________________
નં૦ ૧૩૫
ગાવિંદ ૪ થાનાં ખંભાતનાં તામ્રપત્રા
શ. સ. ૮૫૨ જ્યેષ્ટ સુ. ૧૦ સેામવાર
આ તામ્રપત્ર ખંભાતના એક ખેડુત હળ ખેડતા હતા ત્યારે ખેતરમાંથી મળેલાં હતાં. તે લાકડાની એક પેટીમાં હતાં. તે પેટી ઉખેળતાં તૂટી ગઈ. પછી આ એક ગુજરાતીના કબજામાં આવ્યાં હતાં. તેની પાસેથી પ્રો. એ. વી. કાથવટેએ બહુ મ્હેનતથી તામ્રપત્ર પેટલાદના મેળવ્યાં હતાં.
પતરાં કુલ ત્રણ છે, અને તે ૧૩પૃષ્ઠ ઇંચ લાંખાં અને ૧૦૦ૢ ઇંચ પહેાળાં છે. અંદરના લખાણુના રક્ષણ માટે કાર સ્હેજ વાળી દીધેલી છે. પહેલા અને ત્રીજા પતરાની એક અંદરની ખાજીએ અને વચલા પતરાની મન્ને બાજુએ લેખ કાતરેલ છે. ત્રીજા પતરાના નીચેના ખૂણા તૂટી ગયા છે, તેથી ઘેાડા અક્ષરે ગુમ થયા છે, તેપણુ એકંદર લેખ સુરક્ષિત છે. પતરાંની એક ખાજીએ કાણાંમાંથી પસાર થતી ૢ ઇંચ જાડી અને જટ્ટ ઇંચ વ્યાસવાળી ગેાળ કડીથી તે ખાંધેલાં છે. કડીના છેડા ઉપર ૨ ૢ ઇંચ ઉંચી અને પહેાની સીલ છે. તેમાં જરા નીચે પડતી સપાટી ઉપર ગરૂડનું ઉપડતું ચિત્ર છે. ગરૂડ સન્મુખ પાંખ પહેાળી કરીને બેઠેલા છે, અને તેનું નાક ચાંચના જેવું છે. તેના દરેક હાથમાં સર્પ છે. ગરૂડની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિનું, અને નીચે ચમર અને દીવાનાં ચિત્રો છે. ડાખી બાજુએ કાઈ પ્રાણી ઉપર બેઠેલી દેવી અને તેની નીચે સ્વસ્તિક છે. કાર ઉપર ફરતાં આયુધાનાં ચિત્ર છે, જેમાંના ખડ્ગ, ખાણુ, અને વજ્ર સ્પષ્ટ ઓળખી શકાય છે. ગરૂડની નીચે અક્ષરા હતા, પણ અત્યારે ઘસાઈ ગયા છે. કેાતરકામ સારી રીતે કરેલું છે. લિપિ ૧૦ મી સદીનાં ખીજાં તામ્રપત્રો ઉપરની લિપિને મળતી છે. અક્ષરનું સરેરાશ કદ હૈ ઈંચ છે.
ભાષા સંસ્કૃત છે. શરૂવાતના એ અને સ્વસ્તિ સિવાય પહેલેથી પંક્તિ ૭૮ પર્યંત ખધા ભાગ પદ્યમાં છે, અને બાકીના ભાગ છેલા મહાભારતાદિના શ્લેાક, તથા લેખના નામના શ્લોક સિવાય ગદ્યમાં છે. શરૂવાતના ત્રણ તથા વંશાવલીના એ સિવાય બધા લેકે આજ રાજાનાં સાંગલિનાં તામ્રપત્રામાં છે.
( પં. ૪૦-૪૨ ) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષે એટલે કે ઇન્દ્ર ૩ જાનાં ચરણનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રી સુવર્ણવર્ણદેવ પૃથ્વીવલ્લભ, શ્રી વલ્લભનરેન્દ્રદેવ એટલે કે રાષ્ટ્રકુટ ગાવિંદ ૪ થા ને આ લેખ છે. ( પં. ૪૬) દાન અપાયું ત્યારે પટમન્ધના ઉત્સવ સખમ ગાવિંદરાજ પાતાની રાજધાની માન્યખેઢ છેાડીને ગાઢાવરીના કાંઠા ઉપરના પિન્થક ગામે ગયા હતા ( ૫. ૪૬–૪૯) ત્યારે તેણે પેાતાની સેાનાની તુલાકરાવી હતી અને તે વન્તે તેણે ૬૦૦ અગ્રહાર, ૩ લાખ સુવર્ણ, મંદિરને ૮૦૦ ગામા, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રુમ્સ આપ્યાં હતાં. ( પં. પર–૫૪) પછી તેણે લાટ પ્રદેશમાં ખેટક પરગણામાં કાવિકા તીર્થ પાસેનું કેવઝન ગામ દાનમાં આપ્યું હતું. આ દાનની નોંધ લેવા આ તામ્રપત્ર કાતરાયું છે. ( પં. ૫૧-૫૨ ) દાન લેનાર માથર ગાત્રને, વાજિ કાવ્ શાખાના મહાદેવષ્યના પુત્ર નાગમાય નામના બ્રાહ્મણ હતા. તે માન્યખેટમાં ગેાવિંદ ૪ થાનાં ચરણે જીવતા હતા અને મૂળ કાવિકાના રહીશ હતા. પં. ૪૪–૪૬ દાનની તિથિ નીચે મુજબ છે. શ. સં. ૮પર ખર સંવત્સર જ્યેષ્ઠ સુ. ૧૦ સેામવાર હસ્ત નક્ષત્ર. આની બરાબર ડા. કીલહાર્ને ગણત્રી કરતાં ઈ. સ. ૯૩૦ ની ૧૦ મી મે ને સામવાર ખરાખર આવે છે.
૧ એ. ઈ. વેા. ૭ ૫ા. ૨૬ ડૉ. ડી. આર. ભાંડારકર, à. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com