________________
૧૦૬૯
ધ્રુવસેન ૨ જાનાં નાગાવાનાં તામ્રપા
સંવત્ ૩૨૧ ચૈત્ર વદ ૩
આ તામ્રપત્રાની બે જોડીઓ રતલામ દરબારની છે. તે મધ્ય હૃદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંખરમાં મારશલ અને કઝીન્સ સાહેબેને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારલે રતલામના દિવાનને એક પત્ર મને મેલ્યા હતા તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર નાગાવામાં એક બ્રાહ્મણના કૂવા તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંએ મળ્યાં હતાં. દરેક જોડી એ તામ્રપત્રની અનેલી છે. જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલ્લી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જોડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લખશેાળ છે અને તેના વ્યાસ આશરે ર” અને ર” માપના છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નંદી છે. અને તેની નીચે શ્રીમ: લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપેર્ટ આક્ ધી આર્કેએલેાજીકલ સર્વે એક્ ઈંડીઓમાં આ બેમાંનું બીજું દાનપત્ર ( ખી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂકયા છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે ખીજાનું અક્ષરાન્તર પશુ ફરી છાપું છું. કારણ કે મન્નેના દાનના ભાગે એક ખીજા સાથે સંબંધ ધરાવતા હાઈ એક ખીજા ઉપર ઘણા પ્રકાશ પાડે છે.
આ ‘ખી’’ લેખનું અક્ષરાન્તર જે આંહિ ખીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી એ શાહીવાળી છાપા તથા રબિંગ ઉપરથી લખાયું છે. આ બિંગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરે મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપામાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે.
આ છે પતરાંએ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાણ છે. પહેલા પતરાની લખેલી માજુના નીચલે છેડે એ કડી માટે કાણુાં છે. અને ખીજાને મથાળે તેની સામાં તેવાં જ એ કાણાં છે. છાપે ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧?” પહેાળાઈ નુ' લાગે છેઃ
દાન જે સ્થળથી અપાયું સ્થળ, દાન લેનારા એ પુરૂષોનાં વર્ણન, દાન દેવાયલી ભૂમિનું વર્ણન અને તિથિ સિવાય લેખ ‘ખી,’ લેખ એ’ ને લગભગ મળતે જ છે. વન્દિતપલ્લીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનના નિર્ણય થઇ શકયા નથી. દાન લેનારા એ પુરૂષ ઉદુમ્બરગહ્વરથી આવેલા, અયાનકાગ્રહારનિવાસી, દશપુરના ત્રિવેદી, પારાશર ગેાત્રના, માધ્યન્દિન-વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણુ મુધસ્વામીના પુત્ર બ્રાહ્મણુ દત્તસ્વામી તથા ખીને અગતિકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, પારાશર ગેાત્રનેા, વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણુ બુધવામીના પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હૂપે. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એકસેા ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમા : પૂર્વમાં ધમ્મÎિકા ગામની હ્રદ; દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ; પશ્ચિમે મહત્તર વીરતરમલિના ક્ષેત્ર( ખેતર )ની હદ; ઉત્તર-પશ્ચિમ ( વાયવ્ય ) ખૂણે નિર્ગુણ્ડી નામનું ન્હાનું સરેાવર : અને ઉત્તરમાં વીરતર મણ્ડલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩૨૧, ચૈત્ર કુષ્ણપક્ષ. ૩.
દાન અપાયલા બે પુરૂષમાંના પ્રત્યેક પુરૂષ બુધસ્વામીના પુત્ર, પાજસનેય શાખાવાળા, અને પારાશર ગેાત્રના વર્ણવ્યા છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્રા હતા અને ઉદુમ્બરગઢરથી આવેલા ” એવું જે પહેલા પુરૂષ માટે ( લી. ૪૧ ) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલેા દાન લેનારા પુરૂષ, અયાનકાગ્રહારમાં રહેતા અને
'
૧ એ. ઈ. એ. ૮ પા.૧૯૪ . ઈ. ઝુલ્શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com