________________
નં૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્ર*
શ. સં. ૬પ૩ (૭૩૧ ઈ. સ.) શ્યાશ્રય શીલાદિત્યના ચે. સં. ૪૨૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રનો ઉલ્લેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (. સ. ૧૮૬૮ માં ) ડો. ભાઉદાજીને માટે ચાલય તામ્રપત્રની નકલ ડો. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહરથનાં હતાં. તેમાં ચાલુકાની વંશાવલિ નીચે મુજબ આપેલી છે.
કીર્તિવર્મા
પુલકેશી વલ્લભ
(જેણે હર્ષવર્ધનને જિ
)
જયસહવર્તન
સત્યાશ્રય વિક્રમાદિત્ય
વિનયાદિત્ય યુદ્ધમલ્લ
જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬૫૩)
શ્યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને સિહવર્મા તે તેના દીકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ એ બે એક જ જણ હતા.
જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે.
તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે.
જ. બી. એ. ર. એ. સે. ૧. ૧૧ પા. ૫ ડે. ભગવાનલાલ ઈદ્રજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com