________________
३६
गुजरातना ऐतिहासिक लेख (પ. ૫૪) આથી જ્યારે તે બ્રાદાયના નિયમ અનુસાર તેને ઉપભોગ કરે અથવા ઉપભેગ કરાવે અથવા અન્યને સેપે અથવા ખેતી કરે કે ખેતી કરાવે ત્યારે કોઇ એ તેને પ્રતિબંધ કરવો નહીં. અને તેથી આ મારા દાનને પોતે કરેલું દાન હોય તેમ અમારા વંશના કે અન્ય ભાવ નએ ભૂમિદાનનું ફળ (દાનદેનારને અને રક્ષનારને) સામાન્ય છે અને લક્ષમી વિદ્યુત સમાન ચંચળ અને અનિત્ય છે અને જીવિત તૃણુ જલબિંદુ સમાન અસ્થિર છે તેમ મનમાં માની અનુમતિ આપવી અને રક્ષવું. અને જે અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત્ત થએલા
| દાનને જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતકને અને અન્ય નાનાં પાપને દોષી થશે.
(પં. ૫૯) અને વેદ વ્યાસે કહ્યું છે – ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૨૦ હજાર વર્ષ વસે છે, પણ ભૂમિદાન જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. અચિત ! જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિંધ્યાપતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કેટરમાં રહેતા કાળ સાપ જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે. પૃથ્વી વિષ્ણુની છે. અને ધેનુએ સૂર્યનાં બાળક છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી (અખિલ) ત્રણ ભુવને દેવાય છે. સગરથી માંડી પૃથવીને બહુ કૃપાએ ઉપભોગ કર્યો છે. જે સમયે ભૂમિપતિ હશે તેને તે સમયનું ફળ છે. ધર્મ, અર્થ અને યશની ઉપત્તિવાળાં ભૂમિદાન જે પૂર્વેના પોથી અહીં થયાં છે તે પ્રતિમાને અર્પણ કરેલામાંથી નિર્માલ્ય સમાન છે. કયો સજજન તે પુન લઈ લેશે ? નપમાં શ્રેષ્ઠ એ ભૂપI તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું તું કાળજીથી રક્ષણ કર. દાનનું રક્ષણ દાન કરતાં અધિક છે. ખરેખર ! પિતાને લાભ વિચારી અતિ નિર્મળ મનના પરષોએ લમી અને જીવિત કમળપત્રપરના જલબિંદુ સમાન અસ્થિર છે, એમ માની અન્યની કીર્તિનો નાશ ન કરવું જોઈએ! અને શ્રી રામભટ્ટે કહ્યું છે – રામભદ્ર વારંવાર ભાવિ સર્વે નૃપને પ્રાર્થના કરે છે કે આ નૃપને ધર્મસેતુ સદા તેમનાથી રક્ષાવો જોઈએ.”
(૫. ૬૮) આમાં દતક રાજપુત્ર શ્રી દક્તિવર્મા છે. આ મારા શ્રી ઈન્દ્રરાજના પુત્ર શ્રી કકકાજના સ્વહસ્ત છે. મહાસાંધિવિગ્રહિક કુલપત્રક દુર્ગભટના પુત્ર નેમાદિત્યથી લખાયું છે.
(૫. ૭૦) અને એ જ ગામ અંકોટ્ટકના ચતુર્વેદીના મંડળને પૂર્વના એક નૃપના પરીક્ષીએ આપ્યું હતું. તેથી પણ જ્યારે આ દાન, જેને ઉપગ દુષ્ટ નૃપેના પ્રતિબંધથી તૂટ હતું, તે સવર્ણવર્ષ કેઈ ઉત્તમ દ્વિજની વિદ્યાનું ફળ તે થાય તેવા નિશ્ચયથી ( આગામ) વટપુરના નિવાસી ભાનુભટ્ટને આપ્યું હતું. ... ... ... ... ... ... લઈને અને તાલાવારિક આદિ જાતિને ઉદ્દેશીને તાંબુલ પર્ણના દાનપૂર્વક ઈચ્છા અનુસાર રક્ષણ થવું જોઈએ એમ કહી, અને શાસન કરી, (નૃપે કહ્યું “જે કે આ નગર (પુરી) કુદરતી અને પ્રાકૃતિક દાન છે. પણ તે (દાની) જાણે છે કે મહાશંભુ ત્રિયાગેશ્વર દેવના ચરણની ભક્તિથી તેનું દાન ઉદ્ભવે છે "
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com