________________
राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र રાજાઓની હકીક્ત પણ આ દાનપત્રમાં બહુ ઉપયોગી છે. શક સંવત ૭૪૯ અને ૭૮૯ વચ્ચેના ટુંકા સમયમાં જૂદા જૂદા વંશના પાંચ રાજાઓએ રાજ્ય કર્યું હતું. આ હકીકત એકલી જ એ બતાવવાને પૂરતી છે કે તે સમય વિપત્તિ અને લડાઈઓને હતું, અને કકક ૩ ઉત્તરાવસ્થાએ ગાદીએ આવ્યું હશે અને તેના પુત્ર અને પૌત્ર મોટા થયા કે તરત જ મૃત્યુ પામ્યો અગર મારી નાંખવામાં આવ્યો હશે. તે સિવાય અધી સદીમાં પાંચ વંશને ગાદીએ આવી ગયા, એ અસંભવિત લાગે છે. ચાર નવીન રાજાઓની જે થડી હકીકત આપી છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓને બહુ મુશ્કેલીઓ નડી હશે. આપણું દાનપત્રના દાતા ધ્રુવ ૩ જાને તેના શત્રુ વલ્લભ અને બળવાર સંબંધીઓ સાથે લડાઈ થઈ હતી. ધ્રુવ ૩ જે પણ એક ખંડીએ રાજા હતા. રાઠોડનાં તામ્રપત્રો તથા સિલાહારના કાનેરના લેખો ઉપરથી અનુમાન થાય છે કે અમેઘવર્ષનું રાજ્ય આ સમય સુધી ચાલ્યું હતું. ત્રીજે શત્રુ, “ બલવાન ગુર્જરો” એ અણહિલવાડના ચાવડા અગર ચાપોત્કટો હશે, કારણ કે ૯ મી સદીમાં ગૂર્જર કહી શકાય તેવું બીજું કઈ રાજય ન હતું. કૃષ્ણની
રત્નમાલા ” મુજબ ઈ. સ. ૮૪૧ થી ૮૬૫ સુધી ખેમરાજ અગર ક્ષેમરાજે અણહિલવાડમાં રાજ્ય કર્યું હતું. અને ભરૂચ મેળવવા માટે ધ્રુવના અનુજની સહાયથી ઘણું કરી આજ ગુર્જરે મેહનત કરી હતી.
દાનમાં કર્માન્તપુર સાથે જોડેલાં ૧૧૬ ગામોનું પારાહણુક ગામ જે જીભા નામના અવયું અગર યજુર્વેદના શિષ્ય તથા લાક્ષાયણ ગોત્રના બ્રાહ્મણને આપ્યું હતું. તેને હેતુ એક સત્ર અથવા સદાવ્રત ચલાવવાનું તથા ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવાનો હતો. તે મેળવનારના પિતાનું નામ નેન્નપ્ય (કદાચ નેત્રપ) અને તેના દાદાનું નામ દાધિ હતું. પારાહણુક ગામની સીમામાં “ બ્રાહ્મણકુલેનું નિવાસસ્થાન મેક્ક આપ્યું છે. આ સુરતથી બારડેલીના રસ્તા ઉપર આવેલું અને મોટાલા બ્રાહ્મણનાં અસલ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયેલું મેટા ગામ છે. આપણુ દાનમાં તાપી નદીની દક્ષિણ તરફના એક ગામને નિર્દેશ કરેલ છે તે ઉપરથી પુરવાર થાય છે કે ભરૂચના રાઠોડના રાજ્યમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થતો હતો. આ હકીકત કાવી અને ગુજરાતનાં પતરાંએ અચોકકસ રાખી હતી. હાલના સમયમાં પણ તાપી નદીની દક્ષિણમાં રાઠોડ કૃષિકારો મળી આવે છે.
આપણુ દાનપત્રમાં સૂર્યગ્રડનો ઉલ્લેખ આપેલ હોવાથી દાન આપવાને દિવસ ચોક્કસ થઈ શકે છે. પ્રોફેસર જેકેબી અને ડે. બગૅસ ખાત્રી પૂર્વક કહે છે કે તે તારીખ ઈ. સ. ૮૬૭ ના જુનની ૬ ઠી હતી, અને આ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. આ શાસનનો દૂતક શ્રી ગોવિંદ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com