SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ मूलराजनुं दानपत्र ભાષાન્તર R ૐ રાજાવલી પહેલાં ( મા ) રાજહંસ જેમ બન્ને વિમલ પક્ષવાળા, સુખનું સ્થાન હાવાથી કમલાશ્રયી બ્રહ્મા સરખેા, નિજ પ્રભાવથી પૃથ્વી પ્રાપ્ત કરી એક પગલે પૃથ્વી માપનાર્ વિષ્ણુ જેવા, કૈલાસનિવાસી ત્ર્યંબકને ગિરિનિવાસી હૈાઈ મળતા, ઇન્દ્ર જેમ વિષ્ણુધ (પ્રજ્ઞ) જનાને અનુરંજતા, કલ્પતરૂ માફક આશ્રયીઆને વાંચ્છિત કુલ આપનાર, બ્રહ્માંડમાં મેરૂ પર્વત મધ્યસ્થ છે તેમ સર્વદા મધ્યસ્થ, સાગર જેમ સત્ત્વાશ્રયી, મેઘ માફક સર્વ પ્રાણી તરફ્ દયાળુ, ભીંજાયેલી સૂંઢવાળા ઐરાવત માટ્ઠ દાન માટે પાણીના અર્ધ્યથી ભીંજાયેલા હાથવાળા, ચૌલુકય કુળને, નૃપેશ શ્રી રાજિના પુત્ર, નૃપાધિરાજ શ્રી મૂલરાજ જેણે ખાહુબલથી સરસ્વતી નદીથી સિચન થએલા પ્રદેશ જિત્યેા હતા, તે ( મૂલરાજ )ક બાઈક ગામમાં માઢેરના અર્ધાંષ્ટમમાં વસતા સર્વે રાજપુરૂષા અને બ્રાહ્મણેત્તર સર્વ પ્રજાને આ પ્રમાણે જાહેર કરે છેઃ— ' તમને જાહેર થા કે મારી રાજધાની પ્રસિદ્ધ અણહિલપાટકમાં રહી, સૂર્યગ્રહણને દિવસે શ્રીસ્થલકમાં સરસ્વતી નદીના પૂર્વ ભાગમાં સ્નાન કરી, દેવપતિ રૂદ્રમહાલયની પૂજા કરી, સંસારની અસારતાનું ચિંતન કરીને, જીવન કમલપત્ર પરના જલાબદું જેવું અસ્થિર માનીને અને પુણ્યકર્મનું ફૂલ પૂર્ણ સમજીને, મારા તથા મારા માતાપિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિમાટે ઉપર જણાવેલું ગામ તેની સીમા પર્યંત, કાઇ, તૃણુ અને જલ સહિત, ગેાચર સહિત, અને દશ અપરાધના દંડના હક્ક અને તેવાં કુત્ચાના નિર્ણય કરવાની સત્તા સહિત, મૈં વદ્ધિ’વિષય( જીલ્લા )માં મણ્ડલીમાં વસતા શ્રીમૂલનાથ દેવને, દાનને શાસનથી અનુમતિ આપી, પાણીના અર્ધ્ય સાથે આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ જાણી ત્યાં વસતી સર્વે પ્રજા, અમારી આજ્ઞાને ધ્યાનપૂર્વક પાળીને, ઉત્પન્નના ભાગ, વેરા, સુવર્ણ આદિ સર્વ તે દેવને અર્પણ કરશે. અમારા વંશજોએ અથવા અન્ય નૃપાએ દાનનું પુણ્યફૂલ સર્વે નૃપાનું સામાન્ય છે તેમ માની, આ ધર્મદાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણુ કરવું. આને માટે ભગવત વ્યાસે કહ્યું છે કે કાયસ્થ જેજ્જના પુત્ર કાંચનથી આ દાનપત્ર લખાયું છે. સંવત ૧૦૪૩, માઘ વદી ૧૫ રવિવાર, શ્રી મૂલરાજના સ્વહસ્ત. ૧ ગાયકવાડી ઉત્તર મહાલેામાં મેઢેરાથી વાયવ્ય ખૂણામાં આવેલું નવું સ્માઈ ૢ સિદ્ધપૂરમાં મૂલરાજના ૯ રૂદ્રમાલા ’ મંદિરના હાલના નામનું આ રેખીતી રીતે મૂળ નામ છે. તેના અથ રૂદ્ર એટલે શિવના મહેલ એમ થાય છે. ૩ મંડલની મારી છેલ્લી મુલાકાતમાં આ એક વખતના સુવિખ્યાત મંદિરની શાષમાં ફાટફાંફાં માર્યા. તેમ વારંવાર દાનપત્રામાં જણાવેલા તેની સાથેના આશ્રમની નિશાની પણ મળી નહીં. આવુ મંદિર હતુ. તે બાબત કાઈ પણ માણસે સાંશળ્યું હોય એમ જણાતુ નથી. છેવટે એક બુદ્ધિશાળી ભાટે સૂચના કરી કે મંડલને પૂર્વે બે માઈલ ઉપર મેલુ કાકુઆનામના આ કૂવા છે તેની નજીક કદાચ તે મંદિર હશે અને મેલુ એ સલરાજનું અપભ્રંશ નામ હરશે, હું કહીશ કે તેના અ` • ખારાશવાળું' એમ થાય છે. મારી માન્યતા પ્રમાણે બે તળાવ પાસે ઘણા શિલા લેખા ઉભેલા છે તે તળાવ પાસે જ દક્ષિણમાજીએ આ મંદરની હસ્તિ હતી. ૪ વહ્નિ એ ‘વધિર વઢિયારના પર્યાય છે કે જે પ્રાચીન અને હાલનું નામ ઝીંઝુવાડાથી રાધનપુર વચ્ચેના કચ્છના રણની પડોશના પ્રદેશનું છે, ळे. ५६ www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy