SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ मूलराजनुं दानपत्र જ્યારે ગુ. ચલુ શૈવ છે (૩) દ. ચી. નું લાંછન વરાહ છે જ્યારે ગુ. ચી. નું નદી છે. (૪) ભૂપતિથી રાજી સુધીના રાજાઓનાં નામ દક્ષિણ વંશના લેખમાંની વંશાવલી સાથે મળતાં નથી. (૫) મૂળરાજને દ. ચૌ. સાથે મિત્રભાવ ન હતો. તે ગાદીએ આવ્યા બાદ તેલિંગનના તૈલપ રાજાએ બારપને હુમલો કરવા કર્યો હતે. (૬) મૂલરાજે તથા તેની પછીના રાજાઓ એ ગુજરાતમાં ઘણું બ્રાહ્મણને વસાવ્યા જે ઔદિચ્ય (ઉત્તરતરફના) નામે મશહુર છે અને તે એને સિહેર (સિંહપુર), ખંભાત (રસ્તંભતીર્થ) તેમ જ બનાસ અને સાબરમતી વચ્ચે અનેક ગામો દાનમાં આપવાનું પૂરવાર થાય છે. મૂલરાજ જે દક્ષિણમાંથી આવ્યું હેત તે ગુજરાત તેલગણું અને કર્ણાટકી બ્રાહ્મણોથી ભરપૂર હોત. આ છેલી હકીકત બહુજ સબળ છે, જે કે બીજી હકીકતનું કદાચ સમાધાન થઈ શકે, જેમ કે મૂલરાજે પોતાનું લાંછન તથા ધર્મ ગુજરાતમાં આવીને બદલ્યાં હોય. વળી કને જમાં બીજું કલ્યાણ હોવું અસંભવિત નથી. કનાજના ઇતિહાસમાં આઠમી સદીના યશોવર્માથી માંડી દશમી સદી સુધી કાંઈ પણ પ્રકાશ પડેલ નથી. આ ખાડે ભૂપતિ અને તેના અનુયાયીઓથી પૂરાઈ શકે તેમ છે. ભૂપતિ ઈ. સ. ૧૯૫-૬ માં રાજ કરતું હતું અને મૂલરાજ ૯૪૧-૪૨ માં ગાદીએ આવ્યું. વિશેષમાં દક્ષિણુના ચૌલુકયે માને છે કે તેના પૂર્વજો ઉત્તરમાંથી આવેલા અને અયોધ્યામાં રાજ્ય કરતા હતા. નાઈટ પ્રોવીન્સીઝના ગેઝેટીયરમાં લખેલ છે કે ચૌલુકય રજપૂતે કનોજ પ્રદેશમાં અત્યારે પણ હયાત છે. કલ્યાણ નામે ઘણું ગામ હતાં, જેવાં કે મુંબઈ પાસેનું કલ્યાણ અને દક્ષિણનું કલ્યાણ, તેથી કાજમાં કલ્યાણું હેવાનું અસંભવિત નથી. આ બધી હકીકત ઉપરથી હું એમ નિશ્ચય ઉપર આવું છું કે મૂલરાજ કાન્યકુજમાં રાજકર્તા રાજાને વંશજ હા જોઈએ અને ગુજરાત જિસ્હેવું જોઈએ, તેમજ તેની મા ચાવડા વંશની હોઈ શકે. ભાટને રાજવંશાવલી બાબતમાં બહુ જ ચોકકસ માનવા જોઈએ, કારણ તે સાચવી રાખવી તે તેને બંધ કહેવાય. આ લેખથી બીજી બે બાબતેને પુષ્ટિ મળે છે. લેખ નં. ૧ પં. ૨ માં મૂલરાજને બચવા વ વિહિતાવહાશ્રયઃ વર્ણવ્યા છે. અણહિલવાડ પાટણની આસપાસ પચાશ માઈલ સુધીમાં ટેકરી પણ નથી, તે હકીકત દયાનમાં લેતાં ઉપરનું વર્ણન ઐતિહાસિક વૃત્તાન્તને ઉદ્દેશીને છે એમ સમજવું જોઈએ. મેરૂતુંગ લખે છે કે ગાદીએ બેઠા પછી તરત મૂલરાજ ઉપર બે લશ્કરે ચઢી આવ્યાં હતાં. એક તે શાકભરી( સાભર)ના રાજા સપાદલક્ષીયનું અને બીજું કલ્યાણના તૈલપના સુબા બારપનું. જેને પરિણામે તે કરછના વાગડ પરગણુમાંના કંથકેટકંથાદુર્ગ)માં ભાગી ગયો હતો તેને શિવજીની કૈલાસની સ્થિતિ સાથે કવિએ સરખાવી લાગે છે. બીજી બાબત વળી વિશેષ સ્પષ્ટ છે. મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે મૂલરાજ સોમનાથને અનન્ય ભક્ત હતા અને દર સોમવારે સોમનાથ પાટણ (૨૫૦ માઈલની મુસાફરી કરીને) દર્શન માટે જતા. આ ભક્તિથી તુષ્ટ થઈ સેમનાથ પ્રથમ મડલી (વિરમગામ તાલુકાનું માંડલ) અને પછી અણહિલવાડ યથાય. ભડલીમાં મૂલરાજે મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. મૂલનાથ દેવને કઈક ગામ દાનમાં આપવામાં આવ્યું તે આ ભૂલેશ્વરનું મંદિર હોવું જોઈએ. લેખને ઐતિહાસિક વિભાગ બહુ જ ટકે છે અને તેમાં મૂલરાજની વામનસ્થલી( વંથળી)ના આભીર અગર યાદ ઉમરની તેમજ લાટના રાજા ઉપરની ચઢાઈનું વર્ણન નથી. સંવત ૧૦૪૩ વિકમ આપે છે તે મૂલરાજના રાજ્ય સમય વિ. સં. ૯૮-૧૦૫૩ સાથે બંધ બેસતા આવે છે. મેરૂતુંગના વૃત્તાંત અનુસાર મૂલરાજ પછી તેને દીકરે ચામુંડ ગાદીએ આવ્યે; જેણે તેર વર્ષ એટલે કે ૧૬૬ (ઈ. સ. ૧૦૦૯-૧૦) સુધી રાજ્ય કર્યું. તેના પછી તેના બે દીકરા વલ્લભરાજ અને દુર્લભરાજ ગાદીએ આવ્યા. જેમાંને પહેલો ૬ માસ બાદ શીળીમાં મરણ પામ્યું જ્યારે બીજાએ સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૧-૨૨) સુધી રાજ્ય કર્યું. તે વરસમાં તેણે પોતાની ગાદી છોડી અને પિતાના નાનાભાઈ નાગરાજના દીકરા ભીમદેવ ૧ લા ને ગાદી આપી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy