________________
કે
गुजरातना ऐतिहासिक लेख સમય સંબંધી કાંઈ વધુ વિગત પ્રાપ્ત નથી. ચામુંડ અને કુલભરાજ અને સ્વામી થએલા અને તેમાંથી એક કાશી ગયા ત્યારે તેમનું માળવાના રાજાએ અપમાન કર્યું તેથી માળવા સાથે વૈરભાવ ઉત્પન્ન થયા. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૬ ના તામ્રપત્રમાં વલભરાજનું નામ નથી, પણ આ પતરાંમાંથી નં. ૪ થી ૧૦ બધામાં તેનું નામ છે તેથી અટકળ થાય છે કે તેના ટુંકા સમયને લીધે અમુકમાં નામ નહીં લખાયું હોય.
બીજી બાબત એટલે કે ગુજરાતની દંતકથાઓ અને આઈને અકબરી વિગેરે ગ્રંથો વચ્ચે સાલને ગડબડાટ વધારે ગંભીર છે. જે ચામુંડને ૧૦૧૦ ને બદલે ઈ. સ. ૧૦૨૪માં મુકીએ તે ગુજરાતી ગ્રંથકારની સાલે બધી વીંખાઈ જાય છે. મી. ફેર્બસનું તે સંબંધી પ્રકરણ બહુ ગેટાળાભરેલું છે, કારણ કે મુસલમાની અસલ ગ્રંથને અને ભીમદેવના લેખેને બારીકીથી અભ્યાસ થયે નહોતા. સર એચ. ઇલીઅટના હિંદુસ્તાનના ઈતિહાસના છે. ૨ પા. ૪૨૯ મે (પુરવણીમાં) મહમુદની હિંદ ઉપરની ચઢાઈનું પૂરું વર્ણન આપ્યું છે. સોમનાથની ચઢાઈનું સૌથી પ્રાચીન વર્ણન છે આસીર પા. ૪૬૯ મે આપેલ છે. તેમાં લખેલ છે કે અણહિલવાડને રાજા ભીમ ભાગીને અમુક કિલામાં ભરાણે. પછી મનાથ ઉપર દબલવારા દ્વારા ચઢાઈનું અને મંદિર સર કર્યાનું વર્ણન છે. પછી મહમુદને ખબર મળી કે ભીમ કન્દહતના કિલ્લામાં ભરાણે છે તેથી તે ત્યાં ગયે. ભરતી વખ્ત ખાડી ઓળંગી અને દુશ્મનને ત્યાંથી હાંકી કાઢયે. ત્યાંથી મનસુરા જવા પાછો વળે.
આ વર્ણનમાં ભીમનું નામ બે વાર આવે છે. તેથી ગુજરાતી ગ્રંથકારોનાં લખાણ અનુસાર ઈ. સ. ૧૦૨૪ માં ભીમ ગાદી ઉપર હતે. વળી તેમાં મુસલમાનેની ગુજરાતમાં લાંબા વખત સુધીની સ્થિતિ અગર દાબિલીમના વંશજને અણહિલવાડની ગાદી ઉપર સ્થાપ્યા બાબત રહેજ પણ ઈસા નથી. તે હકીકત તેમ જ ગુજરાતની અખૂટ દેલત વિગેરેનો ઉલ્લેખ મીરાદના ઈતિહાસમાં પ્રથમ જોવામાં આવે છે, તેથી અનુમાન થાય છે કે પાછળના મુસલમાની ગ્રંથકાએ તે પાછળથી ઘુસાવી દીધેલ હશે. ભીમનું કન્દહત ( કંથકેટ ) ભાગી જવું પણ તદ્દન સંભવિત છે, કારણ મૂલરાજ પણ ત્યાં ભાગી ગયો હતો. કથકેટ પાસે દરિયે હેવાનું વર્ણન કાં તે તે વખ્તની સ્થિતિફેરને લીધે અગરતો મુસલમાની ગ્રંથકારોના અજ્ઞાનને લીધે હશે.
ભોમદેવના લેખો પણ ઉપરના અનુમાનને અને ગુજરાતી ગ્રંથકારોના લખાણને સમર્થન કરે છે. તેમાં લખેલ છે કે ભીમદેવ વિ. સં. ૧૦૮૬ અને ૧૦૯૩ માં એટલે કે ઈ. સ. ૧૦૨૯ અને ૧૦૩૬ માં રાજ્ય કરતે હતે. તે ઉપરથી સમજાય છે કે મહમુદની ચઢાઈ પછી તરત તે પાછો અણહિલવાડ આવ્યો હશે. પરિણામે ગુજરાતી ગ્રંથકારે અનુસાર ભીમદેવ વિ.સં ૧૦૫૮ ઈ. સ. ૧૦૨૨માં ગાદીએ આવ્યું. મહમુદ આવ્યું ત્યારે તે રાજ્ય કરતું હતું અને ભાગીને કથકોટ ગયે. મહમુદે તેને ત્યાંથી હાંકી કાઢયે અને મનસુર તરફ ગયે. ભીમદેવ તરત અણુહિલવાડ પાછો ફર્યો અને વધુ પચાસ વર્ષ સુધી રાજ કર્યું.
આપણું આ લેખમાંથી ભીમદેવના છેવટના ભાગ સંબંધી તેમ જ તેના દીકરા કર્ણ ૧ લા વિ. સ. ૧૧૨૮-૫૦ (ઈ. સ. ૧૯૭ર થી ૧૦૯૩-૯૪) સંબંધી કાંઈ પણ હકીકત મળતી નથી. માત્ર તેનું બિરૂદ લોયમલ આપેલું છે. કર્ણના પુત્ર જયાસહ સંબંધી ન. ૫ માંની વંશાવળી તેને અવન્તિનાથ અને વર્વરકજીન્થ લખે છે. ન. ૩ માં તેમજ ન. ૯ થી ૧૦ સુધીનામાં આ બે બિરૂદ વચ્ચે ત્રિભુવનગંડ લખેલ છે. દ્વયાશ્રય કેશમાં બર્બરને રાક્ષસોનો નેતા લખ્ય છે અને શ્રી સ્થલ સિદ્ધપુરને બ્રાહ્મણને તે ત્રાસ દેતો હતે. જયાસિંહે તેને હરાવ્યું, પણ તેની શ્રી પિંગલિકાની આજીજીથી તેને જીવતે રાખે. બર્બરે યસિંહને અનેક ભેટ આપી. મી. ફેબસે બર્બરને માલવાને રાજા માન્ય છે તે ભૂલ અવન્તિનાથ અને વર્વરકજીષ્ણુ એ બેને ભેળાં વાંચવાથી થએલ હશે. કીર્તિકૌમુદીમાં બર્બરકને ભૂતને ઉપરી લખે છે અને તેને મશાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com