________________
નં. ૪૮ ધરસેન ૨ જાનાં બે તામ્રપત્રો આ બે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણું પડેલાં છે. તે બહુ જ પાતળાં હોવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાને જમણી બાજુને ભાગ ભાંગી ગયું છે.
દરેક પતરું લગભગ ૧૨”માપનું છે. તેને દરેકના ઉપર ૧૭ પંક્તિઓ લખેલી છે.
પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તે નથી.
જોકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામ પણ ગયું છે, તોપણ ૨૧ અને ૨૨મી પંક્તિઓ ઉપરથી ચેખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીને કેઈ બદ્ધ મઠ હતો.
તે મઠને આપેલી મિલ્કતની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હરિયાણક નામના ગામડાંમાં આવી હશે એવું જણાય છે.
બૈદ્ધ દાનના હેતુ મુજબ, આ દાનને ઉદ્દેશ પણ બુદ્ધની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાને હતે.
આ દાનપત્રમાં સંબોધાએલા કેટલાક અધિકારીઓ નીચે પ્રમાણે છે-આયુક્તક, વિનિયુક્તક, મહત્તર, ચાટ, ભટ, તથા પ્રવાધિકરણિક
આ દાનપત્રને અમલ કરનાર અધિકારી, દતક શીલાદિત્ય હતે. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષ ઉપરથી જણ્ય છે કે તે, ધ્રુવસેન ૨ જાનાં ઘણું ખરાં દાનપત્રોને લેખક, દિવિરપતિ સ્કન્દભટ પતે જ હતા.
કમનશીબે તારીખવાળું પતરાંને ભાગ ખવાઈ ગયું છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજયના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં દૂતક સંવત ૨૫૨નાં બધાં દાનપત્રમાં શિબિર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ર૬૯ અને ર૭૦નાં દાનપત્રોમાં દતક શીલાદિત્ય છે. બીજું ધરસેન ૨ જાનાં આરંભકાળનાં દાનપત્રમાં પોતે સામંતને ઈલકાબ કવચિત જ ધારણ કરે છે.
પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતનો ઈલ્કાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કઈ પણ ઈલ્કાબ ધારણ કરેલ જણાતો નથી. એટલે, આ દાનપત્ર સં. ર૫ર પછીનું પરંતુ સં. ૨૯ પહેલાંનું હવા સંભવ છે.
જ. બા. બા. ર. એ. સે. ૧. સી. વો. ૧ પા. ૨૧-૧ર ડી. બી. વિવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com