SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૪ર ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો ગુ. સંવત ૨૫૨ (ઈ. સ. ૫૭૧-૭૨) વૈશાખ વદ ૧૫ આ લેખ તરફ પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫. ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું સંબઈ ઇલાકામાં કાઠિવાડના સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળિયામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્ર ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાંઓ જૂનાગઢના દરબારના હવાલામાં છે. દરેક લગભગ ૧૧૮૭રૂ” ના માપનાં એવાં બે પતરાંઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલા છે. અને આખો લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પણું અક્ષરો ઉંડા હાઈ પાછળના ભાગમાં ચેખા દેખી શકાય છે. કોતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરાની અંદર કોતરનારનાં ઓજારોનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જોડેલાં છે. મારા જેવામાં આવ્યાં ત્યારે મને કડીઓ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે રૂ” જાડી અને ૧” વ્યાસવાળી ગળ છે. બીજી તેટલી જ જાડી પણ વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લબગળ છે. આના છેડા ઉપરથી ૧૪ર વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલે જમણી બાજી મહાવાળો નંદી છે જે વલભી મુદ્રામાં સામાન્ય રીતે કોતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીઓ કરી તેની નીચે શ્રીભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પૌડ ૧ ઔસ છે. બે કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પૉડ, ૧૩ ઑસ છે. અક્ષરનું માપ 2 અને ” વચ્ચે છે. વલભી વંશના મહારાજા ધરસેન ૨ જાને આ લેખ છે તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાઓથી આપેલ છે. તે સંવત ૨૫૨( ઈ.સ. ૫૭૧-૭૨ )ના વિશાખ (એપ્રીલ-મે ) વદિ ૧૫ છે. આ લેખ કોઈપણું પંથના નથી. તેને હેતુ ફકત મહારાજી ધરસેન ૨ જાએ એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ઓભિગ્રામ, તથા વજગ્રામ નામનાં ગામડાંઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાના છે. ૧ કે. ઈ. ઈ. વ. ૩ પા. ૧૬૪–૧૬૫ કલીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તરમાંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને અને માળિઆ હાટીના પણ કહે છે. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy