________________
गुजरातमा ऐतिहासिक लेख
સારાંશ.
૧ પ્રસ્તાવના-વિક્રમ સંવત ૧૦૮૬, કાર્તિક શુદિ ૧૫ ને દિને અણહિલપાટકના મહારાજાધિરાજ ભીમદેવ કચ્છમંડલના ધડહરિકાના દ્વાદશમાં આવેલા મસુરાગ્રામના સમસ્ત રાજપુરૂષ અને નિવાસીઓને નીચેનું દાન જાહેર કરે છે –
૨ દાન લેનાર પુરૂષ-કચ્છમાં આવેલા નવણીસથી આવેલા આચાર્ય મંગલશિવને પુત્ર ભકારક અજપાલ.!
૩ દાન-મસૂરા ગામ, તેની સીમા –
(અ) પૂર્વમાં ધડહડિકા ગામ. (બ) દક્ષિણમાં એકયિકા ગામ. (ક) પશ્ચિમે ઘવડિકા ગામ. (ડ) ઉત્તરે પ્રઝરિકા ગામ.
૪ રાજપુરૂ-દાન લખનાર કાયસ્થ કાંચનનો પુત્ર વટેશ્વર, દ્વતક મહાસાંધિવિગ્રહિક શ્રીચંદ શર્મન.
૧ મી. ડી. ખખ્ખર મને જણાવે છે તે પ્રમાણે ભટ્ટારકના વંશજો હજુ પણ કચ્છમાં આજદિનપયત હૈયાત છે. ૧ આ ગામ અથવા અન્ય દર્શાવેલાંમાંનું કોઈ પણ ગામ નકશાથી જાણી શકાતા નથી. • જુઓ સિંપલ નં. ૧ લું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com