SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૨૮)દાનમાં, ( રેગ્ય ) મદમાં, સદ-આજ્ઞામાં, શૌર્યમાં, અને વિક્રમમાં તેના સમાન અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળો તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. | ( ર૯) તરવાર મ્યાનમાંથી ખેંચનાર બાપુના બળથી, અતિમદથી ફુલાઈ ગએલા અને પરસ્પર દૃઢ રીતે એકત્ર થઈ સ્વેચ્છા મુજબ દેશ ગ્રહણ કરનાર રાષ્ટ્રનું મંડળ જે ઘણું દુર્વ્યવસ્થિત હતું તે જતી લઈ અમેઘવર્ષના વિખ્યાત નામથી રાજ્ય કર્યું. | ( ૩૦ ) તેને, પુત્ર માટે અભિલાષ રાખનારને, સગુણી, ઉદાર, મહાપ્રતાપી, કૃતવીર્ય સમાન શૌર્યસંપન્ન અને સર્વ નૃપમંડળને વશ કરનાર ધ્રુવરાજ નામને પુત્ર જન્મે. (૩૧) જડ ચંદ્રને અથવા કુદરતી રીતે ઠંડે છે તે હિમગિરિને, અથવા અસ્થિર પવન કે તાપથી પીડાતા સ્વભાવવાળા સર્ય અથવા ક્ષાર ઉદધિને તેની સાથે સરખાવી શકાય નહીં તેથી તેને કવિઓના ગીતમાં તે નિરૂપમ કહેવાય છે (૩૨) તે, રણના અગ્રે એકલે રહી અને વલ્લભની સેનાને નસાડી મૂકનાર અનેક શસ્ત્રના પ્રહારથી શુદ્ધ દેહથી વર્ગમાં ગયે. (૩૩) તેના પુત્ર શ્રી અકાલવર્ષ સર્વ નૃપ પાસેથી યશ હરનાર, જેને યશ વર્ગમાં પણું ગયો હતો તે તેના વંશને આધાર હતો. (૩૪) તેણે કે જેના દુષ્ટ અનુજીવીઓ નિમકહરામ(રાજદ્રોહી) હતા તેણે વલ્લમની સેનાથી ચઢાઈ થએલું નિજ પિતાનું સામ્રાજય સત્વર પાછું મેળવ્યું. ( ૩૫ ) શુભતુંગ વાણીમાં મૃદુ, સત્યપરાયણ, શ્રીમાન, અનુછવિનમાં પ્રેમાળ, મરવાળો અરિને ભય સમાન હતું અને મિત્રોનું શ્રેય કરનાર હતો. (૩૬) જ્યારે તે ધર્મ નૃપ સ્વર્ગમાં ગમે ત્યારે સગુણમાં પ્રીતિવાળે, ધવરાજ સરખે ધમ, ધ્રુવરાજ પૃથ્વીને પ્રસન્ન કરતે. (૨૭ ) તેને (શુદ્ધ) માટે સામે ત્વરાથી મળવા આવતી પ્રબળ ગૂર્જર સેના, શત્રુ વલભ પ્રતિપક્ષી થએલા બધુજને, અને અનુજના દગા તે સર્વ તેના ભયથી શાંત થઈ ગયાં. અહા ! નિરૂપમ નૃપ? તારિ અસિને ચમત્કાર અભુત હતે. (૩૮) તેણે એકલાએ જ સહેલાઈથી યુદ્ધ માટે તૈયાર ગૂર્જરનું બલવાન સૈન્ય જે તેના બધુ જનેથી પુનઃ ભરપૂર હતું તેને નસાડી મૂકયું. ( ૩૯ ) શુભતુંગને પુત્ર અતિ ઉચ્ચ પદ પામે તે કંઈ અભુત નથી. કારણકે હમણાં જ લિત થઈ, દાન અને શૌર્યથી સર્વથી ઉચ્ચ યશ તેણે પ્રાપ્ત કર્યો. ( ૪૦ ) નિજ બાહુબળથી પ્રાપ્ત કરેલું રાજ્ય તેના સેવકોને વેહેંચી તેણે શત્રુઓને ભય ઉત્પન્ન કર્યો અને અભિલાષ પ્રમાણે દીનેને અને આર્થિ જનેને લક્ષમી આપી. (૪૧) મિહિરને શ્રી સાથે વેગ હતું અને તે ઉમદા બધુજનેના મંડળથી આવૃત હતો. તેણે પરાક્રમથી સર્વ દેશ જિતેલા હતા, છતાં પરાજયના તિમિરથી ઢંકાએલા મુખ સાથે તે, ધારાવર્ષને પ્રતાપ નિજ પ્રતાપ કરતાં અધિક જોઈ અદશ્ય થઈ ગયે. કેટલા તેજહીન, દુષ્ટ અને દીનજને પૃથ્વી પર તેની આગળ નષ્ટ નથી થતા ? ( ૨ ) પૃથ્વી સગર આદિથી પૂર્વે રક્ષિત હતી છતાં નિજ પૂર્વજોના કરતાં અધિક ગુણસંપન્ન પ્રિય પ્રીતમની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેના મનોરથ પૂર્ણ થયા હતા તેથી આનંદ પામી. (૪૩) જીવિત પવન અને વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ માની આ મહાન ધર્મદાન તેણે આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy