________________
गुजरातना ऐतिहासिक लेख
બીજ દાનપત્રનું ભાષાન્તર.
» સ્વસ્તિ ! ૮ ક. ૧) જેના નાભિકમળમાં વેધસેતુ બ્રહ્માએ ) વાસ કર્યો છે તે વિષ્ણુ અને જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે હર ( શિવ) તમારું રક્ષણ કરે.
( ક. ૨) કંસના (નાશને) કેતુ, દેવને મિત્ર, જેના વિધ્યાગિરિસમાન વિશાળ વક્ષ:સ્થળ ઉપર શુદ્ધ કૌસ્તુભમણિ લટકે છે જેના મુખકમળની રંગભૂમિપર લક્ષ્મીના અતિકામથી શિથિલ નયનનાં પોપચાં સહિત કટાક્ષ નૃત્ય કરે છે તે કૃષ્ણ વિજયી છે.
(શ્લોક. ૩) ઉપેન્દ્ર ( વિષ્ણુ ) જે સદા વિજયી છે, જેના લાંબા કરોનું લહમીદેવીએ શરણ લીધું છે, જે યુદ્ધમાં સળીયાવાળું અને દુર્ધ્વર ચક્ર ધારતે, જે બલિ અને તેને મંડળને પાતાળમાં લઈ ગયો અને જે ચોથા અવતારમાં નૃસિંહ હતો તે ઉપેન્દ્ર સમાન લક્ષમીદેવીથી જેના લાંબા કરનું આશ્રય સ્થાન થયું હતું, જેણે યુદ્ધમાં અજિત અરિ ચકને ઉખેડી નાંખ્યું છે, જેણે બળીઆઓના દેશ (મંડળ) હરી લીધા છે અને જે જનેમાં નૃસિંહ છે તે ઇન્દ્રરાજ ત્રી સદા વિજયી છે.
( ક. ૪) સ્વયંભૂ (બ્રહ્મા) શ્રીના પતિ વિષ્ણુ)ના નાભિમાંથી નીકળતા વિશાળ અને વિકસેલા કમળમાંથી જન્મ્યા હતા. તેનાથી તેને પુત્ર અત્રિ જન્મ્યા હતા. અને તેનાથી પુનઃ (અત્રિને ) અમૃત કિરણે ઉમરાવતે ઈન્દુ. તેમાંથી પૃથ્વી પર યદુવંશ ઉત્પન્ન થયે; જેમાં એક સમયે ગેપની અંગનાઓના નેત્ર કમળને સર્વ વિલાસથી પૂજાતા કૃષ્ણ રૂપે આઠમા અવતારમાં સારંગ(ધનુષ) ધારનાર, વિષ્ણુ) થઈ ગયો. | ( ક. ૫ ) જેમ તે વંશમાં સાત્યકિ શાખાની વૃદ્ધિ કરનાર, અને કરમાં શંખ, અને ચકનાં વિશેષ ચિહ્ન ધારનાર અને સાગરમાંથી લહમીદેવી સવેચ્છાથી જેની પાસે આવી તે પુરૂષોત્તમ(કૃષ્ણ) પ્રકટયા તેમ તે વંશમાં મહાન સાત્યકિ શાખામાં, પુરૂષોત્તમ, શંખ અને ચકનાં (સ્વસ્તિ) ચિહ્નવાળા કરવા અને જેની પાસે ચાલુક્ય વંશની લમી સ્વેચ્છાથી આવી તે શ્રીદન્તિદુર્ગ નુપ પ્રકટ.
( શ્લેક. ૬) જેવી રીતે પ્રિયજનને કર પ્રથમ હદય હરતી સ્ત્રીની જંઘા પર પૂર્ણ સ્થાન મેળવી અને સ્વેચ્છાથી પુનઃ મદુતાથી તેની કટી (મધ્યદેશ) દબાવી, પુનઃ કદી નીચેના અડ્રનાના કાંચીપદમાં સ્થાન કરે છે તેમ યુદ્ધમાં અતુલ આ નૃપને કર પ્રથમ ભૂમિના સહુથી નીચેના હૃદયહારી દેશપર સ્થાપિત થઈ અને પુનઃ મૃદુતાથી, સ્વેચ્છાથી મધ્યદેશ પ્રાપ્ત કરી અને પુનઃ કાંચી દેશમાં સ્થાપિત થયો. | ( શ્લોક. ૭ ) જ્યાં પર્વતના શિખર પરના પ્રબળ કપિગથી પુપિત લવંગ વૃક્ષને નાશ થાય છે તે સેતુ( રામેશ્વર)થી ભવાનીના ચાલતા ચરણના નૂપુરના ઝણકારથી ગાજતી સીમાવાળા કૈલાસ પર્વત સુધી, અંજલિથી પતિ મુગટ પરની માળા સમાન તેની આજ્ઞાને સર્વ નૃપે શિર નમાવી, અને ભૂતળ પર લાટતાં ઘૂંટણે સહિત માન આપે છે.
( કલેક. ૮) પિતાના ભુજથી ભૂમિને પરાજય કરી, તે નૃપ નવ વિજયની ઉત્સુક્તાથી સ્વર્ગમાં જય કરવા ગયો ત્યારે તેને વિખ્યાત પ્રતાપવાળે પિતૃધ્યક શ્રી કૃષ્ણરાજ પહેલે પરમ પ્રભુત્વના પદે આવ્યું.
( ક. ૯ ) દિસુંદરીઓનાં વદન ચન્દનચિત્રની પંક્તિઓના રૂપમાં લીલા કરતા, ઘન, વિસ્તારવાળા અને ઉજજવળ યશ સંપન્ન અને શ્રી રાષ્ટ્રના કુળના પર્વતને ભૂષિત કરનાર તે નૃપમાંથી વિમળ શૌર્યવાળે નિરૂપમ પ્રકટયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com