________________
નં. ૧૩૮ મૂલરાજ ૧ લાનાં બાલેરાનાં પતરાં
(વિકમ) સંવત ૧૦૫૧ માઘ સુદિ ૧૫ મી. એચ. એચ. ધ્રુવ અને મુન્શી દેવીપ્રસાદે આ પતરાંની નેંધ લીધેલી છે. જોધપુર સ્ટેટના સાંચાર ડિસ્ટ્રિકટમાં બાલેરાના બ્રાહ્મણ દેવરામના કબજામાં આ પતરાં છે. મી. ડી. આર. ભાંડારકરે મને આપેલી છાપ ઉપરથી હું તે પ્રસિદ્ધ કરું છું.
૭૫” નાં માપનાં બે પતરાં છે અને દરેક એક જ બાજુએ કેતરાએલું છે. તેમાં એકંદરે ૨૧ પંક્તિ લખેલી છે. તેમાંની ૧૦ પંક્તિઓ પહેલા, અને ૧૧ પંક્તિઓ બીજા પતરા ઉપર છે. તથા પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. તેને એક કડી વડે સાથે જોડેલાં છે. મી. ભાંડારકરને આ પતરાં મળ્યાં ત્યારે આ કડી ભાંગી ગયેલી હતી. તેના ઉપર મુદ્દા નહેાતી. - ચૌલુકાની અણહિલવાડ શાખાના સ્થાપનાર મહારાજાધિરાજ મૂલરાજ ૧ લાને આ લેખ છે. મૂલરાજના બીજા બે લેખે પણ જાણમાં છે. જૂનામાં જૂનો લેખ જેના ઉપર ઈ. સ.
૭૪ ના ઓગસ્ટની તા. ૨૪ ને વાર સેમને મળતી વિકમ-સંવત ૧૦૩૦ ના ભાદ્રપદ શુકલ પક્ષ ૫ ની તિથિ લખેલી છે. તેની નોંધ મી. ધ્રુવે લીધેલી છે. બીજે લેખ, ઈ. સ. ૯૮૭ ના જાન્યુઆરીની તા. ૨ વાર રવિને મળતી વિક્રમ સંવત ૧૦૪૩ ના માઘ વદિ ૧૫ ની તિથિનો કડીના છે. આપણે લેખ મૂલરાજનો છેલલામાં છેલ્લો છે. અને તેના ઉપર, ઈ. સ. ૯૯૫ ના જાન્યુઆરીની તા. ૧૯ મી ને વાર શનિ, જે દિવસે હિન્દુસ્તાનમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું તેને લગતી સંવત ૧૦૫૧ ના માઘ શુક્લ પક્ષ ૧૫ મી તિથિના ચંદ્રગ્રહણની તારીખ છે. આમાંના કેઈ પણ લેખમાંથી આપણને મૂલરાજ વિષે બહુ જાણવા જેવી હકીકત મળતી નથી. કડીનાં પતરાં ઉપરથી જણાય છે કે, તે ચૌલુને વંશજ, તથા મહારાજાધિરાજ રાજીને પુત્ર હતું, અને તેણે પોતાના બાહબળ વડે સારસ્વત-મંડલ જિયું હતું. ગુજરાતના વૃત્તાન્તમાં રાજી કનૌજમાં
ચાણકરકનો રાજ હોવાનું લખ્યું છે, તથા તેના વિશે કેટલીક વાતે પણ આપી છે. પરંતુ આ વાતનું પ્રમાણુ લેખેમાં મળતું નથી. મૂલરાજના વંશના બીજા લેખેમાંથી તેના વિષે મળી આવતી હકીકત પણ જૂજ છે. તેને ચૌલુક્ય વંશનાં કમળ–સરેવરને પ્રફુલ્લિત કરતે સૂર્ય” કહ્યો છે. (જુઓ જયંતસિંહ, ભીમદેવ, અને ત્રિભુવનપાલના કડીનાં પતરાં), આ દાનપત્રને હેતુ, કાન્યકુંજમાંથી દેશાંતર કરી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર દીર્વાચાર્યને એક ચંદ્રગ્રહણને દિવસે આપેલું દાન નેધવાને છે. તેને લેખક કાયસ્થ કાન્ચન છે. તેણે કડીનાં સંવત ૧૦૪૩ નાં પતરાં પણ લખ્યાં છે. અને તેને પુત્ર વટેશ્વર ભીમદેવનાં સંવત્ ૧૦૮૬ નાં કડીનાં પતરાંને લેખક છે.' દૂતક મહત્તમ શિવરાજ છે.
દાનમાં સત્યપુર–મંડલમાં વરણુક નામનું ગામ આપ્યું હતું. તેની સીમા-પૂર્વે ધણાર ગામ, દક્ષિણ ગુંડાઉ ગામ, પશ્ચિમે વેઢા અને ઉત્તરે મેત્રવાલ. સત્યપુર એ ધપુર સ્ટેટનું હાલનું સાર છે. મુન્શી દેવીપ્રસાદ કહે છે કે, જ્યાંથી પતરાં મળ્યાં છે તે હાલનાં બાલેરા ગામનું ( ઈંડીયન એટલાસ, શીટ ર૧ એન. ડબ્લ્યુ હ૧ કર લે, ૨૪° ૪૩ :) સ્થળ વરણુક છે. તેના આ મતને આધાર હું જાણતા નથી અને વરણુક માટે પૂર્વ દિશામાં ઘણે દૂર, ૭ર૩ લે.અને ર૪૪૯” લે. માં જ્યાં ગેંડ ગામ છે, અને જે ગુડાઉઝને મળતું આવે છે, ત્યાં આપણે શોધ કરવી જોઈએ એમ વધારે સંભવિત લાગે છે. ગેડની ઉત્તરે મિરપુર ગામ છે. તે મેત્રવાલનું પાછળથી થયેલું રૂપ હય, જ્યારે વાયવ્ય કોણમાં આવેલું બોડાણ વેઢા હોય, અને ઈશાન કેણુનું દંવારા ધણાર હાય, એ સંભવિત છે.
આ દાન અણહિલપાટક એટલે અણહિલવાડમાંથી આપ્યું હતું.
૧ એ. ઈ. વો, ૧, ૫. ૭૬ પ્રા. સ્ટેનકેન ૨ વિએના જર્નલ . ૫ પા, ૩૦૦ ૩ ઈ. એ. વ. ૬ ૫. ૧૯૬ વિગેરે ૪ ઈ. એ. વ. ૬ ૫.૧૯૨ ૫ ઈ. એ. વ. ૬ ૫. ૧૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com