________________
૧૭૦
गुजरातना ऐतिहासिक लेख દશપુરને ચતુર્વેદી હતે આ ઉપરથી હું અનુમાન કરું છું કે અયાનકાગ્રહાર એ એક દશપુરને એક વિભાગ ( ભાગ) હતો. દાન લેનારો બીજો પુરૂષ એ કદાચ પહેલા ભાઈ હતું અને તે અગરિતકાગ્રતાર જે દશપુરને બીજે વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મધયેના એક હતા અને ત્યાં વસતો હતો. આ શહેર એ હાલનું દસેર અથવા મન્દસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે.
એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલવક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મહર્ફિકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળે તે ચન્દોદીઆ, ધનૈદ અને દિવલ ખેડી એ નોગાવાની નિચે આવેલાં ત્રણ ગામ જ્યાંથી આ બે દાન શોધાયાં હતાં તે જ અનકમે માન્યાં હતાં. પણ એ નામમાં ઉચ્ચારની સમાનતા ફક્ત ઉપર ઉપરની જ ( બાહ્ય ) છે. આ ઉપરાંત ધશ્નોદ ચાદીની પૂર્વમાં નથી, પણ નૈઋત્યમાં છે. અને દિવલ ખેડી દક્ષિણમાં નથી પણ ચોદીને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી ઓળખ રદ ગણવી જોઈએ. ડૉ. ફલીટે માટી કૃપા કરી નકશા તપાસીને નીચેના પરિ મે સ્થાપ્યાં છે –
મન્દસેરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, ૮ ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. ( ૧૮૯૧ ) માં “ ધમ્બર ” નામે બતાવેલું એક મોટું ગામ છે. અને ભેપાલ અને માલવા ટેપોગ્રાફિકલ સર્વે શીટ નં. ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મસુહડિકા છે એમ મને લાગે છે.
. પરંતુ કેઈ પણ નકશામાં બીજાં નામમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપુત્રની દક્ષિણે અને ધમ્નારની નૈરૂત્ય કેણથી પશ્ચિમે ૪મૈલ ઉપર દિલદને દેવકુલપાટક માનીએ, અને ધમ્નારને ચન્દપુત્રની પૂર્વનું ગામ ગણુએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી એાળખવાથી લેખનું ચોક્કસ સ્થળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં.
આ લેખની તારીખ, Tગમ સંવત ૩ર૧ ( એટલે ઈ. સ. ૬૪૦-૪૧) નગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત્ ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલો વખત એક વર્ષ આગળ વધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com