________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
( પંક્તિ ૩૬ ) મહેશ્વરના પરમ ભક્ત, ખાલાદિત્ય નામધારી, શ્રીમાન્ ધ્રુવસેન કુશળક્ષેમ હતા તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છેઃ
( પંક્તિ ૩૭ ) તમને જાહેર થાએ કે માર્ગ માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એકસે ભકતી ભૂમિ, ઉમ્મરગહ્વરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરવા, ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગાત્રના, વાજસતેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ અગ્નિસ્વામીને તથા જમ્મૂસરથી આવેલા અયાનકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, કૌશિક ગેાત્રના, વાજસનેય શાખાના, બ્રાહ્મણુ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણુ સંગરવિને મેં આપી છે.
( પંક્તિ ૪૨ ) આ ભૂમિની સીમા:પૂર્વમાં વરાહાટક ગામની સીમા; દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષ્મણની પટ્ટિકાઃ અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે.
( પીક્ત. ૪૩ )આ ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્ધૃદ્ધ સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉપજ સહિત, દશાપરાધ સહિત, વિષ્ટિક સહિત, અને રાજપુછ્યાના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરાને અને બ્રાહ્મણાને કરેલાં દાન ખાદ કરી ( વર્જ્ય કરી ) અને બ્રાહ્મણેા માટેના વીસમા ભાગ વન્ત્ય કરી, ભૂમિચ્છિદ્ર ન્યાયને અનુસરી, શશી, સુરજ, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતાના અસ્તિવના સમય સુધી, ( આ બે પુરુષોના ) પુત્રા, પૌત્રા અને તેમના વંશજોના ઉપભાગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે.
( પતિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેાકેા છે.
( પંક્તિ પ૧ ) આ દાનના તક રાજપુત્ર શ્રીમાન્ ખરગ્રહ છે. સાંધિવિગ્રહાધિકારી, વિરપતિ વત્રભટ્ટિના પુત્ર, દિવિરપતિ સ્કન્દભટ છે. કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાનપત્રના લખનાર સંવત્ ૩૨૦ ભાદ્રપદ
www.umaragyanbhandar.com