________________
राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र
૧૨
આગલા ભાગ )ની ધૂળથી શ્વેત અનેલા શિર સહિત, સૂર્યનાં કિરણાની ગરમી શ્વેત છત્રથી દૂર રાખવામાં આવી હતી તેથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી ચાલનાર શ્રીગાવિંદરાજ નામના પુત્ર હતા.
( ૧૬ ) તેના અનુજ શ્રી ધ્રેવરાજ મહાપ્રતાપી, અને અપ્રતિબદ્ધવિક્રમવાળા હતા અને સર્વતૃપાના પરાજય કરીને ચહુડ પ્રતાપમાં ઉષાના સૂર્ય સમાન ક્રમે થયા હતા.
( ૧૭ ) જ્યારે સનૃપામાં મણ તે રાષ્ટ્રકૂટાના નાયક થયા અને જ્યારે તે જે ધર્મ પરાયણુ હતા, જે અમૃત સમાન ગુણ્ણાના સાગર હતા, જે સત્યવ્રતપરાયણુ હતા અને જે પૃથ્વીમાં સાગરના કિનારા સુધી રાજ્ય કરતા ત્યારે તે સારા રૃપથી અખિલ જગત નિત્ય આનન્દ્વ પામતું( ઉચ્ચારતું ) “ ખરે સત્યયુગ પુન: આવ્યેા છે, ''
( ૧૮ ) જ્યારે તે ચાર સાગર સહિત અખિલ રાજયમાં ધર્મરાજય કરતા ત્યારે જનાના હૃદયમાં અતિ આનંદ થયેા.
( ૧૯ ) તેને તેના વંશનું ભૂષણ, ઉદાર, જનાને પ્રિય, પ્રતાપ ધનવાળા, મહાન વિક્રમથી નિજ શત્રુઓને સંતાપનાર અને ગુણીજનાથી આ જગમાં સર્વત્ર વ્યાપેલા યશવાળા ગાવિંદરાજ પુત્ર હતા.
( ૨૦ ) જગમાં વિખ્યાત તેનું બીજું નામ પૃથ્વીવલ્લભ હતું. સહાય વિના તેણે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વી વશ કરી.
( ૨૧ ) પછી તેની ખેંચેલી અસિના પ્રહારથી મહાયુદ્ધમાં દુઃખી થતા તે રૃપાના મંડળ સહિત તેમને સર્વેને એકત્ર સહાય વિના ખાંધી, લક્ષ્મીને સ્થિર બનાવી તેને પેાતાની ઉત્તમ, અને ઉજ્જવળ ચૌરી ધારણ કરવા ફરજ પાડી અને પીડાતા ગુરૂએ, દ્વિજો, સંત, મિત્રા અને બન્ધુજનાથી ઉપભાગ થાય તેવી તેને ( લક્ષ્મીને ) બનાવી.
( ૧૨ ) જ્યારે આ વીર જેની સમીપમાં શત્રુએ કંપતા તે સ્વર્ગમાં ગયા ત્યારે સદ્ગુણ્ણા માટે વિખ્યાત તેના પુત્ર શ્રીમહારાજ શવ નૃપ થયા.
( ૨૩ ) સર્વ ચૈજનેા અભિલાષ પૂર્ણ થયાથી તુષ્ટ થયા હેાવાથી તેણે અમેાધવ (વૃથાદાનવૃષ્ટિ ન કરનાર )ના અપર નામની અર્થની સત્યતા પૂર્ણ સત્ય કરી.
( ૧૪ ) તેના પિતૃન્યક શ્રીઇન્દ્રરાજ, જે શત્રુઓના ગૃહમાંથી લક્ષ્મી અદૃશ્ય થવાનું એક જ કારણુ રૂપ હતા અને જે ગુણાથી નૃપમંડળનાં હૃદય વિસ્મિત કરતા તે, નૃપ થયેા. રાજ્યશ્રી અન્ય નૃપાને છેડી તેની, પ્રેમથી વિષય પ્રકટ કરી, સેવા કરતી અને તેના સ્વભાવનું સર્વ વિ પાસે માટેથી ગાન કરાવતી.
( ૨૫ ) જેના મિત્રા ધનુષપ્રયાગમાં પ્રવીણુ હતા અને તેના માટે મરણુ માટે માન લેાકેા તૈયાર હતા, જે સદાચારી હતા, જે સર્વ અન્ય નૃપામાં કૃત્યામાં અધિક હેાઇ, જગમાં સર્વ દિશામાં ઉન્નત થતા હતા, જે એકલા જ મઢવાળા શત્રુઓની પડતી કરવા સમર્થ હતા અને જે સૂર્ય સમાન હોઈ તેના સ્વામિએ તેને આપેલા લાટ દેશનું રક્ષણુ કરતા તે નૃપ પેાતાના રાજ્ય વિરૂદ્ધ કાની શત્રુતાના ભય રાખતા ?
( ૨૬ ) તેને, અતિ પ્રતાપી, શાસ્ત્રાર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્ત વૃત્તિવાળા, ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ નામ શ્રી કંકરાજ અને અન્ય ગૌણુ નામ ધારનાર પુત્ર હતા.
( ૨૦ ) તેને, તેના વંશનું ભૂષણ, નયનિપુણુ વીર, રાયભાર સંભાળનાર, અનેક બન્ધુ જાને શ્રીમાન્ બનાવી પ્રસન્ન કરનાર, પાર્થ( અર્જુન )ને ધનુષ( ના ઇક્ષ પ્રયેાગ )માં સદા સમાન, શ્રેણી જગામાં પ્રથમ શ્રી કંડરાજ નામના પુત્ર જન્મ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com