SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ अमाघवर्ष १ लानां संजानना ताम्रपत्री શરૂવાતમાં ઍ પછી ચાલુ મંગળાચરણનો લેક છે. ત્યારપછીના કલેકમાં વરનારાયણની સ્તુતિ છે. નારાયણમાં વંશત્પાદક નારાયણને જ નહીં, પણ અમેઘવર્ષનું તે બીરૂદ હેવાથી તેને પણ ઉલલેખ હશે. લોક. ૩યદુવંશમાં પૃથ્થકરાજને દીકરો ગેવિંદ હતો. આ ગેવિંદ માન્યખેટના રાષ્ટ્રકૂટવંશને ગોવિદ ૧ લે સમજ. શ્લોક. ૪-૬ તેના પછી કકક ગાદીએ આવ્યો. ઑો. ૭ તેના પછી ઇંદ્રરાજ થયે ખેટકના ચાલુક્યની દીકરી રાક્ષસવિવાહથી પરણ્યા હતા. ખેડા ખેટક )ના ચાલુકય એટલે કે બાલામિમાં રાજયકર્તા ચાલુકયની શાખા ગુર્જર ચાલુક્ય સાથે ઇન્દ્રરાજ આખડ હતું, એમ આ ઉપરથી સમજાય છે. શક ૬૭૯(૭૫૭ ઈ. સ. )નાં આન્ગોલી ચાલી( સુરત પરગણામાં )ના તામ્રપત્રમાં રાષ્ટ્રકૂટની વંશાવળી નીચે મુજબ છે. (૧) કર્ક, (૨) તેને દીકરો ધ્રુવ, ( ૩ ) તેવા દીકરા ગોવિદ, (૪) તેને દીકરે કર્ક બી. આને મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારિક ઈત્યાદિ કહેલ છે તેથી અનુમાન થાય છે કે ૩ જે અને ૪ છે તે દક્તિદુર્ગના પિતા ઈન્દ્રરાજની ઉપરના ગેવિંદ અને કર્ક હોય. પરંતુ જ્યારે કર્ક માટે શ. ૬૭૯ મળે છે ત્યારે સામનગઢના તામ્રપત્રમાં તેના પૌત્ર દન્તિદુર્ગ માટે શ. ૬૭૫ ની સાલ આપી છે. પણ આ સામનગઢ. નું તામ્રપત્ર દાનવિભાગમાં બનાવટી છે એમ છે. ફલીટેઝ બતાવ્યું છે અને લિપિ વિગેરે ઉપરથી પણ ડે. વી. એસ સુકથંકરે ક બનાવટી જાહેર કરેલ છે, તેથી ઉપર બતાવેલું સામ્ય બંધબેસતું આવે છે અને દન્તિદુર્ગ પહેલાં તેના પૂર્વ દક્ષિણ ગુજરાતમાં હતા એમ પુરવાર થાય છે. પ્લે ૮ ઈન્દ્રરાજ પછી કન્તિદુર્ગ ગાદીએ આવ્યા. શ્લો. ૯ તેણે ઉજજનમાં હિરણ્યગર્ભવિધિ કરી ત્યારે ગુર્જર અને બીજા રાજાઓને પ્રતિહાર બનાવ્યા. ઈલેરાના દશાવતારની ગુફાના લેખમાં દન્તિદુર્ગને મહારાજ શર્વ લખે છે અને તેણે ઉજનમાં મહાદાન કર્યાની હકીક્ત પણ આપેલ છે. આ ઉપરથી એમ પણ સમજાય છે તે પ્રતિહારનામે ગુર્જર વંશ ઉજજનમાં તે વખતે રાજ કરતે હતે. તેથી પ્રતિહારવંશના રાજાએ મહોદય(કનેજ)માં વસ્યા તે પહેલાં રજપુતાનાના ભિનમાલમાં નહીં પણ ઉજજનમાં રહેતા એમ માનવાનું કારણ મળે છે. . ૧૦ દક્તિદુર્ગ પછી શુભતુંગ વલ્લભ એટલે કે કૃષ્ણ ૧ લો થયો. તેણે ચાલુક્યની સત્તા છીનવી લીધી એમ લખ્યું છે. લે. ૧૨ તેના પછી પ્રભૂતવર્ષ એટલે કે ગોવિદ બીજે થયો અને ત્યારપછી ધારાવર્ષ એટલેકે ધ્રુવ થયો. લે. ૧૪ યુવે ગંગા અને યમુના વચ્ચે નાસતા ગૌડરાજાનાં છત્ર વિગેરે પડાવી લીધાં હતાં. ધ્રુવને સમકાલીન થઈ શકે એ ગૌડરાજ પાલ વંશને ધર્મપાલ અગર તેને પિતા ગોપાલ હોઈ શકે. તે વંશના લેખે ઉપરથી જોઈ શકાય છે કે ગોપાલ કાંઈ તે પરાક્રમી ન હતું તેથી ધર્મપાલને આ ઉલ્લેખ હશે. પોતાના રાજ્યની બહાર તેની હાર થઈ તેથી એમ અનુમાન થાય છે કે કદાચ કનાજના રાજાની મદદે તે ગયો હોય. વડેદરાના તામ્રપત્રમાં ધ્રુવે ગંગા અને યમુના વચ્ચેનો પ્રદેશ જિ એમ લખેલ છે તેનાથી ઉપરના અનુમાનને ટેકો મળે છે. તે પ્રદેશ કને જના રાજ્ય સાથે મળતું આવે છે, અને એમ લાગે છે કે વત્સરાજને હરાવીન ધ્રુવ ઉત્તર તરફ વધતું હશે ત્યારે ગોંડરાજા મદદે આવ્યું હોય તેને પણ હરાવી તેનાં છત્ર વિગેરે પડાવી લીધાં. ઑો. ૧૫ ધ્રુવની કીર્તિ સ્વર્ગમાં પહોંચ્યાનું એટલે કે તે સ્વર્ગસ્થ થયાનું લખ્યું છે બ્લો. ૧૬ ધ્રુવને નિરૂપમને ઈલ્કાબ હતો અને તેને દીકરો ગાવિંદ ૩ ને ગાદીએ આવ્યો કે તરત ખંડીયા રાજાઓને કેટલાકને તેની ગાદી પાછી આપી અને મંત્રીની સલાહ વિરૂદ્ધ તેના બાપે કેદ કરેલ ગાગ રાજાને છોલે મૂકો. ક. ૧૭, ૧૮, પિતાના મોટા ભાઈ રણુવલેક કંભદેવની ઉશ્કેરણીથી બાર ખંડીયા રાજા સાથે તેને ગાદીએ બેઠા પછી તરત લડવું પડયું હતું. ગાંગ રાજાએ ખંડણી આપવાની ના પાડી તેથી ફરી કેદ કરવામાં આવ્યું. ૪ ઈ. એ. વ. ૧૧ પા. ૧૦ * એ. ઈ. જે. ૧૪ પા. ૧૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy