________________
નં. ૧૨૬ કાવીનું ગોવિંદરાજનું દાનપત્ર'
શક સંવત ૭૪૯ વૈશાખ સુદિ ૧૫ ગેવિદરાજનાં દાનનાં ત્રણ પતરાંનું અસલ માપ ૧૫” x ૧૦” નું હતું, અને એક કડા વડે સાથે જોડેલાં હતાં. આ કડું ખવાઈ ગયું છે. પહેલા પતરાને મધ્ય ભાગના એક ગોળ કકડાના નુકશાન ઉપરાંત ડાબી બાજુએ ઘણું નુકશાન થયું છે. બીજા પતરાને ઉપલો ભાગ સંભાળ વગર વપરાએલે જણાય છે, અને હથોડીના ઘા વડે પહેલી પંક્તિ ભૂંસાઈ ગઈ છે. ત્રીજા પતરામાંથી ચાર ખૂણાના મથાળાના તથા કડા ઉપર ડાબી બાજુના હાના ટુકડાઓ નાશ પામ્યા છે.
લેખની લિપિ જ. મેં. એ. સે. વ. ૮ પા. ૩૦૨ માં પ્રસિદ્ધ થયેલાં વડેદરાનાં પતરાંની પ્રતિકૃતિને મળતી આવે છે. પહેલા પતરાની છેડી પંક્તિઓમાં અને પતરા બીજા બી સિવાય, અક્ષરે બહુ ઉંડા અને સારી રીતે કરેલા છે. પહેલું પતરું, અક્ષરોનાં ભૂલભરેલાં કોતરકામને લીધે એવી ખરાબ સ્થિતિમાં છે, કે તેને ફોટોગ્રાફ અગર છાપ લઈ શકાતાં નથી.
લેખના લખાણની ખાસ ઉપયોગિતા એ છે કે રાષ્ટ્રફને ઈતિહાસ વડોદરાના પતરા કરતાં આગળ લઈ જવા ઉપરાંત તેમાં પ્રાચીન રાષ્ટ્રકટેની વંશાવળી આપી છે, કે જે આઠમી અને નવમી સદીનાં અત્યાર સુધીનાં જ્ઞાત દાનપત્રમાં ઘણું જ અપૂર્ણ આપી હતી; અને તેથી આ દાનપત્ર, ગુજરાતમાં રાષ્ટ્રના રાજ્યની સ્થિતિ વધારે ચોક્કસ રીતે નક્કી કરવામાં મદદ કરે છે. કાવીના દાનપત્ર મુજબ રાષ્ટ્રકટે નીચેના અનુક્રમે ગાદીએ આવ્યા હતા –
અ– મુખ્ય વંશ ૧. ગેવિંદ ૧ લે ૨. કર્ક ૧ લે
૩. ઇન્દ્ર
૫. કૃષ્ણ
૬. ગોવિંદ ૨ જે.
૭. ધ્રુવ
૪. દંતિદુર્ગ (શક ૬૭૫)
૮. ગોવિંદ ૩ .
(શક ૭૩૦)
---
| બ. ગુજરાત શાખા ૧ ઈન્દ્ર
૨ કક ( શક ૭૩૪)
૩ ગોવદ (શક ૭૪૯).
૧ ઈ. એ.વ, ૫ પા. ૧૪૪ છે. મ્યુલર
છે. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com