________________
राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र એને વશ કર્યા હતા, તેણે પુરાતન નૃપે જે પરદેશમાં ગમન કરતા તેમને યશ હરી લીધે. અરે ! તે નૃપ ભાગ્યનું અનુકરણ કરતે; મહાન્ નૃપના વંશ ઉખેડી નાંખતે, દીન સેવકોને મહાન ભૂપ બનાવતે અને ઈચ્છા અનુસાર સર્વ કરતે. ક્ષણવારમાં ગજના પગ બાંધવામાં વપરાતી સાંકળના રણકારવાળા તેના શત્રુઓના ચરણ બનાવી તેણે અભુત કાર્ય કર્યું. ખરેખર! ત્રિભુવનમાં સર્વથી મહાન વીર પાર્થે પણ આટલી ત્વરાથી તેના શત્રુઓને સંહાર કર્યો નહતો. શત્રુની મહાન ગજસેના જે તેના સામે યુદ્ધમાં આવતી ને તેનાથી છડેલાં પ્રતાપી બાણની વૃષ્ટિથી આગળ હંકાતી તે, પ્રલયસમય ઉદ્ભવતા પવનથી અહીં અને ત્યાં સહેલાઈથી ડેલતા કુલશૈલ પર્વતનું અનુકરણ કરતી.
(પતિ. ૩૦ ) તેને ભાઈ, ઈન્દ્રસમાન પરાક્રમી, ભૂમિ પર વિખ્યાત નૃપ, અદ્ભુત યશનું મૂળ ઈરાજ, તેને તેણે (ગોવિંદરાજે) આપેલા લોટેશ્વર મંડળનો રાજ્યાઁ થયો. આજે પણ તેને ગુણના પક્ષપાતથી, જાણે કે પિતાના ગૃહમાં હોય તેવી રીતે પિતાની સહચરીની છાતી પર કર નાંખતા દે, કિન્નર, સિદ્ધો, સાથે અને વિદ્યાધરના અધિપતિએ કુંદકુસુમની શ્રીવાળા તેના યશનું ગાન કરે છે. તે એકલે હતે છતાં તેણે, શૌર્યથી શિર ઉંચું કરી, યુદ્ધમાં તૈયારી કરી આવેલા ગૂર્જરના અધિપતિઓના નાયકને તે હરણું હોય તેમ સત્વર દૂરના દેશોમાં નસાડી મૂ; અને દક્ષિણના મહાસામનોના જૂથે ભય પામી, અને એકત્ર ન રહી તેમના વૈભવ તેમની પાસેથી શ્રી વલલભથી લઈ લેવાતા હોવાથી માન દેખાડી તેનું રક્ષણ મેળવ્યું.
(પંક્તિ. ૩૫) તેને પુત્ર શ્રી કાજ સદા પરાક્રમ માટે વિખ્યાત શત્રુઓ પાસેથી બળથી લક્ષમી હરી લઈ કીર્તિ પ્રાપ્ત કરે છે. જેઓ તેને આશ્રય લે છે તેમની અભિલાષ તે પૂર્ણ કરે છે અને શાસ્ત્રાર્થના જ્ઞાનથી સર્વ જનને રક્ષે છે. તેના રાજ્યમાં ચેરને વાસ નથી, અને વ્યાધિની ઉત્પત્તિ નાશ પામી છે, દુકાળ નથી, દુર્મિક્ષ નથી અને વિભ્રમનું અસ્તિત્વ નથી. સર્વ દેષ અદશ્ય થયા છે. તેના સર્વ શત્રુઓ તેના પ્રતાપથી નમ્યા છે. અને વિદ્વાનેને દુઃખ આપવા દુષ્ટજનમાં કૂર મતિ પણ નથી. અને નીચે પાડી નાંખેલા માલવપતિના રક્ષણ માટે નિજ કરને, ગૌડ અને વંગના અધિપતિઓને જિતી ગર્વ થએલા ગુર્જરના અધિપતિના દેશના દ્વારની સાંકળ બનાવી તેને સ્વામિ (કરને સ્વામિ) આમ અન્ય કરને રાજ્યનાં સર્વ ફળ માફક ઉપભેગ કરે છે.
(૫. ૪૦) જીવિત વિદ્યુત સમાન ચંચળ છે અને ભૂમિદાન સર્વોત્તમ કાર્ય છે એવું જોઈને તેનાથી આ ધર્મદાન થયું છે A (પં. ૪૧ ) સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામંત અધિપતિ, લાટથર સુવર્ણવર્ષ શ્રી કર્કરાજદેવ સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, અધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે –
(પં. ૪૩) તમને જાહેર થાઓ કે, શ્રી સિદ્ધશમી પુરીમાં નિવાસ કરી, મારા માતપિતા અને મારા આલોકમાં તેમ જ પરલોકમાં પુણ્યની વૃદ્ધિ માટે શક નૃપના કાળ પછી સંવત ૭૩૪, વિશાખ, પૂર્ણિમાને દિને વડપદ્રક નામનું ગામ જે અંકેક ૮૪ ગામમાં આવેલું છે, જેની સીમા પૂર્વે જબુવાવિકા ગામ, દક્ષિણે મહાસેના સરોવર, પશ્ચિમે અંકેટ્ટક ગામ અને ઉત્તરે વિદ્વાચ્છ ગામ છે તે આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ, ઉપરિકર, ભૂતવાતપ્રત્યાય, દડની સત્તા, દશ અપરાધના દડની આવક સહિત, ઉદ્ભવતી વેઠના હક્ક સહિત, અન્ન અને સુવર્ણના ર સહિત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, સરિતાઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્રના ઉપભોગ માટે પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વળે કરી ભૂમિ
છદ્રના ન્યાયથી, સ્નાન કરી બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચમહાયજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે ચતુર્વેદિ મધ્યેના શ્રી વલભીથી આવેલા, વાત્સ્યાયન ગોત્રના, માધ્યન્દિન બ્રહ્મચારી ભટ્ટ સમાદિત્યના પુત્ર બ્રાહ્મણ ભાનુને પાણીના અર્થ્યથી મેં આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com