________________
નં. ૧૦૪ યાશ્રય શીલાદિત્યનાં સુરતનાં તામ્રપત્રો
ચેટી. સં. ૪૪૩ શ્રાવણ સુ. ૧૫ ઈ. સ. ૬૨ પાશ્ચાત્ય ચાલુકય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુકય યુવરાજ યાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે.
વંશાવલી
મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલભ-આખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા.
તેને પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેને પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીકૃથિવીવલલભ.
તેને કાકે ધરાશ્રય જયસિહવર્મન. તેને દીકરે યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય. પં. ૨૫ જે રિપૌ બાવળનૌમારા પં. ૩૬ હ હલાવવતુ રિવંત્સાવિ શ્રાવકુળનાચાં સં. ૨૩ શ્રવણ ૩. ૨૫ ૨. સંવત ૪૪૩ શ્રાવણ સુ. ૧૫( ઈ. સ. ૬૨)
દાન-કર્મણેય આહારમાં આવેલું એસુસ્સલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મDય તે હાલનું કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે.
• વી. એ. કે. રીપોર્ટ આર્યન સેકશન ૫. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com