષવાળા અને શશી જેવા ઉજજ્વળ ચિરકાળ સુધી રહેતા યશની પ્રાપ્તિની વાંછનાવાળાએ (ભેગપતિઓએ ) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષશું કરવું જોઈએ. અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત ચિત્તવાળો જે આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનમતિ આપશે તે પંચમહાપાપના અને અન્ય નાનાં પાપના દેષી થશે.
(૫. ૪૬) ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે –ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વરસ વાસ કરે છે પણ દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વરસ નરકમાં વસે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યાદ્રિના નિર્જલ વૃક્ષનાં શુષ્ક કેટરમાં વસતા કાળો નાગ જન્મે છે. સગરના સમયથી ભૂમિને બહુ નૃપોએ ઉપગ કર્યો છે જે સમયે જે ભૂપતિ હશે
સમયે તેનું ફળ છે. અહીં પૂર્વ નૃપાએ કરેલાં ધર્મ, શ્રી, અને યશનાં ફળ દેનારાં દાન, ભેગા કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે?
(પ. ૫૦) સંવત્સર ત્રણ અધિક ઍસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રાધિકરણધિકૃત રેવથી લખાયું સંવત્ ૩૦૦ અને ૮૦. કાર્તિક શુ૧૦ અને ૫.
(પંક્તિ પર ) દિનકરના ચરણુની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ સવહસ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com