________________
નં. ૧૨૯ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર
શક સંવત ૭૮૯ ચેષ્ઠ અમાવાસ્યા. નીચે આપેલું દાનપત્ર ગાયકવાડની હદમાં બગુમ્રા( જીલા બલેસર )માં કેટલાંક બીજા જૂના અને નવા લેખ સાથે એક ખોદકામમાંથી મળી આવ્યું હતું. મારા જૂના મિત્ર રાવસાહેબ મેહનલાલ આર. ઝવેરી જે સુરતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર હતા, તેમણે આ તરફ મારું ધ્યાન ખેચ્યું હતું અને મારા માટે કેટલાંક પતરાં ખરીદ્યાં હતાં.
આ દાનપત્ર ત્રણ મજબૂત પતરાં ઉપર લખેલું છે. તેનું માપ ૧૨”x૧૦” ઈંચ નું છે. તે રાઠેડનાં શાસનના રિવાજ મુજબ પતરાંની ડાબી બાજુએ પાડેલાં કાણાંમાંથી પસાર કરેલી એક મજબૂત કડી વડે જોડેલાં છે. ત્રીજું અને પહેલું પતરું અંદરની બાજુએ જ કેતરેલું છે. કડી ઉપર રાઠોડની હિંમેશની મુદ્રા-કમળ ઉપર બેઠેલી હાથમાં સર્પ રાખેલી શિવની મૂર્તિ છે. પતરાં એકંદરે સુરક્ષિત છે, જે કે કાટને અંગે કયાંક કયાંક થેડા અક્ષરો નાશ પામ્યા છે. પહેલા પતરાના નીચેના જમણુ ખૂણામાંથી એક ત્રિકણ કડક ભાંગી ગયું છે, પરંતુ તે પણ સાચવામાં આવ્યું છે.
અક્ષરો કુશળતાથી કતરેલા છે. એકંદરે તે દનિદર્શનો સામનગઢનાં શાક સંવત ૬૭૫ નાં પતરાંને બહુ મળતા આવે છે, પણ કેટલીક રીતે વધારે આધુનિક આકારના જણાય છે.
લેખવાંચન વિદ્યાની દ્રષ્ટિએ જોતાં આ શાસન બહુ ઉપયોગી છે, કારણ કે સાહિત્યની અગર કાયસ્થ-નાગરી લિપિ બતાવતું ગુજરાત રાઠેડનું આ જૂનામાં જૂનું દાનપત્ર છે. કર્ક ૨ જાનાં વડોદરાનાં પતરાંમાં અને ગોવિંદ ૪ થાનાં કાવીનાં શક સં. ૭૪૯ નાં પતરાંમાં હજી જૂની ગુજરાતની લિપિનું અનુકરણ કરેલ છે. વળી ગેવિંદ ૩ જાનાં રાધનપુર અને વન હિંડરિ દાનપત્રોમાં ખરા કાયસ્થ અક્ષરો સાથે જોવામાં આવે છે તેવાં પ્રાચીન રૂપિ આમાં જ્યાંત્યાં જવામાં આવતાં નથી. દાનપત્રની શબ્દરચના બીજા રાષ્ટ્રટ શાસનને બહ મળતી આવે છે. અને વંશાવળીના જે ભાગે પહેલાંના રાજાએ વિષે છે તે કાવી વડોદરા અને સામનગડનાં પતરાંને અક્ષરશઃ મળતા આવે છે. આપણું દાનપત્ર પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશાવળી નીચે પ્રમાણે છે -
એ. દક્ષિણ વંશ. ૧ ગોવિંદ ૧.
૫ કૃણ શુભતુંગ.
૩ ઇંદ્ર ૧. ૪ દક્તિદુર્ગ
વલમ.
૬ ગોવિંદ ૨,
વલભ.
૭ ધ્રુવ ૧
૧ ઇ. એ. વ. ૧૨ પાનું. ૧૭૯ છે. બ્યુલહર અને ડે. ઈ. હુશ. ૨ અહિં નોંધ કરેલા દાનના અસલ પતર વિનાના ઓરીએન્ટલ મ્યુઝીયમને ભેટ કરવામાં આવશે, અને ત્યાં જવા માટે ખુલ્લાં રખાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com