________________
અને
गुजरातना ऐतिहासिक लेख અપાએલાં જુદાં જુદાં ગામ તેમ જ વિલસનના લેખે નં. ૧૬ ઈ. સ. ૧૨૦૮–૯ નામાં તેમ જ નં. ૪ ઈ. સ. ૧૨૩૦-૩૧ નામાં જે વર્ણન મળે છે તે ઉપરથી તે ગુજરાત તેમજ આબુ પ્રદેશ માં લાંબા વખ્ત સુધી સર્વોપરી સત્તા ભેગવતે હતા એમ પૂરવાર થાય છે. બીજી તરફથી લવણુપ્રસાદ અને વરધવલને મહારાજા અને મહારાજાધિરાજ લખ્યા છે. લવણુપ્રસાદ સ્વતંત્ર થયાની તારીખ વસ્તુપાલના ગિરનારના લેખમાંથી મળે છે; કારણ કે તે વિ. સં. ૧૨૭૬ પછી પિતાની સીલ વાપરતો હતો. તેઓએ ધોળકા ધંધુકા ઉપરાંત ખંભાત, લાટ અને ગોધરા ચાલુ પાસેથી બચાવી લીધાં, એમ સોમેશ્વર લખે છે. કાઠિયાવાડ ત્યાંના સ્થાનિક સુબાના હાથમાં ગયું અને પ્રબન્દકેશમાં વઢવાણના રાજા વીરધવલ સાથે લડતે વર્ણવ્યું છે.
| ગુજરાતના બધા ગ્રંથકારે ભીમદેવથી ચાલુકયવંશ સમાપ્ત થયાનું માને છે. લેખ ન. ૧૦ માં ત્રિભુવનપાલને વિ. સં. ૧૨૯ માં રાજ્ય કરતે વર્ણવ્યો છે. પણ તેના ટુંકા સમયને લીધે તેને રાજા તરીકે ગયે લાગતું નથી. મેરૂતુંગે પણ વિચારશ્રેણીમાં લખ્યું છે કે વીરધવલને દીકરે વીસલદેવ વિ. સ. ૧૩૦૦માં ચાલુકયની વાઘેલા શાખાને પહેલે રાજા થયો.
વીસલદેવ વાઘેલાના ઈતિહાસ સંબંધી રાજશેખર અને હર્ષગણિ લખે છે કે વીરધવલ વિ. સ. ૧૨૯૫-૯૬ માં ગુજરી ગયે. તેને બે દીકરા હતા વીરમદેવ અને વિસલદેવ. મોટાએ એક વાણીયા ઉપર જુલમ કરીને પોતાના પિતાની તેમજ મંત્રી વસ્તુપાલની ઈતરાઇ બહેરી હતી તેથી તેને વિરમગામ(વિરમગામ)માં કાઢી મૂક હતા. પિતાના બાપની ગંભીર માંદગીની ખબર પડવાથી તે છેલકા રાજ્ય લેવા આવ્યા; પણ વસ્તુપાલ બહુ જોરદાર હોવાથી વીસલદેવને ગાદીએ બેસાથે અને વીરમને ગામમાંથી નાસી જવાની ફરજ પાડી. તેણે બંડ ઉઠાવ્યું હાર્યો તેથી પિતાના સસરા જાબાલિના રાજા ઉદયસિંહની મદદ માગી, પણ વસ્તુપાલે તેને દગલબાજીથી મરાવી નાંખે. વીસલદેવે નાગડ નામના બ્રાહ્મણને મહામંત્રી નીમ્યો અને બન્ને ભાઈઓ( વસ્તુપાલ તેજપાલ )ને નીચેની પદવી આપી. તેઓને બહુ અપમાન સહન કરવું પડ્યું. સેમેશ્વરે તેને બચાવી લીધા હતા. થોડા સમય પછી રાજાના મામા સિંહ વસ્તુપાલના ગુરૂ યતિને માર્યો, તેથી વસ્તુપાલે તેના રજપૂત નેકર મારફત તેને હાથ કપાવી નાંખે. આથી જેઠવાઓએ મંત્રીને સહકુટુંબ મારી નાંખવાને ઠરાવ કર્યો. સેમેશ્વરે ફરી સમાધાન કરાવ્યું. દેવગિરિના યાદવ રાજા સિંઘ વિરધવલ ઉપર ચઢાઈ કરી હતી (કીર્તિકૌમુદી સ. ૪). માલવાને પૂર્ણમલ પણ ચડી આવ્યું હતું. મેદપાટ (મેવાડ)ના રાજાને પણ સેલંકીના દુશમન તરીકે વર્ણ છે. કર્ણાટના રાજા એટલે કે ઘણું કરીને પ્રારસમુદ્રના બલ્લાલ યાદવની દીકરીના સ્વયંવરમાં ફત્તેહમંદ થયે હતું, એમ પણ લેખમાં વર્ણન છે. મેરૂતુંગ અનુસાર વિસલદેવે વિ. સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું અને તેની પછી નીચેના રાજાઓએ રાજ્ય કર્યું.
અર્જુનદેવ .વિ. સં. ૧૩૧૮-૧૩૩૧૪ ઈ. સ. ૧૨૬૧-૧ર થી ૧૨૭૪-૭૫ સારંગદેવ ... ઇ ૧૩૩૧-૧૩૫૩= ૧૨૭૪-૭૫ ૧૨૯૬-૧૭
કર્ણ ઘેલે . , ૧૩૫૩–૧૩૬ = ૧૨૯૬-૯૭ , ૧૩૦૩-૪ અર્જુનદેવને સોમનાથ પાટણને ઈ. સ. ૧૨૬૪-૬૫ ને અને કચ્છનો વિ. સ. ૧૩ર૮= ૧૨૭૧-૭૨ લેખ મળેલા છે અને સારંગદેવને આબુ ઉપરના વરતુપાલ ઈ. સ. ૧૨૯૪ ને લેખ મળેલ છે તેથી મેરૂતુંગની તારીખનું સમર્થન થાય છે. ઈ. સ. ૧૩૦૪ માં ગુજરાત મુસલમાનેના હાથમાં ગયું, એ નિર્વિવાદ છે.
૧ એસીઆટિક રીસર્ચીઝ વો. ૧૬ ૫. ૨૯૯-૩૦૧
૨ મંદ મેડ એટલે કે મને મુવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com