SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख આ ગણત્રી વિરૂદ્ધ સામગઢનો લેખ મુખ્ય વંશમાંના નં. ૧-૪ નાં નામે ફક્ત આપે છે. અને વડોદરાને લેખ મુખ્ય વંશમાંના નં. ૧,૨,૫,૭,૮ અને ગુજરાત શાખામાંના નં. ૧,૨ આપે છે. વડોદરાના લેખમાં કહ્યું છે કે કણે ( નં. ૫ ) પિતાના ૬ષ્ટ સંબંધીને મારી નાંખી પિતે રાજ્ય લીધું હતું. કાવીના લેખની મદદથી હવે જાણી શકાય છે કે તે પદભ્રષ્ટ કરેલો સંબંધી દંતિદુર્ગ સિવાય બીજે કે હતો નહીં, વડોદરાના લેખના લેખકે ઇન્દ્ર અને દંતિદુર્ગનાં નામ ન આપવાનું કારણ પણ સમજાય છે. દંતિદુર્ગ દુષ્ટ હતું, એટલે તેણે કર્ક વંશની ધાર્મિક રાજાઓની શાખા જ આપી. લેંરસનની માફક એવું માનવાની જરૂર નથી કે, કર્ક ૧ લા ના મૃયુ પછી રાષ્ટ્રકટના રાજ્યના બે ભાગ થઈ ગયા હતા. આપણા લેખના લોક ૨૯ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે ગોવિદ ૨ જા એ જ રાષ્ટ્રટેનું જૂદું રાજ્ય સ્થાપ્યું હતું અને તેણે લાટેશ્વર મંડલ પિતાના ભાઈ ઇન્દ્રને આપી દીધું હતું. આ હકીકતને વડોદરા દાનપત્રમાં સુધારેલાં વાંચનથી ટેકે મળે છે. ગાવિંદ ૨ જાને વનડે રિને લેખ શક ૭૩૦ ને છે એટલે રાષ્ટ્રકૂટએ ગુજરાત ઉપર ચઢાઈ ૮ મી સદીના અંતમાં અગર ૯ મીની શરૂવાતમાં કરી હશે. આ સમયે વનરાજે ઈ. સ. ૭૪૬ માં સ્થાપેલા અણુહિ. લવાડના ચાકડે અગર ચાવડાએ તે વખતે પણ બહુ નબળા હોવા જોઈએ તેથી તેઓ નજીકના લાટ પ્રદેશની મદદ કરી શક્યા નહિ હોય. લાટ એ હાલને મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રદેશ છે. પરંતુ કાવી અને વડોદરાનાં પતરાં ઉપરથી જણાય છે કે લાટ પ્રદેશની સીમા ૯ મી સદીમાં સંકુચિત હોવી જોઈએ, કારણ કે ગોવિંદ ૩ જે, દાનપત્ર જાહેર કરતી વખતે ભરૂચમાં રહેતા હતા, અને દાનમાં આપેલું ગામ તેમ જ તેની આજુબાજુનાં ગામો જમ્મુસર તાલુકામાં છે. કાપિકા એ કાવી છે; વટપદ્રક, રૂહણ, જદ્વાણ, અને કાલીયર એ હાલનાં વર્દલ, રૂણાદ, જંત્રાણુ, અને કાલીઅર છે. પૂર્ણવિ, નવિ થયું છે. વડોદરાનાં પતરાંમાં આપેલાં અકેટ અને જખુવાવિકા હાલનાં અંકૂટ અને જામ્બવા વડેદરાની દક્ષિણે પાંચ છ મૈલ ઉપર આવેલાં છે. આ ઉપરાંત, ભરૂચ ડિસ્ટ્રિકટમાં તથા ગાયકવાડનાં તાપી નદીના ઉત્તર કિનારાનાં ગામોમાં આજે પણ આપણને રાઠેડ ગરાસીઆઓ માલુમ પડી આવે છે—જે હકીકત ચોકકસ નિશાની છે કે એ પ્રદેશ રાઠોડ એટલે રાષ્ટ્રકૂટના તાબામાં હતે. રા ટેનું રાજ્ય લાટમાં કેટલો સમય ચાલ્યું અને તેઓએ પિતાના મુખ્ય વંશ સાથે કંઈ સંબંધ રાખ્યું હતું કે નહી, એ નક્કી કરવું હાલ અશક્ય છે. પરંતુ એ હકીક્તને લગતી બે બાબતે ખાસ ધ્યાન દેવાલાયક છે. વડોદરાનાં પતરાંમાં કર્યું, અને કાવીનાં પતરાંમાં ગોવિંદ, એ બન્ને પિતાના ફક્ત “ મહાસામતાધિપતિ ” કહે છે. એથી જણાય છે કે તેઓ કઈ મહારાજાના ખંડીયાઓ હતા. વળી, ક અને ખરટનના લેખમાં આપેલી ગોવિંદ ૨ જાની મુખ્ય શાખાની વંશાવલી ગુજરાતના લેખે કરતાં જૂદી જ છે. એટલે ગુજરાતના રાષ્ટફટે માબેટના રાષ્ટ્રકૂટના ખંડીયાઓ હોવા જોઈએ, એમ હું માનું છું. ૧ જ. બો. બ્રા. ર. એ. સે. વ. ૨ પા. ૩૭૧ ૨ ઈ. આ. વિ. ૩ પા. ૫૪૦ ૩ લાસન એમ ધાર છે કે રાની મુખ્ય શાખા પણું ગુજરાતમાં રાજ્ય કરતી હતી. આ ધારણા માટે કંઈ પણ પુરા નથી. પરંતુ એમ બતાવવાને પૂરતો પુરાવો છે કે તેઓ એક દક્ષિણ જતી હતી અને તેની રાજ્યપાની “માન્યખેટ” અથવા માલખેટ:હતી જુઓ કડ, ખાપટન અને સાલોટગીનાં પતરાં ઉપરની ચર્ચાઈ. કે. વો-૧, ૫. ૨૦૫. ૪ જુઓ, ઈ. એ. જે. ૧ પા. ૨૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy