________________
દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. વાઇસ ચેન્સેલર રેવડ ડે મેકીયન જેડ જેનધર્મબાબત મારે કેટલીક ચર્ચા થઈ હતી. તે વખતે તેમના કેટલાક વિચારોનું મારે બતાવવાની અસત્યતા પડી હતી તે વખતથીજ મારા મનમાં જૈન ધર્મની પ્રાચિનતા બાબત કઈક યથાશક્તિ શોધી કરી, તેનો લાભ સર્વને આપવા વિચાર આવ્યું હતો, ને તેનું આ પરિણામ છે આશા છે કે તે વાંચક વર્ગને ઉપયોગી પડશે, અસ્તુ.
જેન' એ શબ્દને અર્થ જૈન સેવક અર્થત જિન મહારાજના વચનરૂપી અમૃતનું પાન કરનાર' એવો થાય છે. જૈન ધર્મ પ્રમાણે “ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, કામ, લાભ, અજ્ઞાન, વગેરે ભાવ શત્રુ ઓને જીતનાર તે “જિન” કહેવાય છે. હવે ધર્મ એટલે શું તેનો વિચાર કરીએ. “ ધર્મ નથી વાતમાં સમાતો, નથી ભક્તિમાં સમાતો, નથી તક. રારમાં સમાતે, એ તો કેવળ જ્ઞાનરૂપજ છે. મનુષ્યના સ્વભાવમાં રહેલી પરમાનંદ પામવાની ઈચ્છાને આવિર્ભાવ છે. તેને સંતોષવાનો માર્ગ છે.” જીવ માત્ર પરમાનદ શેમાં માનવો, પોતાના સ્વભાવને કેમ સમજવો, ટુંકામાં મનુષ્યનું મનુષ્યત્વ, મનુષ્યરૂપે જીવવાનું સાર્થક શામાં માનવું એ નિશ્ચય થાય, તેનું નામ ધર્મ' એટલે કે “જિને’ પ્રવર્તાવેલો જે ધર્મ તે જૈન ધર્મ
જૈન મત સાફ અન્ય મતવાળાઓની શંકા દુનિયામાં ઘણુક ધર્મો હાલમાં પ્રવર્તે છે, પણ તે દરેક ધર્મ સારૂ, ઘણું ખરું, લોકો છે એ પણ જાણે છે. તેમાંના ઘણા ધર્મોની ઉ૫તિને સમય નકકી થયો છે. પણ જૈન ધર્મ સાર હજી લોકોને શંકા રહે છે કેમકે તેની ઉત્પત્તિ કયારે થઇ, તે તેઓના ધ્યાનમાં આવતું નથી. દાખલા તરીકે વેદ ધર્મ પ્રાચિન છે, એમ ઘણાક લોકો માને છે, તથા ખ્રિસ્તી ધર્મ આશરે બે હજાર વર્ષ ઉપર, મેહમૂદન ધર્મ આશરે ૧૩૦૦ વર્ષ ઊપર, તથા જરસ્તી ધર્મ આશરે ચાર હજાર વર્ષ ઉપર ફેલાવવામાં આવ્યો હતો એવું હાલના વિદ્વાને કબુલ રાખે છે. પણ જૈન મત સારૂ તેઓ કઈ પણ નકકી કરી શકયા નથી. (૧) કેટલાક ધારે છે કે જૈન ધર્મ બાહ ધર્મની શાખા છે, (૨) ત્યારે બીજા કહે છે કે બાદ મત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com