________________
નં. ૧૩૧ અંકુલેશ્વરના કૃષ્ણ ૨ જાનું એક દાનપત્ર*
શક સંવત ૮૧૦ (ઈ. સ. ૮૮૮) ચૈત્ર વદિ અમાવાસ્યા નીચે આપેલા રાઠેડ વંશના દાનપત્રનું અસલ ઑફેસર બુહરે મને આપ્યું હતું. તે નં. ૩ સાથે બગુમ્રામાં મળી આવ્યું હતું. - રાષ્ટ્રકૂટના બીજા લેખે માફક આ લેખ ત્રણ તામ્રપત્ર ઉપર કતરેલ છે. તેમાંના પહેલા અને ત્રીજા પતરામાં અંદરની બાજુએ જ અક્ષરે છે અને બીજા પતરાની બન્ને બાજુએ અક્ષરો કોતરેલા છે. પતરાંનું માપ ૧૧”x૪” ઈંચ છે. તે એક કડી વડે જોડેલાં છે, અને તેના ઉપર રાષ્ટ્રકટની મુદ્રા હાથમાં બે સર્પવાળી શિવની મૂર્તિ છે.
અક્ષર એકંદરે સુરક્ષિત સ્થિતિમાં અને સુંદર છે. પરંતુ કાટથી ખવાઈ ગએલા અને સદંતર નાશ પામેલા અક્ષરોની સંખ્યા કાંઈ થડી નથી. લિપિ રાઠોડનાં પ્રસિદ્ધ થએલાં દાનપત્રોની લિપિને મળતી આવે છે.
ભાષા દરેક પ્રકારની ભૂલથી એટલી બધી ભરેલી છે, કે માત્ર કુટનેટમાં તેને સુધારો કરે શકય નથી. એટલે જગ્યાના બચાવ માટે, દાનપત્રના મહત્વના ભાગે સુધારા સાથે પ્રતિલેખ સાથે આપેલા છે.
આ દાનપત્ર રાષ્ટ્રકટેની ગુજરાત શાખાનું છે. કર્ક ૨ જાનું વડોદરાનું શક સંવત ૭૩૪ નું દાનપત્ર? ગાવિંદ ૪ થાનું કાવીનું શક સંવત ૭૪૯ નું દાનપત્ર (રાઠોડ દાનપત્ર નં- ૧) તથા ધ્રુવ ૩ જાનું બગુસ્રાનું શક સંવત ૭૮૯ નું દાનપત્ર"( રાઠોડ દાન નં ૩) એ બધાં આ શાખાએ આપ્યાં હતાં. વંશાવલીના પહેલા ૧૮ શ્લેક, જે નં. ૩ ના ૨૯ શ્લોકોની વંશાવલીમાં આવી જાય છે, તે નીચે પ્રમાણે રાજાઓનું વર્ણન આપે છે
ગેવિન્દ ૧
કર્ક ૧.
કૃષ્ણ ૧
ઇન્દ્ર ૧ દન્તિદુર્ગ
ગેવિન્દ ૨
ધ્રુવ ૧
ગોવિન્દ ૩ શ
ઈન્દ્ર ૨
[ ધ્રુવ ૨ ] ઈ. એ. વા. ૧૩ ૫. ૬૫ ઈ. હુશે. ૧ ઈ. એ. , ૧૨ પા. ૧૭૯ ૨ મી. ફલીટનાં રાઠોડ દાનપત્રોનો એક પ્રતિલેખ જુઓ, ઈ. એ. વો. ૧૧ પા.. ૧૬૧. ૩ જ. બેં'. એ. સે. વ. ૮ પા. ૨૯૨ ૪ ઈ. એ. વિ. ૫, પા. ૧૪૪ ૫ ઈ. એ. વ. ૧૨, પા. ૧૭૯ ૬ કઈ બીજો તથા તેને બહાને ભાઈ ગોવિંદ ૪ છે આ બન્નેને છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા રાજાનું નામ શબ્દભંગ થએલા શ્લોક ૧૯ માને છે, તેને લગતા લેખ નં. ૩ ના લેક ૩૦ મા માંથી પૂરું પાડવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com