________________
ખંડ પહેલો-પ્રકરણ ૧. દુનિયા છે છે ને છે. એ કદી ઉત્પન્ન થઈ નથી પણ હસ્તિમાં જ છે. એને અંત પણ કદી નથી ને કરોડો વર્ષો જેમ ભૂતકાળમાં ગયાં, તેમ ભવિ-. ધ્યકાળમાં પણ જશે. જુદા જુદા જ્ઞાનીઓએ તથા વિદ્વાનોએ સૃષ્ટિની ઉત્પત્તિ વિષે જુદ્ધ જુદા ત કર્યા છે, પણ તે સર્વે અંતે ઉપર જણાવ્યું છે તેમ, સૃષ્ટિ અનાદિ છે એ સિદ્ધાંતને ટેકો આપનાજ જણાશે.
મનુના રચેલા શાસ્ત્રમાં અનાદિપણું, ઘણી જુદી જુદી રીતે પ્રતિપાદન કરેલું છે. તેમાં એવી રીતની ગણત્રી બતાવવામાં આવી છે કે બ્રહ્માના રાત દિવસ થઈ એક કલ્પ થાય છે, ને તે કલ્પ દેવતાના બે હજાર યુગને, એટલે મનુષ્યના કરડે વર્ષને થાય છે, અને એવા કપ એક નહીં પણ અનંત છે,
જસ્થાસ્તી ધર્મ પ્રમાણે સૃષ્ટિ ઉત્પતિને સમય “દિસાતીર' ના જણાવ્યા પ્રમાણે એટલે બધે લાગે છે કે, તે વિષે બેલવાના આપણી ભાષામાં શબ્દ નથી. યાહુદી અને ખ્રીસ્તી ધર્મ પ્રમાણે દુનિયાની ઉત્પત્તિને કાળ આજથી ૫૦૦૭ વર્ષને ગણવામાં આવે છે, પણ તેના પ્રખ્યાત મહાન પેગંબર મુસાના (Genesis) જેનેસીસ નામના પુસ્તકમાં જે પહેલું વાકય લખેલું છે તે એ બાબત પર જુદુજ અજવાળું નાંખે છે, તેમાં જણાવવામાં આવ્યું છે કેIn the beginning God created
the heaven and earth.
અર્થ- સાથી પહેલાં પરમેશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કયો.”
આ ઉપરથી જણાશે કે ઇશ્વર ઘણા વર્ષો અગાઉ હસ્તીમાં હતા એમ તેઓ માને છે અને તેએાએજ પ્રીતીઓએ--કરેલી શોધના આધારે, હવે તેઓ એમ નકકી માને છે કે સૃષ્ટિની ઉત્પતિને ૨૦૦૭ વથી વધુ વર્ષે થયાં છે.
મીસર, આસિરિયા, બાબીલિન એ સવૅ પુરાતન મોટા રાજ્યોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com