________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ.
મહાદેવ કોણ?
| ભરતરાજાએ કલાસ પર્વત ઉપર સિંહ નિષધા નામનું મંદિર બનાવ્યું, તેમાં ભવિષ્યમાં થનાર ર૩ તીર્થકરોની અને શ્રી રૂષભદેવજીની મળી બધી મળીનેર૪ પ્રતિમાઓની સ્થાપના કરી, અને દંડરનથી પર્વતને એવી રીતે છે કે તે ઉપર પગેથી કોઈ ચઢી શકે નહિ. વળી ભરતરાજાએ એ પર્વતમાં આઠ પગથી રાખ્યાં અને તે કારણથી કૈલાસ પર્વત અષ્ટાપદ કહેવાવા લાગ્યા. આ પર્વત ઉપર પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ, કે જેની શક્તિ અપાર હતી, અને જેને બધા દેવતાઓ પણ પુજતા હતા, તેની મૂાતિ ભરતે સ્થાપન કરી, અને તેને મહાદેવ નામ આપ્યું, અને તેથી રૂષભદેવ એજ મહાદેવ ગણાયા, અને કૈલાસ પર્વત પર તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યાથી મહાદેવ-મેટા દેવ-શ્રી રૂષભદેવનું wાન કૈલાસ પર્વત ગણાય.
ભરત રાજાએ સિંહ નિષધા ચયમાં ૨૪ તીર્થકરોની મૂર્તિ સ્થાપીને, ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી અને મહા શોકાગ્નિમાં બળતા વાંકા વળી પાછી નજરે જોતા જોતા અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા, અને મંદ મંદ ગતિએ અયોધ્યા તરફ ચાલ્યા. વિનતા નગરી સમીપે આવી પહોંચતાં જ, નગરજનોએ તેમને આવકાર આપે, પણ તે છતાં તેમને ભગવાન સાંભરી આવ્યા અને તેમને સંભારતાં સંભારતાં મેઘની પેઠે આંસુ વરસાવતા, ભરતરાજા રાજ મહેલમાં પેઠા. દ્રવ્યને લેભી પુરૂષ જેમ દ્રવ્યનું જ ધ્યાન ધરે, તેમ તેમણે સુતાં, બેસતાં, ઉઠતાં, ઉભા રેહતાં, જાગતાં, બહાર ને અંદર, રાત્રિ, દીવસપ્રભુનું જ ધ્યાન ધરવા માંડયું, અને તેમના ધ્યાનમાં લીન થવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com