________________
નં. ૫૫ શીલાદિત્ય ૧ લા(ઉર્ફે ધર્માદિત્ય)નાં બે તામ્રપત્રો
| ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને માટે ભાગ થયા છે.
બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જેલી છે. તેનું માપ ૧૧”x૪” છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જણાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષર ચેખા અને સંભાળ પૂર્વક કતરેલા છે.
પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતું હતું, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે.
દાન આપનાર રાજાના નામનું પણ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય હોવું જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૨ નાં (ત્રણ દાનપત્રો) તથા ર૮૦ નાં (બે દાનપત્ર) દાનપત્રો પણ જાહેર કર્યા છે. એથી આ સંવત ૨૮૭ ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિશે વધુ જાણવામાં આવતું નથી.
આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભારદ્વાજ ગોત્રના ભટ્ટગુહના પુત્ર, ભદિ નામના બ્રાહ્મણને આ દાન આપ્યું છે.
તેને આપેલી મિલકત આ પ્રમાણે બતાવેલી છે (?) પૂજ્ય રાષ્ટ્ર જજિકાના તાબાના કાલાસામક ગામની ઈશાન દિશામાં સહદત્તની માલીકીની ૧૨૦ પાદાવર્ત જમીન જે–પિપલ(પુષ્યમિત્ર ગામને એક રહીશ )ના ક્ષેત્ર તથા કર્ટિકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રણના ક્ષેત્રની ઉત્તરે, તશાક તથા મણુકના ક્ષેત્રની પૂર્વે, તથા ચેક્રિયાનક ગામની સીમા ઉપર આવેલાં કણબી વલ્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કેણમાં તે જ સીહદને ૧૬ પહાવર્તાના ક્ષેત્રફળને, મોનિકા નામને કુ.
આ દાનને તક ભટ્ટ આદિત્યયશસ હતું, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મત્રી વત્રભટ્રિએ લખ્યું હતું.
સ્થળોના એળખાણ વિષે, હું ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપુર એ હાલનું વડનગર છે. બીજાં ગામો એાળખી શકાતાં નથી.
જ છે. બ્રા. એ. સે. ૧. સી. . ૧ પા. ૨૮ ડી. બી. હિરાલાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com