SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ गुजरातना ऐतिहासिक लेख અને સવગીય સૌંદર્યને નિષિ કપ દેવ પ્રકટયે, તેમ આ બનેમાંથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળે, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓનાં મનમાં વસનાર, સર્વ જનને આશ્રય સ્થાન સમાન, ગુણ અને રુપને નિધિ હતો તે રદ્દ કન્દર્પ જ હતે. | ( ક. ૨૧ ) વિષ્ણુ ભગવાને પદથી ચાર સાગરથી આવૃત થઈ ઉજવળ થએલી પૃથ્વી ભરી દઈને શ્રી કીર્તિનારાયણ નામે ઓળખાય તેમ આ નૃપ તેના શૌર્યથી ચાર સાગરથી આવૃત બની પ્રકાશિત થએલી પૃથ્વીનું ગમન કરીને શ્રી કીર્તિનારાયણ તરીકે ઓળખાયો. તેના જન્મ વિષે સાંભળી, મુંઝાઈ ગએલી મતિવાળા શત્રુઓના મુખનું તેજ દૈન્ય, ચિત્ત ભય અને શિર સેવા અંજલિને અનુભવ કરવા લાગ્યાં. ( શ્લોક. ૨૨ ) જેમ ઈન્દ્રદેવ મેરૂ પર્વત લીલાથી( સુખેથી) ઉખેડી નાંખી, અને ગોવર્ધન(ગિરિ ને ઉદ્ધાર કરનાર ઉપેન્દ્ર(કૃષ્ણ)દેવને પરાજય કરીને મદથી ફ્લી ગયે નહેતે તેમ આ ઈન્દ્રરાજ ત્રીજે મેરૂ મહાદય) સુખેથી ઉખાડી નાંખી ગોવર્ધનને શરણ આપનાર ઉપેન્દ્ર નૃપને પરાજય કરીને મદથી ફુલાઈ ગયો ન હતે. ( શ્લેક. ૨૩ ) આ નૃપ જે સર્વ જનેથી નમન પાત્ર છે તેણે મંદિરો અને અગ્રહાર(બ્રાહણેને)ને સર્વથી માન દેવા યોગ્ય અનેક દાન કરી, દાન માટે યશમાં, એક નજીવા ગામના દાનથી વિરાજતા પુણ્યના મહિમાવાળા પરશુરામથી અધિક થયો. ( પંક્તિ. ૪૩. ૫૬ ) અને તે, પરમ ભટ્ટરક, મહારાજાધિરાજ, પરમેશ્વરથી અકાલવર્ષ દેવનો પાદાનુધ્યાત, પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ કુશળ સ્થિતિમાં હતું ત્યારે સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, યુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે – તમને જાહેર થાઓ કે રાજનગર શ્રી માન્યખેટમાં વસનાર અને શ્રી પટ્ટબન્ધ ઉત્સવ માટે કરૂન્ટકમાં આવેલા મારાથી મારાં માતાપિતાના, અને મારા, આ લેક તેમ જ પરલોકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, શકનૃપના કાળ પછી, સંવત ૮૩૬ ફાગુણ શુદિ ૭, યુવસંવત્સરમાં, શ્રી પટ્ટબન્ધ ઉત્સવની સમાપ્તિ પછી, તુલા પુરૂષમાં આરહણ કરીને, અને તુલામાંથી નીચે અવતરણ ર્યા વગર,સાડી વીસ લાખ દ્રમ્પ સહિત, પૂર્વેના નૃપેથી જ થએલાં કુરૂન્ડ અને અન્ય ગામે, અને તે ઉપર ૪૦૦ ગામે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ સન્તર્પણ અર્થ, લક્ષમણ ગોત્રના, વાજિ મધ્યન્ટિ સબ્રહ્મચારી, પાટલીપુત્રથી આવેલા શ્રી વેન્નપભટ્ટના પુત્રને લાટ દેશમાં કમ્મણિજજ સમીપમાં તેન નામનું ગામ, પૂર્વે–વારડપલિલકાઃ દક્ષિણેનાશ્મીતટ પશ્ચિમે-વલીશા અને ઉત્તરે વલ્વિયણગામ, આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ઉદુભવતિ વેઠના હકકે સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પાણીના અર્થથી ભક્તિથી અપાયું છે. | ( પંક્તિ. ૧૬-૫૯) આ ગામને જ્યારે તે બ્રહ્રદાયના નિયમ અનુસાર ઉપગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે, ખેતી કરે અથવા ખેતી કરાવે, અથવા અન્યને સેપે, ત્યારે કોઈએ, તેને લેશ માત્ર પણ પ્રતિબંધ કરવો નહીં. વળી, આ અમારા બ્રાહ્મણને આપેલા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રએ પિતેજ તે દાન કર્યું હોય તેમ અને ભૂમિદાનનું ફળ (દાન દેનાર અને રક્ષણ કરનારને) સામાન્ય છે તેમ માની અનુમતિ આપવી. (પંક્તિ પ૯ અને શ્લેક ૨૪–૨૬ માં ભાવિ નૃપને ચાલુ ઉપદેશ અને ધમકીને સમાવેશ થાય છે.) (શ્લેક. ર૭) આ સ્તુતિપાત્ર પશતિ નેમાદિત્યના પુત્ર અને ઇન્દ્રરાજના પદનું સેવન કરતા શ્રી ત્રિવિક્રમભટ્ટથી રચાએલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy