________________
દુનિયાને સાથી પ્રાચિન ધમ.
વાસ્તવિક રીતે જોઈશું તો તે કોઈ પણ રીતે ખોટું નથી. સત્યને શોધવા માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરવો જરૂરી છે તે છતાં, અમે અગાડી જણાવી ગયા છીએ તેમ, એ નથી ભુલવું જોઈતું કે " સત્યને જાણવાના પ્રયાસમાં આપવાના ભંગ થોડા નથી. સત્યનું સ્વરૂપ જ એવું છે કે તેને માન કરીએ, અથવા તેને અમુક સીમા બાંધી પરિચ્છેદવાળું કરીએ કે તુરત તે અસત્ય થઈ જાય છે. ” સત્ય સર્વને અભીષ્ટ હોવાથી તે બાબતમાં પૂર્ણ શોધ ખોળ કરવી, એ દરેક માણસનું કર્તવ્ય જ છે. એ જ કારણથી આ સષ્ટિમાંથી નવી નવી બાબતો, શાસ્ત્ર, વિદ્યા કે શોધ ખેાળના આધારે શોધી કહાડી, તેમની જુદી જુદી રચના કે વ્યવસ્થા કરીને તેમને અપૂર્વ રૂપમાં મુકવી, એ પણ મનુષ્યનું એક કર્તવ્ય ભણી શકાય.
હમણાજ વિચાર કરવાની સ્વતંત્ર બુદ્ધિ, જ્ઞાની મનુષ્યોમાં પ્રવર્તે છે એમ નથી, પણ અગાઉના વખતમાં પણ એ રીત હસ્તિમાં હતી, અને તેની સાબીતીમાં ધ, સાંખ્ય, વલ્લભાચાર્ય, સ્વામીનારાયણ વગેરે પશે, આપણી દૃષ્ટિ આગળ તેના પુરાવા આપે છે. કાળક્રમે પરદેશીઓ તથા પરધમઓ આ દુઃખી ભૂમિ ઉપર આવવાથી આપણે આપણો ધર્મ તથા શરીરની સ્વતંત્રતા ખેાઈ અને તે સાથે વિચાર સ્વતંત્રતાની સત્તા પણ ઘડી. ફરીથી કાળના પ્રભાવે, એજ સત્તા હમણુના વખતમાં પ્રવર્તે છે
વિચાર સ્વતંત્રતાના આ પ્રભાવને લીધે જ અમે પણ તેને માન આપી મનના તરંગેની બાબતે નહીં પણ પુસ્તકો-પ્રાચિન પુસ્તકો તથા શોધ બળના આધારે દુનિયાની ઉત્પત્તિ કયારે થઈ તે બાબતને. વિચાર કરીશું.
દુનિયાની ઉત્પત્તિ વિશે જુદા જુદા શાસ્ત્રના અભિપ્રાય એકજ બાબતને ટેકો આપતા જણાય છે. તે એ છે કે “વિશ્વ આનાદિ છે.) માહાત્મા શુદ્ધ તો એ બાબતમાં એટલે સુધી જણાવે છે કે વિશ્વમાં રહેલી ઘણીક બાબતમાં કેટલીક એવી બાબત છે કે જે વિષે વિચાર કરતાં તેની ઉત્પત્તિને સમય, રીતિ, કમ વગેરે મનુષ્યો જાણી શકતાં નથી. જન સિદ્ધાંત પણ સષ્ટિ બાબતમાં એજ રીતે જણાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com