________________
દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ.
લાખ નહી, પણ કોડે વરસો સુધી આ દુનિયા ઉપર રહી અનાદિ જન ધર્મને ઉપદેશ કરતા હતા એવું જન શાસ્ત્ર ઉપરથી સિદ્ધ થાય છે.” અગાડી ચાલતાં એજ પુસ્તકના પૃષ્ટ ૧૧૦ માં ફેસર મણિલાલ નભુભાઈ જણાવે છે કે “જન મત પ્રાચિન હોવા જોઇએ, તથા મહાવીરને થઈ ગયાને લગભગ ૨૩-૨૪ સે વર્ષ થયાં હોવા જોઈએ, એટલું નકક અટકળી શકાય છે. મહાવીર પહેલાં બીજા ત્રેવીસ તીર્થંકર થઈ ગયા છે. ને પ્રથમ તીર્થંકરનું આયુષ્માન આપ્યું છે, તે હિસાબે પ્રથમ તીર્થંકર રૂષભદેવ જિન કયારે થયા તેના આંકડા મુકવા કઠિન પડે એમ છે” એ શીવાય “થીઓસોફીકલ સોસાઈટી’ ની મહાન વકતા મીસીસ એની બીસેન્ટ પણ પોતાના પ્રખ્યાત પુસ્તક “Religous Problems in India” માં જૈન ધર્મ પ્રાચિન છે એવું સ્વીકાર્યું છે.
પણું તે છતાં હજી કેટલાક દાંભી કે એ વાતને સ્વિકાર કરતાં ડરે છે; જૈન ધર્મ-અહિંસાનો ધર્મ-જુને પ્રાચિન હોય તે છતાં તે કેમ કબુલાય એવું તેઓ ધારે છે. વખતે તે સ્વિકાર કર્યાથી પોતાના મતને નુકશાન પહોચશે એવું ધારી સત્યને તેઓ સ્વિકાર કરતાં ડરે છે. એ પણ આ કાળનો મહિમા છે. પણ એ બાબતમાં વાસ્તવિક રીતે વિચાર કરતાં ફકત તેઓની જ ભૂલ હોય એમ નથી. જૈનોએ પણ પોતાના ધર્મ વિષે, જે જે બાબતો બહાર પાડવી જોઈએ તે તે બાબતો બહાર પાડવા કાંઈ પણ પ્રયાસ કે મહેનત નહીં લેવાને સબબે અન્ય ધમાએ એ ધર્મ સામે વગર બીકે પત્થર ફેંકી પોતાની બહાદુરી બતાવી છે તેમાં શું નવાઈ ? *Fools rush in where angels fear to tread'
પણ તે છતાં જેને આ બાબતમાં આળસુ રહ્યા છે, એ તેમને સારૂ શોભાકારક નથી. તીર્થંકરો જેવા મહાત્માની ઉત્પત્તિને વખત હવે નથી એ તેઓએ ભુલવું નથી જોઈતું. વિદ્વાન જૈન એ, વિદ્વાન સાધુઓએ તથા જૈન પંડીતાએ હવે બેસી રહી જૈન શાસનની પડતી જોઈ રહેવી એ કાંઈ ઓછું ખેદકારક નથી. આજ કાલ દુનિયાની દરેક મુખ્ય પ્રજાએ સુધારામાં, કળા કૌશલ્યમાં, જ્ઞાનમાં, દેશસેવા ને ધર્મમાં વધારો કરવા માંડ્યો છે, ત્યારે આપણે તો મુંગે મેહડે જોયાજ કરીએ છીએ. બીજા અગાડી ચાલ્યા જાય છે, આપણે તો જ્યાં ત્યાંજ-નહિ પણ-પછાડી જઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com