________________
ખંડ પહેલો-પ્રકરણ ૪ અગ્નિ હેત્રી બ્રાહ્મણ-બ્રાહ્મણો યાચક કેમ કેહવાયા ?
શ્રી રૂક્ષ્મદેવના દેહને ઇદ્ર દેવતાએ પૂર્વ દિશાની ચિંતામાં મુ અને કેટલાક દેવતાઓએ ઈવાકુ કુળના મુનિઓનાં શરીરને દક્ષિણ દિશાની ચિંતામાં મુક્યા અને અન્ય દેવોએ બીજા સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યો. અગ્નિકુમારે તે ચિતામાં અગ્નિ પ્રગટ કરતાં જ વાસુકુમારે વાયુ વિષ્ણુ અને ચોતરફથી અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યા. દેવતાઓએ પુષ્કળ કર, ઘી તથા મધ ચિતામાં નાખ્યાં. પછી ચિતાનિ શાંત થતાં, ધકે પૂજા કરવા માટે પ્રભુની ઉપલી જમણી દેહ ગ્રહણ કરી, ચમરેઢે નીચલી જમણ દાઢ ગ્રહણ કરી, બદ્રિ નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી, બીજા ઈદ્રાએ પ્રભુના. બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા.
આ વખતે કેટલાક બાવાએ અગ્નિ માગવાથી, દેવતાઓએ તેમને ત્રણ ફંડના અગ્નિ આપ્યા. એ અગ્નિ લેનારા અગ્નિહોત્રી બ્રાહ્મણે કહેવાયા. તેઓ પોતાને ઘેર પ્રભુના ચિતાગ્નિને લઈ ગયા અને તેનું પૂજન કરવા લાગ્યા. ઈક્વાકુ કુળના મુનિઓને ચિતાગ્નિ શાંત થઇ જતો, તે તેને રૂષભદેવના ચિતાગ્નિથી તેઓ જાગ્રત કરતા, અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાકુ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિને બીજ બે ચિતાનિ સાથે તેઓ સંક્રમણ કરતા નહીં. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણોમાં પ્રચલિત છે.
જ્યારે દેવતાએ શ્રી રૂષભદેવજીની દાઢ વગેરે લીધાં, ત્યારે શ્રાવક બ્રાહ્મણ મળી દેવતાઓની અતિ ભક્તિથી યાચના કરતા હતા. દેવતાઓ તેઓને યાચના કરતા જોઈ બોલ્યા “અ યાચકે ! અહો યાચકે!" અને ત્યારથી બ્રાહ્મણે યાચક કહેવાયા.
અગ્નિ અને દાઢો, કેટલાક બ્રાહા અને દેવતાઓ લઈ ગયા પણ જે ભસ્મ રહી તે બ્રાહ્મણોએ પોતે લીધી અને થોડી થોડી કોને આપી. લોકેએ તે ભસ્મ પોતાના મસ્તક પર ત્રિપુંડાકારે લગાવી, અને યારથી ત્રિપુંડ કરવું શરૂ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com