________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે તમારી રક્ષા કરો.
( ૨ ) રાત્રિએ કિરણે ફેંકી તિમિર હણનાર અને મંડલાગ્ર ઉન્નત ક્ષિતિજ ઉપર કરીને પૃથ્વીમાં તેજ પ્રસરાવનાર નિર્મળ ઈન્દુ માફક વિશ્વવ્યાપી યશવાળે, નિર્મળ તેજ સંપન્ન, અસિ ઉંચી કરી અને આગળ કુચ કરી શત્રુઓને હણનાર રાજસિંહ ગેદરાજ નુપ હતા.
( ૩ ) તેની સામે વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના આવતી રણુમાં જઈ, સદા તે અધર કરડી અને ભ્રમર ગુંથી, અસિ, કુળ, હૃદય અને પૈર્ય ઉચું કરતે.
( ૪ ) જ્યારે મહાયુદ્ધમાં તેનું નામ તેના શત્રુઓ સૂણુતા ત્યારે તેમના કરમાંથી અસિ. મુખમાંથી શોભા, અને હદયમાંથી ગર્વ આ ત્રણ ચીજ નિરન્તર સહસા તેમની પાસેથી સરી જતી.
( ૫ ) વિશ્વવિખ્યાત ઉજજવળ યશવાળા, દુઃખી જાનું દુઃખ કાપનાર, હરિના પદના સ્થાનને સહાય કરનાર, સ્વર્ગના નૃપ સમાન, ઉદાર તેના પુત્ર શ્રીકકકરાજ તેના પછી રાષ્ટ્ર કુટ વંશને મણિ થયે. " ( ૬ ) ઉમદા રાષ્ટ્રકૂટના મેરૂ પર્વત સમાન, અગિજનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી ઉજજવળ અને દંતપ્રહારથી ઉઝરડા થએલા અંધવાળો, ભૂમિપર શત્રુઓનો નાશ કરનાર ઇન્દ્રરાજ નૃપ તેને પુત્ર હતે.
(૭) તેને, ઈદ્ર સમાન, ચાર સાગરથી આવૃત અખિલ જગતને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર શ્રીદવિદુર્ગવાજ પુત્ર હતા.
(૮) તેણે મુઠ્ઠીભર ભૂલ્યથી સત્વર કર્ણાટની અસંખ્ય સેનાને પરાજય કર્યો અને કાચીશ, કેરલ, ચલ, પાથ, શ્રીહર્ષ અને વજને પરાજય કરવામાં તે દક્ષ હતે.
( ૯ ) તેના પરાક્રમથી તેણે મહાન ખડકેની હારમાં આગળ વધતાં તરંગેનાં જળ પ્રકાશે છે તે રામસેતુથી હિમાલય જ્યાં વિમળ પ્રભાવાળા ખડકોના ઢગ હિમશિખાઓથી કલંકિત થાય છે ત્યાં સુધી અને પૂર્વ અને પશ્ચિમના સાગરના રેતીવાળા કિનારાની સીમા સુધી આ જગને તેની રાજસત્તા નીચે આપ્યું.
( ૧૦ ) જ્યારે તે વલભરાજ સ્વર્ગમાં ગયો ત્યારે પ્રજાને નહીં પડનાર કકરાજને પુત્ર કૃષ્ણરાજ નૃપ થયે.
( ૧૧ ) જેના બાહુબળથી અસંખ્ય શત્રુઓ પૂર્ણ નાશ પામ્યા હતા તે કૃષ્ણરાજનું ચરિત ( વસુદેવના પુત્ર )કૃષ્ણ સમાન નિષ્કલંક હતું.
( ૧૨ ) શુભતુંગના મહાન અથી ઉડેલી રજનાં વાદળથી સૂર્યનાં કિરણે રેકતું આખું નભ ગ્રીષ્મમાં પણ વર્ષ તુ આવી હોય તેવું લાગતું.
( ૧૦ ) તેણે યુદ્ધમાં આત્મભુજબળના ગર્વવાળા રાહને તીક્ષ્ણ અસિના પ્રહારથી પરાજય કર્યો અને સવર અનેક પાલિવજથી ઉજજવળ થએલા “રાજાધિરાજ” અને “પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી.
( ૧૪ ) ચાર સાગરથી આવૃત્ત બની ભૂષિત થએલી પૃથ્વીને અને પવિત્ર શાસ્ત્રોને પણ તે પાલક હતું. તે બ્રાહ્મણને ઘણું ઘી આપ, અમરની સેવા કરતે, અને ગુરૂઓને માન આપતા. તે ઉદાર, મદવાળો, ગુણીજનેમાં પ્રથમ અને લક્ષમીન વલ્લભ હતા. તેના મહાન તપથી સ્વર્ગનાં કળના ઉપભોગ કરવા તે અમરેના ધામમાં ગયા.
( ૧૫ ) તેને, વલ્લભ નામથી વિખ્યાત, જગતના પરાજય કરેલા શત્રુઓની વધુઓને વિધવા બનાવવામાં દક્ષ, અરિના મસ્ત ગજેનાં કુમ્ભ યુદ્ધમાં ક્ષણમાં ભેદનાર નાસીર (સૈન્યના
૧ પાલિધ્વજના અર્થ માટે જુઓ ઈ. એ. વ. ૭ ૫. ૧૧; ૨૪૫. ડો. ફલીની નાટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com